SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૪ તેમણે જોયું તો બધી બાબત બરાબર, પણ એક બાબત અઘરી. ચંદનાની આંખમાં આંસુ નહિ એટલે તે પાછા ફર્યા. ચંદનબાળાએ જોયું કે અતિથિ આવીને ભિક્ષા લીધા વિના પાછા જાય છે, એટલે તેને ઘણું જ દુઃખ થયું. આંખમાં આંસુ લાવીને તે બોલવા લાગી : “કૃપાનાથ ! પાછા કેમ જાઓ છો? મારા પર કૃપા કરો. આ અડદના બાકળા ગ્રહણ કરો. શું મને આટલો લાભ પણ નહિ મળે ?” તે યોગીરાજે જોયું કે ચંદનાની આંખમાં આંસુ છે એટલે એમણે પોતાનો હાથ લાંબો કર્યો. ચંદનાએ તેમને અડદના બાકળા વહોરાવ્યા. ' અરે, રાજરાણીનાં અન્ન પડ્યાં રહ્યાં. શેઠ–શાહુકારના ભર્યા ભાણા સામે જેમણે નજર ન કરી, એમણે કૌશામ્બીની એક દાસીના હાથના બાકળા લીધા ! આ યોગીરાજ તે કોણ? પ્રભુ મહાવીર. આ જ ક્ષણે ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. કુદરતમાં સઘળે આનંદ છવાયો. શેઠ લુહારને ઘેરથી પાછા આવ્યા, ત્યાં ચંદનાને પહેલાંના જેવી જોઈ ખૂબ હરખાયા. એટલામાં મૂળા શેઠાણી પણ ત્યાં આવી પહોંચ્યાં. એ પણ આ બધું જોઈ વિચારમાં પડ્યાં. ચંદના બંનેને પગે લાગી. પછી મૂળાને કહેવા લાગી, માતા ! આપનો મારા પર મોટો ઉપકાર થયો. ત્રણ જગતના નાથ પ્રભુ મહાવીરને મારે હાથે પારણું થયું.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy