SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાળા . . . . . . . પાણીદાર ભાલા. એ તો ચડ્યા સહુ નગરના કોટ ઉપર ને ફેંકવા માંડ્યા તીર. સણણ સણણ તીરોનો વરસાદ વરસવા લાગ્યો. તીર વાગે ને માણસ મરે, પણ લશ્કર ઘણું મોટું. બેપાંચ મર્યા તોયે શું? એ તો પૂરપાટ દોડતું જ આવે. થોડી વારમાં લશ્કર કોટ આગળ આવ્યું. કોટની આગળ ખાઈ. પાણીથી તે ભરેલી, પણ લશ્કર આગળ લાકડાના પુલ ને મોટી નિસરણીઓ. તીરોના વરસાદમાં પણ ખાઈ પર પુલ મંડાયા. તેના પરથી નિસરણીઓ કોટની રાંગે અડી. તીરોનો વરસાદ વરસે ને માણસો મરાય, પણ લડવૈયાઓ નિસરણી પર ચડ્યે જ જાય, ચડ્યું જ જાય. કોટના કાંગરે આવતાં ભાલાનો મારો શરૂ થયો. માણસો ટપોટપ હેઠા પડવા મંડ્યા, તોય બીજા માણસો ચડ્યે જ જાય. શતાનિક રાજાના માણસો થોડી વારમાં આવ્યા કોટ ઉપર. ત્યાં થઈ તલવારની ઝપાઝપી. તેમાં કૌશબીનું લશ્કર જીત્યું. કેટલાક સિપાઈઓએ જઈને નગરના દરવાજા ઉઘાડી નાખ્યા. એટલે લશ્કર બધું અંદર પેઠું. દધિવાહન રાજા જીવ લઈને નાઠા. તેમનું લશ્કર પણ જીવ લઈને નાઠું. તેઓ જાણતા હતા કે શતાનિકના હાથમાં પડ્યા તો મર્યે જ છૂટકો છે. શતાનિકે પોતાના લશ્કરને જાહેર કર્યું, નગરમાં લૂંટ ચલાવો ને લેવાય તે લો.” ગાંડાતૂર બનેલા સિપાઈઓ લૂંટ ચલાવવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy