Book Title: Mahasati Anjana Sati Chandanbala
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005463/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ મહાસતી અંજના સતી ચંદનબાળા IN VVVA BOOOO "WVVVV VI IIIII જયભિખુ For Personal & Private Use Only jeremony.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ કુલ પુસ્તક ૧૦) ૧ તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આદ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્કૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯ અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ જેન બાલગ્રંથાવલિ : શ્રેણી ૧ - પુ.૪ મહાસતી અંજના સતી ચંદનબાળા સંપાદક જયભિખ્ખું શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ || ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ન્નિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના જય બજરંગબલી કોણ હતા એ બજરંગ ! બજરંગ એટલે વજાંગ. વજ-પોલાદના દેહવાળા. એક હજારને આંટે એવા, વિદ્યામાં ને વીરતામાં. શસ્ત્ર-વિદ્યામાં ને શાસ્ત્રની વિદ્યામાં એમની જગતભરમાં જોડ ન જડે. એમનું નામ હનુમાન. એમની દુઃખિયારી માતાનું નામ અંજનાદેવી. સતીઓમાં શિરોમણિ હતાં. તો રાજકુંવરી, રાજાના કુંવરને પરણ્યાં હતાં, પણ પહેલે પગલે પતિ રિસાયા. અબોલા લીધા. સગાં માબાપે પણ ન સંઘર્યા. સંસારમાં વગર વાંકે સતી ફટફટ થયાં. ઉપર આભ ને નીચે ધરતી રહ્યાં, પણ સત ન છાંડ્યું. આવાં મહાસતી અંજનાદેવી. સાંભળો તેમની વાત. એક રાજા. નામ મહેન્દ્ર. સો પુત્ર, પણ એક પુત્રી નહીં. મોટી ઉંમરે એક પુત્રી થઈ. નામ રાખ્યું અંજના! શું રૂપ શું ગુણ ! શી ચતુરાઈ ને શા સંસ્કાર ! For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૪ تتتتتت અંજનાકુમારી તો જોતજોતામાં મોટાં થઈ ગયાં. રાજાએ વરની ગોત કરી. અનેક કુંવર જોયા, એમાંથી બે પર હૈયું ઠર્યું. એકનું નામ પવનજિત. રાજા પ્રફ્લાદનો પુત્ર. ભારે પરાક્રમી, ભારે શાણો. બીજાનું નામ વિદ્યાપ્રભ. કલેયા કુંવર જેવો, પણ જ્યોતિષી કહે, અઢારમા વર્ષે એને વૈરાગ્ય થશે, છવ્વીસમા વર્ષે તો મોક્ષ પામશે. - રાજા કહે, “અંજના પવનજિતને વરશે. મોકલો કહેણ.' કહેણ ગયું ને સંબંધ નક્કી થયો. લગ્નના દિવસો દૂર છે. પવનજિતને મનસૂબા થાય છે, પોતાની પત્નીને નીરખવાના. અરે, અંજના તે કેવી હશે ને કેવી નહીં. કુંવર પવનજિતે કર્યો વેશપલટો, ને આવ્યો સાસરાના નગરમાં. સરખી સાહેલીઓ સાથે અંજના ફરવા નીકળી છે. ચતુર સખીઓ વિદ્યુતપ્રભની ને પવનજિતની સરખામણી કરે છે. સહુ પવનજિતનાં ખૂબ ખૂબ વખાણ કરી, વિદ્યુતપ્રભુના ટૂંકા આયુષ્યની ટીકા કરે છે. કહે છે, કે “અરે, એવા વરને તે કોણ વરે !' મોટા મનવાળી અંજના કહે છેઃ ધન્ય છે વિદ્યુતપ્રભને, For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના - - - - - જેનાની ઉંમરમાં કાયાનાં કલ્યાણ કરશે. મારાં તેમને વંદન હો.” આ શબ્દો પવનજિત સાંભળે છે. એના મનમાં રોષ ભરાય છે : “અરે, આ સ્ત્રી મારાં તો વખાણ કરતી નથી, ને વિદ્યુતપ્રભને વંદે છે. નક્કી એ વિદ્યુતપ્રભના પ્રેમમાં પડેલી છે. મારે ન ખપે આ અંજના ! અરે, જેનું મન પરપુરુષમાં રમતું હોય, એ ભલે સ્વર્ગની રંભા હોય, તો પણ દૂરથી દેખવા જેવી ને મનથી તજવા જેવી. પણ ના, ના, એમ નહીં. આજે અંજના સાથે હું ન પરણું તો એ કોઈક બીજા રાજકુમારને જ વરશે ને સુખી થશે. એમ નહીં. હું જ પરણું ને પછી જ એને છાંડી દઉં. તો જ એનાં પાપની શિક્ષા થઈ કહેવાય.' રૂપાની ચોરી બંધાઈ છે, તેમાં સોનાના કળશ મુકાયા છે. ભલાં ઢોલનગારાં વાગે છે ને મીઠી શરણાઈઓ ગહેકે છે. માંયરામાં વર-વહુ બેઠાં છે. પુરોહિત મંત્ર ભણે છે. પવનજિતનો અંજના જોડે હસ્તમેળાપ થયો. પવનજિતને લાગ્યું કે તે અંગારાને અડકે છે. અંજનાને લાગ્યું તે અમૃતને અડે છે. પવનજિત પરણી ઊતર્યા, એટલે સસરાએ પહેરામણી કરી. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૪ વરવહુ પ્રદ્ધાદ રાજા તથા કેતુમતી રાણીને પાયે પડ્યાં. તેમણે આશીર્વાદ આપ્યા. ભોગવટા માટે પાંચસો ગામ આપ્યાં. અંજના ને પવનજિત પોતાના મહેલમાં ગયાં. સોળે શણગાર સજ્યા છે. આંખે આંજણ આંજ્યાં છે. સેંથે સિંદૂર પૂર્યા છે. પુષ્પની વેણી ગૂંથી છે. સુગંધી દીપ બળે છે. અંજના જાણે છે, હમણાં પવનજિત મારા ઓરડે પધારશે ને પ્રેમથી હું તેમની સાથે વાતો કરીશ, પણ પવનજિત તો દેખાયા જ નહીં. ઉઘાડી આંખે પ્રભાત પડ્યું. પછી તો એક દિવસ થયો, બે દિવસ થયા. પણ પવનજિત તો અંજના સાથે બોલતાયે નથી, ચાલતાયે નથી. અંજના ખૂબ દુઃખી થઈ. મનમાં વિચારવા લાગી : “મારો એવો શો વાંક ને શો ગુનો કે પરણીને પતિ બોલાવતાયે નથી ? આવા અબોલા કાં ?” થોડા વખતમાં પિયરથી મેવામઠાઈ આવ્યાં. વસ્ત્રઘરેણાં આવ્યાં, તે લઈને સખી વસંતમાળાને પવનજિત પાસે મોકલી. પવનજિતે મેવામઠાઈ લઈને ત્યાં ગાતા ગવૈયાને આપ્યાં. વસ્ત્રના કટકા કર્યા ને ઘરેણાં લઈ ચંડાળને આપ્યાં. વસંતમાળાને ખૂબ ખેદ થયો. આવીને પોતાની સખીને વાત કરી. અંજનાને ખાતરી થઈ : “નક્કી પવનજિત મારા પર રીસે બળ્યા છે, પણ હું શું કરું? મારી સાથે વાતચીત કરે તોયે સમજાવું, પણ પવનજિતને કોણ સમજાવે ? અંજના For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના હોંશે હોંશે બોલાવે છે, તોય મોં ફેરવી લે છે, ને બોલતા નથી. મનમાં સૂનમૂનાકાર રહે છે. કમળ કરમાય તેમ અંજનાનું શરીર સુકાય છે. તે મનમાં ને મનમાં બોલે છે. દિન પલટ્યો પલટ્યા સજન, ભાંગી હૈયાની હામ; જેની કરતી ઊભરા, ને નવ લે મુજ નામ. પવનજિત હંમેશ ઘોડે ચડી ફરવા જાય છે. અંજના ગોખે બેસીને એકીટસે તેમને જુએ છે. મનમાં મેળાપ થયા જેટલો હરખ પામે છે. પણ પવનજિતને તો એથી ઊલટું જ મનમાં વસ્યું. તેમણે અંજનાના ગોખ આડી ભીંત ચણાવી કે ગોખે બેસી તેમને જુએ નહીં. ક્રોધે ભરાયેલો માણસ શું નથી કરતો ? થોડા વખત પછી તે પોતાનાં પાંચસો ગામ લઈ જુદા રહ્યા. અંજનાને મહેન્દ્રપુરીમાં જ રહેવા દીધી. અંજનાને સ્વામીનો વિયોગ થયે બાર વરસ વીતી ગયાં છે. એક વાર યુદ્ધ ચઢવાનું આવ્યું. ડંકાનિશાન ગડગડ્યાં. હવે તે વખતે પવનજિત યુદ્ધમાં જવા નીકળ્યા. આખું ગામ પવનજિતને વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે. પવનજિત માતાપિતાને નમ્યા. ભાઈભોજાઈને મળ્યા. સહુ સગાંવહાલાંને ભેટ્યા, એક અંજના સામું ન જોયું. પવનજિત રણમેદાને ચાલ્યા. અંજના કચોળું લઈને સામી આવી, અને પવનજિતના ચરણમાં પડી કહેવા લાગી : For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૪ સ્વામી ! તમે બધાંને બોલાવ્યાં ને મને તો બોલાવતા નથી ! પણ હું વિનંતી કરું છું કે યુદ્ધમાંથી વહેલા આવજો ને તમારો મારગ સુખકારી થજો.” પવનજિતે તો અંજનાના સામું પણ ન જોયું. તેને પગ વડે તરછોડીને ચાલ્યા. સતી અંજના બેભાન ઢળી પડી. દુ:ખિયારી અંજના, રાતે આંસુડે રૂએ છે, ને દિવસો વિતાવે છે. પવનજિત લશ્કર લઈ સાંજ સુધી ચાલ્યા. સાંજના વખતે પડાવ નાખ્યો. એક ચકવો ને ચકવી ઝાડ પર બેઠાં છે. ચાંચમાં ચાંચ મિલાવી આનંદ માણી રહ્યાં છે, પણ રાત થઈ ને ચકવો ચાલ્યો ગયો ચકવી ટળવળવા લાગી. ડાળી સાથે ચાંચ અફાળે– માથું અફાળ–કાંઈ કાંઈ કરી નાખે. અંધારું ધીમે ધીમે ફેલાતું જાય છે. તે વખતે પવનજિતને આ જોઈ વિચાર થયો. અહો ! એક રાતના વિજોગથી આ ચકવીને આટલું બધું દુઃખ થાય છે, તો પરણીને પહેલી જ રાતે મેં જેને છોડી છે તેને કેમ થતું હશે? પવનજિતનું મન પલટાયું. તેનો પહેલાંનો રોષ ટળી ગયો. તેણે પોતાના મિત્રને મનની વાત કહી. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના મિત્ર કહે, “ભાઈ ! લાંબા વખતે પણ સાચી હકીકત તારા જાણવામાં આવી તે સારું થયું. ખરેખર તારી સ્ત્રી સતી છે. તેણે વિદ્યુતપ્રભનાં વખાણ કરેલાં તે તેના સંયમનાં–તેનાં તપનાં. વિવેકી માણસ તો શત્રુના ગુણને પણ વખાણે. તેટલા માત્રથી સંદેહ ધરવો ઠીક નથી. હજી પણ કાંઈ બગડી નથી ગયું. તમે જઈને તેને ધીરજ આપો. તેની રજા લઈને પછી આગળ ચાલો. નહીંતર તમારા વિજોગથી ઝૂરતી એ સ્ત્રી મરણ પામશે.' પવનજિત કહે, “હવે સ્ત્રીની રજા લેવા પાછા જઈએ તો લોક હસે અને મારાં માતાપિતાને લાજવું પડે.' ત્યારે મિત્ર કહે, “આપણે રાતોરાત છાનામાના જઈશું ને સવારે પાછા આવી જઈશું. કુમારને એ વિચાર પસંદ પડ્યો એટલે લશ્કર સેનાધિપતિને સોંપી ચાલી નીકળ્યા. આવીને અંજનાના મહેલના બારણે ઊભા. અહીં અંજના એક પલંગમાં દુઃખથી ઝૂરતી પડી છે. તેનું મોઢું કરમાઈ ગયું છે. ચોટલો વીખરાઈ ગયો છે. મનમાં નિસાસા મૂકે છે. પ્રભુ! મારા નાથને મારા સૌભાગ્યને સહાય કરજે, એવી ઘડીએ ઘડીએ પરમાત્માની પ્રાર્થના કરે છે.' વસંતમાળા હમણાં જ કમાડને ભોગળ ચડાવી સૂતી છે. કુમારે એ કમાડ ખખડાવ્યાં. એટલે વસંતમાળા બોલીઃ “શૂરા લોક લડાઈમાં ગયા એટલે આ લંપટ લોક રખવાળ રહ્યા. