________________
મહાસતી અંજના
- - - - - જેનાની ઉંમરમાં કાયાનાં કલ્યાણ કરશે. મારાં તેમને વંદન હો.”
આ શબ્દો પવનજિત સાંભળે છે. એના મનમાં રોષ ભરાય છે : “અરે, આ સ્ત્રી મારાં તો વખાણ કરતી નથી, ને વિદ્યુતપ્રભને વંદે છે. નક્કી એ વિદ્યુતપ્રભના પ્રેમમાં પડેલી છે. મારે ન ખપે આ અંજના ! અરે, જેનું મન પરપુરુષમાં રમતું હોય, એ ભલે સ્વર્ગની રંભા હોય, તો પણ દૂરથી દેખવા જેવી ને મનથી તજવા જેવી.
પણ ના, ના, એમ નહીં. આજે અંજના સાથે હું ન પરણું તો એ કોઈક બીજા રાજકુમારને જ વરશે ને સુખી થશે. એમ નહીં. હું જ પરણું ને પછી જ એને છાંડી દઉં. તો જ એનાં પાપની શિક્ષા થઈ કહેવાય.'
રૂપાની ચોરી બંધાઈ છે, તેમાં સોનાના કળશ મુકાયા છે. ભલાં ઢોલનગારાં વાગે છે ને મીઠી શરણાઈઓ ગહેકે છે. માંયરામાં વર-વહુ બેઠાં છે. પુરોહિત મંત્ર ભણે છે. પવનજિતનો અંજના જોડે હસ્તમેળાપ થયો.
પવનજિતને લાગ્યું કે તે અંગારાને અડકે છે. અંજનાને લાગ્યું તે અમૃતને અડે છે.
પવનજિત પરણી ઊતર્યા, એટલે સસરાએ પહેરામણી કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org