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૪ સવારે વાત. રાજાને કહીને તમારી ચામડી ઉતરાવીશ ત્યારે જ તમે પાંસરા ચાલશો. ઓ નાદાનો, અહીંથી દૂર થાવ.' આ સાંભળી પવનજિતનો મિત્ર બોલ્યોઃ “વસંતમાળા ! એ ન હોય લંપટ રખવાળ, આ તો છે કુમાર પવનજિત !' પવનજિતનું નામ સાંભળતાં તે સફાળી બેઠી થઈ. દોડી આવીને કમાડ ઉઘાડ્યાં ને પવનજિતને લઈ અંજનાના ઓરડામાં આવી. અંજના ને પવનજિત મળ્યાં. પવનજિતનો મિત્ર ને વસંતમાળા ભવ-દુઃખિયારાં પતિ-પત્નીને એકાંત આપી બહાર ચાલ્યાં ગયાં. પવનજિતે પગે પડીને અંજનાની માફી માગી: પ્રિયતમા ! મેં તને વિના વાંકે ઘણું દુઃખ દીધું છે. માફ કરજે.” અંજના કહે, “સ્વામીનાથ ! આપને આમ પગે પડવું યોગ્ય નથી. એમાં આપનો શો વાંક. મારાં નસીબનો વાક. તમે ઊભા થાવ. મને શરમાવો નહીં.” પછી પવનજિતે અંજના સાથે આનંદમાં રાત પસાર કરી. વહાણે પાછા જતાં, આવ્યાની નિશાની બદલ પોતાના નામવાળી એક વીંટી આપી. અંજનાને હવે આનંદ થયો. આ જ રાતે તેને ગર્ભ રહ્યો. થોડા મહિનામાં અંજનાના શરીરનું રૂપ બદલાઈ ગયું. એટલે તેની સાસુ કેતુમતીએ કહ્યું: “અરે પાપિણી ! આ શું? બંને કુળને લજવે એવું આ શું કર્યું? પતિ પરદેશ ગયો ને તેં ગર્ભ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના * શી રીતે ધારણ કર્યો ?” અંજના કહે, “માતાજી ! આખરે તમારા પુત્રે મારી સંભાળ લીધી છે. તેઓ અહીં આવ્યા હતા. તેથી મારા મનની આશા ફળી છે. તેની નિશાની બદલ આ રહી તેમના નામની વટી.” એમ કહી વીંટી સાસુના હાથમાં મૂકી. સાસુ કહે, ‘ઓ કુલટા ! વ્યભિચારી સ્ત્રીઓ છેતરવાનું બહુ સારી રીતે જાણે છે ! વીંટી બતાવી મને શા માટે છેતરે છે ? વીંટી ક્યાંયથી ચોરી લીધી હશે. મને બરાબર ખબર છે કે તારો પતિ તને બોલાવતો નહોતો. માટે અમારા ઘરમાંથી બહાર નીકળ.” અંજના કહે, “માતાજી ! મારા પતિ આવે ત્યાં સુધી મને અહીં રહેવા દ્યો એટલે આપ સાચી હકીકત જાણશો.” સાસુ કહે, “અરે વહુ ! સોનાની છરી ભેટ ખોસાય, પણ પેટ મરાય ? તને તો હવે ઘડીકે અમારાથી ન રખાય.' એમ કહી સાસુએ કાળા ઘોડા ને કાળો રથ મગાવ્યો. અંજનાને કાળાં વસ્ત્ર ને કેડે કાળો કંદોરો બાંધ્યો. પછી રથવાળાને આજ્ઞા આપી. મારા રાજ્યની સીમ બહાર તેને મૂકી આવ. અંજના તથા વસંતમાળા રથમાં ચડીને ચાલ્યાં. આ વખતે દુ:ખનો પાર શેનો રહે ! પવનવેગે ચાલતો રથ સાંજટાણે પ્રáાદ રાજાની સીમ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વટાવીને જંગલના મોઢે આવી ઊભો. સારથિ અટક્યો. અંજનાને પગે લાગીને બોલ્યોઃ બહેન ! લાચારીથી મારે તમને અહીં છોડવાં પડે છે.’ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ અંજના કહે, ‘ભાઈ ! તું તારે જા. અમારા નસીબમાં જે દુઃખ લખ્યાં હશે તે અમે ભોગવીશું. અમારા માટે તારો જીવ જોખમમાં નાખીશ નહીં.’ સારથિ અંજના તથા વસંતમાળાને ભયંકર જંગલમાં મૂકીને પાછો ગયો. તેઓ ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યાં. * રાતનું અંધારું ચોતરફ ફેલાવા લાગ્યું છે. એક તો જંગલ ને તેમાં અંધારું ઘો૨. વળી તેમાં જાનવરોનો શોરબકોર. અંજના તથા વસંતમાળા એક ઝાડ નીચે બેસી રહ્યાં ને આખી રાત પ્રભુ-સ્મરણમાં ગાળી. સતીના સતના પ્રભાવે તેમના જીવને જોખમ ન થયું. વહાણું વાયું એટલે ચાલવા લાગ્યાં. છેક સાંજે જંગલ વટાવીને બહાર નીકળ્યાં. બીજા દિવસે પોતાના પિતાને પાદર આવીને ઊભાં. અંજનાનો પિયર જતાં જીવ ચાલતો નથી. તે વિચા૨ ક૨ે છેઃ ‘કયા મોઢે હું પિયર જાઉં ? સારા વખતે સૌ માન આપે, પણ અત્યારે મારી શી હાલત થાય ?” આમ વિચાર કરીને પિયર તરફ ડગ ભરતી નથી. એટલે વસંતમાળા કહે : “બહેન ! મનમાં નકામી ચિંતા શા માટે કરો છો ? For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૩ તમારી સાસુએ કલંક ચઢાવ્યું. પણ તમે નિર્દોષ છો, એટલે શો વાંધો છે ? તમારાં માતપિતા સાચી હકીકત જાણશે ને તમને કાંઈ વાંધો નહીં આવે. એટલે અંજના ચાલી. રાજમહેલના બારણે આવી, એક સેવક જોડે પોતાના પિતાને ખબર મોકલ્યા. રાજકુમારીની આ હાલત જોઈને સેવક અચંબો પામ્યો. તેણે જઈને અંજનાએ મોકલેલો સંદેશો કહ્યો. રાજા વિચારમાં પડી ગયો. વગર પરિવારે, વગર ખબર મોકલ્યું આવી હાલતમાં પુત્રી કેમ આવી હશે ! માણસનું કાંઈ ન કહેવાય ! જો આવી પુત્રીને હું સંઘરીશ તો પ્રજા પણ ખરાબ ચાલે ચાલશે. પછી એને હું શી રીતે અટકાવી શકીશ? માટે એવી પુત્રીનું મોટું પણ મારાથી ન જોવાય. ગમે તેમ હોય, પણ આ પુત્રીને આપણાથી ન જ રખાય. આમ વિચાર કરી તેને ગમે ત્યાં ચાલ્યા જવાની આજ્ઞા કરી. દ્વારપાળે રાજાનો હુકમ બજાવ્યો. માને ખબર પડી, પણ રાજાના હુકમની ઉપરવટ શું જવાય ! ભાઈઓ પણ કાંઈ ન બોલ્યા. ભૂખથી પીડાયેલી, થાકથી લોકપોથ થઈ ગયેલી ને સહુએ તજેલી અંજના નગરમાંથી બહાર નીકળીને ચાલવા લાગી. અંજનાના પગે હવે લોહીની ધારો થાય છે. શરીર લથડિયાં ખાય છે, છતાં તેણે કહ્યું: ‘વસંતમાળા ! હવે તો કોઈ દૂર જંગલમાં ચાલો. આ નિર્દય માણસોનાં મોં જોવા ગમતાં નથી. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ મને તો એના કરતાં ભયંકર વાઘ-સિંહ વધુ વહાલા લાગે છે. ત્યાં ફળફૂલ ખાઈને ગુજારો કરીશું ને જીવન પૂરું કરીશું.' વસંતમાળા ખરેખરી વફાદાર હતી. તે અંજનાને લઈ ચાલી. ૧૪ ચાલતાં ચાલતાં તેઓ એક ઘોર જંગલમાં આવ્યાં. ત્યાં એક ગુફામાં કોઈ મુનિરાજ ધ્યાન ધરીને ઊભેલા જોયા. તેમને આ બંનેએ વંદન કર્યું. પછી પોતાની બધી હકીકત કહી. મુનિ કહે, ‘હવે તમારા દુઃખનો અંત આવી ગયો છે. માટે તમે ઈશ્વરનું સ્મરણ કરો ને ધર્મધ્યાનમાં વખત ગાળો.' મુનિ ધ્યાનમાંથી ઊઠીને ચાલ્યા ગયા. અંજના અને વસંતમાળા હવે ક્યાં જવું ને ક્યાં રહેવું તેનો વિચાર કરવા લાગ્યાં. બિહામણા જંગલથી ભયભીત થઈ ચારે તરફ તેઓ નજર નાખે છે, પણ ઘોર જંગલમાં તે નજર ક્યાં પડે ! તેઓ હજુ વિચાર કરે છે એવામાં એકાએક સિંહની ત્રાડ સાંભળી, ને તે પોતાના તરફ આવતો હોય એમ જણાયું. અંજના ને વસંતમાળાએ જીવવાની આશા છોડી. છેવટનું જિનરાજનું નામ સંભારી લીધું. ઘડીમાં તો સિહની ગર્જના તદ્દન નજીક સંભળાઈ ને બીજી પળે તે પોતાના ઉપર ધસશે એમ બંનેને લાગ્યું, પણ નસીબ બળવાન છે. સતીનું સત વહારે ચડ્યું. સામે આવતાં જ તે શાંત થઈ ગયો, બીજી બાજુ ચાલ્યો ગયો. અંજનાએ તો વાઘની બોડમાં જ વાસો કર્યો. શું સુંદર For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ગુફા ! રાજમહેલ પણ આવા મીઠા નહોતા લાગતા. એમ કરતાં અંજનાને નવ માસ પૂરા થયા. સુવાવડનો વખત થયો. રાતના પાછલા પહોરે અંજનાએ એક મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. વસંતમાળાએ જંગલમાંથી મળી શકતી વસ્તુઓ લાવીને તેની સુવાવડ કરી. - કુંવર તો મહાબળિયો થયો છે. સિંહબાળ સાથે કુસ્તી કરે છે : ગજબાળ પર ચઢે છે. ને વન–જંગલમાં આણ વર્તાવે છે. એક વખત પૂનમની રાત છે. આકાશમાં ચાંદો પૂરેપૂરો ખીલ્યો છે. અંજનાનો કુંવર તેને પકડવાનો હાથથી પ્રયત્ન કરે છે. આવા વખતે અંજનાને પોતાના પતિ યાદ આવ્યા. તેણે મનને ઘણુંયે રોક્યું, પણ તેનાથી રહેવાયું નહીં. તે મોટા સાદે વિલાપ કરવા લાગીઃ “હા પુત્ર ! તું પણ કેવા યોગમાં જન્મ્યો કે તારો જન્મ મહોત્સવ કરી શકી નહીં. અને તારે આ જંગલમાં ઊછરવા વખત આવ્યો !” વગેરે વગેરે. બરાબર એ જ સમયે હનુપુરનો રાજા સુરસેન આ જંગલમાંથી પસાર થતો હતો. તે યાત્રા કરીને પાછો વળતો હતો. તે આ વિલાપ સાંભળી અટકી ગયો ને તપાસ કરતો કરતો અંજનાની ગુફા આગળ આવ્યો. તેણે બધી હકીકત પૂછી. અંજનાએ પહેલેથી છેલ્લે સુધી પોતાની બધી હકીકત કહી. તરત જ સુરસેન બોલી ઊઠ્યો: ‘અરે અંજના ! તું તો For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - .૪ મારી ભાણેજ થાય. ચાલ બહેન ચાલ. તું મારા નગ૨માં ૨હે. બધાં સારાં વાનાં થશે.’ એમ કહીને તે ત્રણેને લઈ ચાલ્યો. હનુપુરમાં આ ત્રણેનો ખૂબ આદરસત્કાર કર્યો અને કુમારનું નામ હનુપુર ઉ૫૨થી હનુમાન પાડ્યું. આ કુમારનું તેજ અલૌકિક છે. તેનો પ્રતાપ અપૂર્વ છે. અહીં પવનજિત યુદ્ધમાંથી પાછા ફર્યા. અંજનાને મળવાને મન તલપાપડ થયું છે. તેમનો ખૂબ ધામધૂમથી નગરમાં પ્રવેશ થયો. માતાપિતાને તેમણે વંદન કર્યું. પછી ઉતાવળા ઉતાવળા અંજનાના મહેલ તરફ ચાલવા લાગ્યા ત્યારે માએ સમાચાર કહેવડાવ્યા : બેટા ! તારી એ પાપિણી વહુને અમે ઘરમાંથી કાઢી મૂકી છે.’ આ સાંભળી પવનજિત બોલી ઊઠ્યાઃ અરે ! એ બિચારી સતી સ્ત્રી છે. એની હકીકત તદ્દન સાચી હતી. તે હવે કાં ગઈ હશે ? તેનું શું થયું હશે !’ પવનજિત તરત ચઢ્યા ઘોડે. પલાણ કર્યું ને અંજનાના પિયર તરફ દોડ્યા, ત્યાં પહોંચીને તપાસ કરી તો ખબર પડી કે અંજના અને વસંતમાળા અહીં આવ્યાં હતાં, પણ તેમને કાઢી મૂક્યાં છે. પવનજિતને ખૂબ ખેદ થયો. હવે અંજનાને ક્યાં શોધવી ? તેનો પત્તો શી રીતે લાગે ? તેઓ દુ:ખી હૃદયે અંજનાની શોધમાં ચારે બાજુ ફ૨વા For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૭ લાગ્યા. “અરે, સતી સ્ત્રીને મેં સંતાપી. મારું ભલું કેમ થશે ? આ પાપમાંથી યે ભવ છૂટીશ?” તેમણે નિશ્ચય કર્યો કે થોડા વખતમાં અંજના મળે તો જીવવું, નહીંતર અગ્નિમાં પ્રવેશ કરીને પાપનું પ્રાયશ્ચિત્ત કરવું. ચારે બાજુ તપાસ કરતાં ખબર પડી કે અંજના તેને મોસાળ હનુપુરમાં છે. એટલે પવનજિત તરત હનુપુર ગયા. તેનાં માબાપ ને સાસુ–સસરા પણ અંજનાને મળવા હનુપુર આવ્યાં. અહીં સુરસેને બધાંનું સ્વાગત કર્યું ને પવનજિત, અંજના તથા પોતાના પુત્રને મળ્યા. સતીને પાયે પતિ પડ્યો છે : “હે સતી નાર, અમને ક્ષમા કરો.” શાણી સ્ત્રી કહે છે, “સતિયાંનાં સત પરખાયાં. આ રહ્યો તમારો પુત્ર. વનનો વાઘ ને પુરનો સિંહ.' એકબીજાનાં હૈયાં અનેરો આનંદથી ઊભરાય છે. પવનજિત હનુમાનને પોતાના ખોળામાં બેસાડી માથે હાથ ફેરવે છે. અંજના તથા વસંતમાળાએ બધી હકીકત પૂછી. પવનજિતે પણ પોતાની બધી હકીકત કહી. થોડા દિવસ અહીં રહી પવનજિત અંજના, હનુમાન તથા પોતાનાં માબાપ સાથે પોતાના ગામ આવ્યાં. રાજા મહેન્દ્ર તથા મનોવેગા પણ પોતાને ગામ ગયાં. કુમાર હનુમાને બધી જાતની વિદ્યાઓ શીખી પોતાનું અભુત જીવન કેવી રીતે ગાળ્યું તે કોઈ વખત એમની જુદી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ વાતમાં કહીશું. પવનજિત રાજપાટ ભોગવે છે ને હનુમાનનાં પરાક્રમ સાંભળીને રાજી થાય છે. કેટલાંક વર્ષો અંજના તથા પવનજિતે સુખમાં પસાર કર્યાં. એક વખત રાત્રિના પાછલા પહોરે અંજના પોતાના જીવનનો વિચાર કરે છે. તેને લાગ્યું કે હવે સંયમ લઈને આત્માનું કલ્યાણ કરીએ. તેણે પોતાનો વિચાર પવનજિતને જણાવ્યો. પવનજિત કહે, હજી તો આપણે નાના છીએ. થોડાં વરસો પછી સંયમ લઈએ. અંજના કહે, “સ્વામીનાથ ! કોણ જાણે છે, આપણું આયુષ્ય કેટલું છે. ધર્મના કામમાં ઢીલ ન કરવી.’ પવનજિતને અંજનાની સમજાવટથી વૈરાગ્ય થયો. બંને દીક્ષા લેવા તૈયાર થયાં. હનુમાનને અંજના પર ઘણો જ પ્રેમ છે. તે માતાને રજા આપવા તૈયાર નથી. અંજનાએ તેને કહ્યું : “બેટા ! માતાપિતા ને બધો પરિવાર આ જીવનનો જ સંબંધી છે. એના મોહમાં આત્માને ન વિસારવો. તું સંસારમાં રહેજે, ને સંસારને શોભાવજે. સતિયાંની વહારે ધાજે.’ આટલું કહી પતિ-પત્ની રાજપાટ છોડી જંગલ તરફ ચાલી નીકળ્યાં. વાહ રે સતી અંજના ! પોતાનું સુધાર્યું ને પતિને તાર્યો. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા પવિત્ર ગંગાનો કાંઠો ને સુંદર ચંપાનગરી. અંગદેશની એ રાજધાની. રાજાનું નામ દધિવાહન. રાણીનું નામ ધારિણી. રાજારાણી બહુ ભલાં. ભાંગ્યાનાં તે ભેરુ ને પ્રજાનાં તે પાળનાર. તેમના રાજ્યમાં બધે આનંદ વરતે. નહિ ચોરચખારનો ભય, નહિ અધિકારીનો ત્રાસ. ગંગાજી બારે માસ રેલે ને ફળફૂલના અંબાર કરે. દુકાળનું તો ત્યાં નામનિશાન જ નહિ. એમને ઘેર દેવી જેવી એક દીકરી અવતરી. કોમળ એની કાયા ને અમૃત શી એની વાણી. એને જોતાં આંખ ધરાય જ નહિ. નામ એનું વસુમતી. વસુમતી સોનાને ઘૂઘરે રમતી મોટી થઈ. માબાપને તે ખૂબ વહાલી. સહિયરોનો તો જાણે પ્રાણ. માબાપે જાણ્યું કે વસુમતી હવે સમજણી થઈ છે, એટલે તેના માટે શિક્ષકો રાખ્યા. તેમની આગળ તે લખતાં શીખી, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૪ - - - - - - વાંચતાં શીખી, ગણિત શીખી, ગાતાં શીખી. ફળફૂલ ઉછેરવામાં તે ખૂબ હોશિયાર થઈ. વીણા-સારંગી વગાડવામાં તો તેની જોડ જ નહિ. પછી તેના માટે ધર્મપંડિતો રાખ્યા. તેમની પાસેથી વસુમતીએ ધર્મસંબંધી ઊંડું જ્ઞાન મેળવ્યું. એક તો પૂર્વભવના સંસ્કાર ને તેમાં સગુણી માતાપિતા મળ્યાં. વસુમતીનો ઘણો વિકાસ થયો. એક વખત રાજારાણી વહેલાં ઊઠી ઇષ્ટદેવનું સ્મરણ કરે છે, ત્યાં સિપાઈઓ દોડતા આવ્યા. નમસ્કાર કરી હાંફતાં હાંફતાં કહેવા લાગ્યા : “મહારાજ ! મહારાજ ! કૌશામ્બીના રાજા શતાનિકનું લશ્કર ચડી આવ્યું છે. અમે નગરના દરવાજા બંધ કરી દીધા છે, હવે ફરમાવો આજ્ઞા.' રાજા કહે, “વગાડો લડાઈનાં નગારાં ને થાઓ લડવા તૈયાર.” તડાંગલિંગ તડાંગધિંગ... લડાઈનાં નગારાં વાગવા લાગ્યાં. જોતજોતામાં સહુને જાણ થઈ કે નગરને ઘેરો ઘલાયો છે એટલે લડવાને તૈયાર થયા. શરીરે પહેર્યા બખ્તર ને કમ્મરે લટકાવી ચકચકતી તલવારો. ખભે બાંધી ઢાલો ને પીઠ પર લટકાવ્યાં તીરનાં ભાથાં. પછી લીધાં એક હાથમાં ધનુષ્ય ને બીજા હાથમાં For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા . . . . . . . પાણીદાર ભાલા. એ તો ચડ્યા સહુ નગરના કોટ ઉપર ને ફેંકવા માંડ્યા તીર. સણણ સણણ તીરોનો વરસાદ વરસવા લાગ્યો. તીર વાગે ને માણસ મરે, પણ લશ્કર ઘણું મોટું. બેપાંચ મર્યા તોયે શું? એ તો પૂરપાટ દોડતું જ આવે. થોડી વારમાં લશ્કર કોટ આગળ આવ્યું. કોટની આગળ ખાઈ. પાણીથી તે ભરેલી, પણ લશ્કર આગળ લાકડાના પુલ ને મોટી નિસરણીઓ. તીરોના વરસાદમાં પણ ખાઈ પર પુલ મંડાયા. તેના પરથી નિસરણીઓ કોટની રાંગે અડી. તીરોનો વરસાદ વરસે ને માણસો મરાય, પણ લડવૈયાઓ નિસરણી પર ચડ્યે જ જાય, ચડ્યું જ જાય. કોટના કાંગરે આવતાં ભાલાનો મારો શરૂ થયો. માણસો ટપોટપ હેઠા પડવા મંડ્યા, તોય બીજા માણસો ચડ્યે જ જાય. શતાનિક રાજાના માણસો થોડી વારમાં આવ્યા કોટ ઉપર. ત્યાં થઈ તલવારની ઝપાઝપી. તેમાં કૌશબીનું લશ્કર જીત્યું. કેટલાક સિપાઈઓએ જઈને નગરના દરવાજા ઉઘાડી નાખ્યા. એટલે લશ્કર બધું અંદર પેઠું. દધિવાહન રાજા જીવ લઈને નાઠા. તેમનું લશ્કર પણ જીવ લઈને નાઠું. તેઓ જાણતા હતા કે શતાનિકના હાથમાં પડ્યા તો મર્યે જ છૂટકો છે. શતાનિકે પોતાના લશ્કરને જાહેર કર્યું, નગરમાં લૂંટ ચલાવો ને લેવાય તે લો.” ગાંડાતૂર બનેલા સિપાઈઓ લૂંટ ચલાવવા લાગ્યા. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૪ تونن...ن નગરઆખામાં હાહાકાર મચી રહ્યો. ચારે બાજુ દોડાદોડ ને ચીસાચીસ થઈ રહી. ધારિણી ને વસુમતી રાજમહેલમાંથી નીકળીને નાઠાં. આખા નગરમાં શતાનિક રાજાએ પોતાની આણ વર્તાવી. પણ ધારિણી ને વસુમતીનું શું થયું? તેઓ નગરમાંથી બહાર નીકળી ગયાં, પણ એવામાં શતાનિક રાજાના એક સાંઢણી સવારે તેમને જોયાં. ખૂબ રૂપાળાં માદીકરીને જોઈ તેણે વિચાર કર્યો કે ચંપાનગરીમાંથી લેવા જેવી વસ્તુઓ તો આ છે. એટલે બંનેને પકડ્યાં ને બાંધીને બેસાડ્યાં સાંઢણી ઉપર. સાંઢણી મારી મૂકી. સાંઢણી ઝપાટાબંધ રસ્તો કાપી રહી છે. નથી ગણતી નદી-નાળાં, નથી ગણતી જાળાં-ઝાંખરાં. પવનવેગે રસ્તો કાપતી તે એક ઘોર જંગલમાં આવી. બિહામણાં ત્યાંનાં ઝાડ, બિહામણો ત્યાંનો રસ્તો. માણસ તો કોણ ત્યાં નજરે પડે ! પશુપંખી હરે, ફરે ને મજા કરે. અહીં ધારિણીએ પૂછ્યું, ‘તમે અમને શું કરશો ?' સવાર કહે : “અરે બાઈ ! તું કોઈ વાતની ચિંતા કરીશ નહિ. તને સારું સારું ખવડાવીશ, સારું સારું પહેરાવીશ અને મારી સ્ત્રી બનાવીશ.” For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા - - - - - - આ સાંભળતાં જ ધારિણીને માથે જાણે વીજળી પડી. તે વિચારવા લાગી, “અહો ! ક્યું મારું કુળ ? કયો મારો ધર્મ? આજ મારે આવું સાંભળવા વખત આવ્યો ! ધિક્કાર છે ઓ જીવ ! આવા અપવિત્ર શબ્દો સાંભળવા કરતાં તો શરીરને છોડી તું કેમ ચાલ્યો જતો નથી ! શિયળભંગ થઈને જીવવા કરતાં અત્યારે જ મરી જવું હજાર ગણું ઉત્તમ છે.” આવા વિચાર કરતાં ધારિણીના હૃદય પર ખૂબ અસર થઈ. તે મડદું થઈને ધરણી પર ઢળી પડી. આ જોતાં જ વસુમતી ચીસ પાડી ઊઠી : “ઓ માતા, ઓ વહાલી માતા ! ભરજંગલમાં મને જમના હાથમાં મૂકી ક્યાં ચાલી ગઈ? રાજ રોળાયું ને બંધનમાં પડી ત્યાં મારે તારો જ આધાર હતો, તે તું પણ આજ ચાલી ગઈ!' આમ વિલાપ કરતાં તે બેભાન થઈ ગઈ. પેલા સાંઢણી સવારે આ જોઈ વિચાર્યું. મારે આવા શબ્દો આ બાઈને નહોતા કહેવા જોઈતા, પણ ખેર ! હવે આ કુંવરીને તો કાંઈ જ ન કહેવું. નહિતર એ પણ એની માની માફક મરણ પામશે.” આમ વિચારીને તે વસુમતીની આગતાસ્વાગતા કરવા લાગ્યો. વસુમતી ભાનમાં આવી એટલે તેને મીઠા શબ્દ બોલાવવા લાગ્યો, “અરે બાળા ! ધીરજ ધર, જે થવાનું હતું તે થઈ ગયું. શોક ર્યે શું થશે ? શાંત થા. તને કોઈ પણ જાતની આંચ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૪ નહિ આવે.” આમ મીઠા વચને સમજાવતો તે કૌશામ્બી નગરીમાં આવ્યો. કૌશામ્બી શહેર તો જાણે માણસોનો દરિયો. અધધધ ! શું રસ્તા પર માણસોની ભીડ ! દેશદેશાવરના માણસો આવે. કાફલા લાવે ને માલના અદલાબદલા કરે. ત્યાં બધી જાતની વસ્તુઓ વેચાય. અનાજ ને કરિયાણાં વેચાય. પશુપક્ષી વેચાય ને માણસો પણ વેચાય. પેલા સાંઢણી સવારે વિચાર કર્યો, ‘આ કન્યા ખૂબ રૂપાળી છે. એને વેચીશ તો ખૂબ નાણાં મળશે. માટે ચાલ આ બજારમાં તેને વેચી દઉં.” વસુમતીને એ બજારમાં લાવ્યો ને વેચવાને ઊભી રાખી. એનું રૂપ અપાર હતું. જે જુએ તે અંજાઈ જતા. એટલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં. તેનું મૂલ્ય પૂછવા લાગ્યા. વસુમતીને આ વખતે કેવું થયું હશે ? રાજમહેલમાં રહેનારી ને સેંકડો નોકરોની સેવા લેનારીને આજે ભરબજારમાં વેચાવા વખત આવ્યો. - વસુમતી નીચું મોં રાખી ઊભી છે. “ઓ જગબન્ધવ ! ઓ જગનાથ ! જે બળે તમે મુક્તિ મેળવી તે બળ મારામાં પ્રગટો. મારા શિયળની સંપૂર્ણ રક્ષા થાઓ.' આવી સ્તુતિ તે કરી રહી છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા - - એવામાં આવ્યા એક શેઠ. તેમનું નામ ધનાવહ. પ્રેમની તે મૂર્તિ. દયાનો તે ભંડાર. વસુમતીને જોતાં જ તેમનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. તે વિચારવા લાગ્યા, “અહો ! કોઈ ઊંચા કુળની બાળા છે. બિચારી દુઃખની મારી આ પિશાચને હાથ પડી લાગે છે. જરૂર બિચારી કોઈ નીચના હાથમાં સપડાશે. માટે મોં માગી કિંમત આપીને હું જ તેને ખરીદી લઉં. મારે ત્યાં રહેશે તો વખતે તેનાં માબાપ મળશે ને બિચારી ઠેકાણે પડશે.' આમ વિચારી તેમણે મોં માગી કિંમત આપી વસુમતીને ખરીદી લીધી. ધનાવહ શેઠે પૂછયું, “અરે બહેન ! તું કોની પુત્રી છે?” વસુમતીને આ સાંભળી અત્યંત દુઃખ થયું. પોતાનાં માતાપિતા નજર આગળ તરવરવા લાગ્યાં. ક્યાં ચંપાનગરીની રાજકુંવરી ! ક્યાં કોશામ્બીના રાજમારગમાં વેચાયેલી દાસી ! તે કાંઈ જવાબ આપી શકી નહિ. ધનાવહે જાણ્યું કે આ કુલીન ઘરની બાળા હશે, એટલે કાંઈ કહી શકતી નથી. બિચારીને આ સવાલથી ખૂબ દુઃખ થયું જણાય છે. એટલે તેમણે ફરીથી એ સંબંધી કાંઈ જ પૂછ્યું નહિ. ઘેર આવી પોતાની સ્ત્રી મૂળાને કહ્યું: ‘પ્રિયે ! આ આપણી પુત્રી છે, એને બરાબર રાખજે!” મૂળા તેને સારી રીતે રાખવા For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ લાગી. વસુમતી અહીં ઘર ગણીને જ રહેવા લાગી. પોતાનાં મીઠાં વચનથી ધનાવહ શેઠને તથા બીજાઓને આનંદ આપવા લાગી. એનાં વચનો ચંદન જેવાં શીતળ હતાં એટલે શેઠે તેનું નામ પાડ્યું ચંદના. ૨૬ ચંદના જુવાન થઈ. ફૂટડી તો હતી જ. અને જુવાન થઈ એટલે તેનું રૂપ ખીલી ઊઠ્યું. આ જોઈ મૂળા શેઠાણી વિચા૨વા લાગ્યાં, શેઠ આને દીકરી કરીને રાખે છે, પણ એના રૂપથી મોહિત થઈને જરૂ૨ તેને પરણશે. અને જો તેમ થાય તો મારું જીવતર ધૂળ મળ્યું.' આવા આવા વિચારોથી મૂળા શેઠાણી ચિંતામાં પડ્યાં. ગ્રીષ્મ ઋતુ આવી છે. માથું ફાડી નાખે તેવો તાપ પડે છે. ધૂળના ગોટેગોટા ઊડે છે. અંગારા જેવો પવન ફૂંકાઈ રહ્યો છે. બિચારાં પશુ-પક્ષીઓ પણ તાપથી ત્રાસ પામી રહ્યાં છે. આવા વખતમાં તાપથી કંટાળીને શેઠ ઘેર આવ્યા. આમતેમ જોયું, પણ પગ ધોનાર કોઈ નોકર હાજર નહિ. ચંદના આ વખતે ત્યાં ઊભી હતી. તે સમજી ગઈ. ખૂબ વિવેકી હોવાથી જાતે પાણી લાવી પિતાના પગ ધોવા લાગી. માથું નમાવીને પગ ધોતાં તેનો કાળો ભમ્મર ચોટલો છૂટી ગયો ને નીચે કાદવમાં પડ્યો. શેઠે જોયું કે ચંદનનો ચોટલો કાદવમાં પડ્યો છે, એટલે તેને લાકડીથી ઊંચો કર્યો ને પ્રેમથી બાંધી For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચંદનબાળા : - - - - લીધો. મૂળા શેઠાણી બરાબર ગોખે ઊભાં હતાં. તેમણે આ જોયું. એટલે પોતાની ધારેલી શંકા મજબૂત થઈ. તે વિચારવા લાગ્યાં : “શેઠે આનો અંબોડો બાંધ્યો એ જ પ્રેમની નિશાની છે. માટે મારે વેળાસર ચેતી જવું. જો આ બાબતને હવે વધવા દઈશ તો મને જ ભારે પડશે.” આવો વિચાર કરીને તેઓ નીચે આવ્યાં અને શેઠને જમાડ્યા. શેઠે જમીને થોડો આરામ લીધો અને ફરીથી પાછા બહાર ગયા. આ વખતે મૂળાએ પોતાનું કામ શરૂ કર્યું. એક હજામને બોલાવી ચંદનાના કાળા ભમ્મર કેશ કાપી નખાવ્યા. માથે કરાવ્યો મૂડો. પછી પગમાં નાખી બેડીઓ ને લઈ ગઈ દૂરના ઓરડામાં. ત્યાં ખૂબ માર માર્યો ને કમાડ કર્યા બંધ. પછી બધા નોકરોને બોલાવીને ધમકી આપી કે ખબરદાર ! જો કોઈએ શેઠને વાત કરી તો વાત કરનાર મૂઓ જ સમજજો. બધા નોકરોને આવી ધમકી આપી પોતે પહોંચી ગયાં પિયર. સાંજ પડી એટલે શેઠ ઘેર આવ્યા. આડુંઅવળું જોયું, પણ ક્યાંય ચંદનાને ન જોઈ. એટલે પૂછ્યું: “ચંદના ક્યાં છે ?” શેઠાણીની ધાક ભારે હતી. એટલે કોઈએ ઉત્તર આપ્યો નહિ. શેઠે ધાર્યું કે આડીઅવળી હશે. બીજા દિવસે પણ ચંદનાને ન જોઈ. એટલે ફરી પૂછ્યું : ‘ચંદના ક્યાં છે?” તે વખતે પણ કોઈએ ઉત્તર આપ્યો નહિ. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ શેઠે ધાર્યું કે ક્યાંક બેસવા ગઈ હશે, પણ ત્રીજા દિવસેય ચંદનાને ન જોઈ ત્યારે શેઠ બહુ ગુસ્સે થયા. તેમણે નોકરોને ધમકાવીને પૂછ્યું. ‘અરે ! સાચું બોલો, ચંદના ક્યાં છે ? જલદી કહી દો નહીંતર તમને ભારે શિક્ષા કરીશ;' ત્યારે એક વૃદ્ધ ડોશીએ હિમ્મત લાવીને બધી વાત કહી. ૨૮ શેઠને આ સાંભળી પારાવાર દુઃખ થયું. તે બોલી ઊઠ્યા : અરે બતાવ તે જગ્યા ! ક્યાં છે મારી વહાલી ચંદના ? હત્ દુષ્ટ સ્ત્રી ! આવો કાળો કામો શું સૂઝ્યો ?'. પેલાં ડોસીએ ઓરડો બતાવ્યો. એટલે શેઠે તેનું બારણું ઉઘાડી નાખ્યું. જુએ તો ચંદનાના પગે બેડી ને માથે મુંડો. મોઢે નવકાર મંત્ર ને આંખે ચોધાર આંસુ. કમળને કરમાતાં શી વાર ? ચંદનાનું શરી૨ કરમાઈ ગયું હતું. શેઠની આંખમાંથી દડ દડ દડ આંસુની ધાર થઈ. તે રડતાં રડતાં બોલ્યા, ‘પ્રિય ચંદના ! શાંત થા, શાંત થા ! બેટા, બહાર ચાલ, મારાથી તારી આસ્થિતિ નથી જોવાતી. તને ત્રણ દિવસના તો ઉપવાસ થયા. હાય ! આ કભારજા સ્ત્રી મને ક્યાંથી મળી ?” એમ કહી શેઠ રસોડામાં ભોજનની તપાસ કરવા લાગ્યા, પણ નસીબજોગે ત્યાં કાંઈ પણ ખાવાનું મળ્યું નહિ, પણ ખૂણામાં એક સૂપડામાં અડદના બાકળા પડેલા હતા. શેઠે તે સૂપડું ચંદનાને આપ્યું ને કહ્યું : ‘પુત્રી ! હું લુહારને બોલાવીને આવું ત્યાં સુધી તું આ બાકળાનું ભોજન કરજે.’ એમ કહી શેઠ બહાર For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા ગયા. ચંદના ઉંબરા ઉપર બેઠી. તેનો એક પગ અંદર છે, એક પગ બહાર છે. અહીં તે વિચાર કરે છે, અહો ! શું જીવનના રંગ! વાદળની છાયા જેવું જીવન છે.” આજે પાંચ માસ ને પચીસ દિવસ થયા. કૌશામ્બીમાં કોઈ મહાયોગી ભિક્ષા માટે ફરી રહ્યા છે. માણસો ભિક્ષા આપવા આવે છે, પણ તે યોગી ભિક્ષા દેનારની સામે જોઈને પાછા ફરે છે. આમ કેમ? શા માટે ભિક્ષા નહિ લેતા હોય ? તેમણે કાંઈક નિશ્ચય કર્યો હોય તેમ જણાય છે, કે અમુક પ્રકારની જ ભિક્ષા મળે તો લેવી. એવો તે શો નિશ્ચય છે? અરે ! બહુ આકરો. “કોઈ સતી ને સુંદર રાજકુમારી દાસી બનેલી હોય, પગમાં લોઢાની બેડીઓ હોય, માથે મૂંડો કરાવ્યો હોય, ભૂખી હોય ને રોતી હોય, એક પગ અંદર ને એક પગ ઉંબરાની બહાર રાખી બેઠેલી હોય, ખાવા માટે તેની પાસે અડદના બાકળા હોય, એ બાકળા વહોરાવે તો જ ભિક્ષા લેવી.” અહા ! કેટલો આકરો નિશ્ચય ! નગરમાં રાજા-રાણી ને સહુ લોક ઇચ્છે છે કે હવે યોગીરાજને પારણું થાય તો બહુ સારું. તેઓ આજે પણ નગરમાં ભિક્ષાને માટે આવેલા છે. ચંદના ઉપર પ્રમાણે વિચાર કરે છે ત્યાં તે યોગીરાજ પધાર્યા. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૪ તેમણે જોયું તો બધી બાબત બરાબર, પણ એક બાબત અઘરી. ચંદનાની આંખમાં આંસુ નહિ એટલે તે પાછા ફર્યા. ચંદનબાળાએ જોયું કે અતિથિ આવીને ભિક્ષા લીધા વિના પાછા જાય છે, એટલે તેને ઘણું જ દુઃખ થયું. આંખમાં આંસુ લાવીને તે બોલવા લાગી : “કૃપાનાથ ! પાછા કેમ જાઓ છો? મારા પર કૃપા કરો. આ અડદના બાકળા ગ્રહણ કરો. શું મને આટલો લાભ પણ નહિ મળે ?” તે યોગીરાજે જોયું કે ચંદનાની આંખમાં આંસુ છે એટલે એમણે પોતાનો હાથ લાંબો કર્યો. ચંદનાએ તેમને અડદના બાકળા વહોરાવ્યા. ' અરે, રાજરાણીનાં અન્ન પડ્યાં રહ્યાં. શેઠ–શાહુકારના ભર્યા ભાણા સામે જેમણે નજર ન કરી, એમણે કૌશામ્બીની એક દાસીના હાથના બાકળા લીધા ! આ યોગીરાજ તે કોણ? પ્રભુ મહાવીર. આ જ ક્ષણે ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. કુદરતમાં સઘળે આનંદ છવાયો. શેઠ લુહારને ઘેરથી પાછા આવ્યા, ત્યાં ચંદનાને પહેલાંના જેવી જોઈ ખૂબ હરખાયા. એટલામાં મૂળા શેઠાણી પણ ત્યાં આવી પહોંચ્યાં. એ પણ આ બધું જોઈ વિચારમાં પડ્યાં. ચંદના બંનેને પગે લાગી. પછી મૂળાને કહેવા લાગી, માતા ! આપનો મારા પર મોટો ઉપકાર થયો. ત્રણ જગતના નાથ પ્રભુ મહાવીરને મારે હાથે પારણું થયું.' For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા નગરના લોકોને આ વાતની ખબર પડી એટલે ટોળેટોળાં આવવા લાગ્યાં. સહુ વિચારવા લાગ્યાં : અરે, પિંજરના પંખીને ગુલામ ન બનાવીએ તો આ તો માણસ ! એને કેમ ગુલામ બનાવાય ? કેમ વેચાય ? કેમ ખરીદાય ?” રાજારાણી પણ ત્યાં આવ્યાં અને ચંદનાને ધન્યવાદ દેવા લાગ્યાં. ૩૧ સહુ ધન્યવાદ આપે છે, ત્યાં એક સિપાઈ આવી ચંદનાને પગે પડ્યો અને રડવા લાગ્યો. સહુએ પૂછ્યું, અરે ! આનંદના વખતે તું રડે છે કેમ ?” તે બોલ્યો, ‘આ તો છે રાજકુંવરી વસુમતી ! ચંપાનગરીના રાજા દધિવાહનની ધારિણી રાણીની પુત્રી ! ક્યાં તેનો વૈભવ, ક્યાં આજની ગુલામી દશા ! હું તેમનો સેવક હતો. ચંપાનગરી ભાંગી ત્યારે શતાનિક રાજા મને પકડી લાવ્યા અને તેથી મને ખૂબ દુઃખ થયું, પણ આ રાજકુંવરી આગળ મારું દુઃખ શું હિસાબમાં ?” રાજારાણી આ સાંભળી આશ્ચર્ય પામ્યાં. શતાનિક રાજાની રાણી મૃગાવતી બોલી : “અરે ધારિણી તો મારે બહેન થાય ! તેની આ પુત્રી ! ધિક્કાર છે આ રાજને ! ધિક્કાર છે આ વૈભવને ! ધિક્કાર છે ધનદોલતને, જે માણસની માણસાઈ ભુલાવે; ચંદનાને મૃગાવતી રાજમહેલમાં લઈ ગઈ. પણ ત્યાં વહાલી માતા યાદ આવી. તેની મધુરી વાણી યાદ આવી. ‘રાજમહેલનાં સુખ તો ચાર દિવસના ચટકા છે For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તેમાં શાન્તિ ક્યાંથી હોય ?” ચંદના રાજમહેલમાં રહે, પણ તેનું મન મહાવીરના ધ્યાનમાં. ન ત્યાંનાં ઘરેણાંગાંઠામાં લોભાય કે ન ત્યાંનાં મેવામીઠાઈમાં લોભાય, એ તો પોતાને ઢોરમાંથી મનુષ્ય બનાવનાર એ મહાયોગીને યાદ કરે. સદાયે મુખમાં વીર ! વીર ! વીર ! કરે. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ તેને મહાવીરના જીવનનો રંગ લાગ્યો, પણ વી૨ને હજી કેવળજ્ઞાન થયું નથી એટલે કોઈને ઉપદેશ દેતા નથી, કોઈને શિષ્ય કરતા નથી. ચંદનબાળા તેમને કેવળજ્ઞાન થવાની રાહ જોતી પવિત્ર જીવન ગાળવા લાગી. થોડા વખત પછી પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન થયું. એટલે ચંદનબાળાના મનોરથ પૂરા થયા. તેમણે પ્રભુ મહાવીરની આગળ દીક્ષા લીધી. એ જ પ્રભુ મહાવીરનાં પહેલાં ને મુખ્ય સાધ્વી. તેમણે આકરાં તપ કર્યાં. દોહ્યલાં સંજમ ધારણ કર્યાં અને એમ કરીને મન, વચન, કાયાને પૂરાં પવિત્ર બનાવ્યાં. અનેક રાજરાણીઓ અને બીજી સ્ત્રીઓ તેમની શિષ્યા બની. છત્રીસ હજાર સાધ્વીઓમાં તેઓ વડેરાં બન્યાં. આયુષ્ય પૂરું થતાં મહાસતી ચંદનબાળા નિર્વાણ પામ્યાં. ધન્ય છે તેમના શિયળને. ધન્ય છે તેમના તપ અને ત્યાગને ! . For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થંકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ H TACOS णमोआया आयरियाण ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને || જીવનમાં Serving Jin Shasan સેIIIIIIII IIIII સંર For Personal & Private Use Only