________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૪
تتتتتت
અંજનાકુમારી તો જોતજોતામાં મોટાં થઈ ગયાં. રાજાએ વરની ગોત કરી. અનેક કુંવર જોયા, એમાંથી બે પર હૈયું ઠર્યું.
એકનું નામ પવનજિત. રાજા પ્રફ્લાદનો પુત્ર. ભારે પરાક્રમી, ભારે શાણો.
બીજાનું નામ વિદ્યાપ્રભ. કલેયા કુંવર જેવો, પણ જ્યોતિષી કહે, અઢારમા વર્ષે એને વૈરાગ્ય થશે, છવ્વીસમા વર્ષે તો મોક્ષ પામશે. - રાજા કહે, “અંજના પવનજિતને વરશે. મોકલો કહેણ.' કહેણ ગયું ને સંબંધ નક્કી થયો.
લગ્નના દિવસો દૂર છે. પવનજિતને મનસૂબા થાય છે, પોતાની પત્નીને નીરખવાના. અરે, અંજના તે કેવી હશે ને કેવી નહીં. કુંવર પવનજિતે કર્યો વેશપલટો, ને આવ્યો સાસરાના નગરમાં.
સરખી સાહેલીઓ સાથે અંજના ફરવા નીકળી છે. ચતુર સખીઓ વિદ્યુતપ્રભની ને પવનજિતની સરખામણી કરે છે. સહુ પવનજિતનાં ખૂબ ખૂબ વખાણ કરી, વિદ્યુતપ્રભુના ટૂંકા આયુષ્યની ટીકા કરે છે. કહે છે, કે “અરે, એવા વરને તે કોણ વરે !'
મોટા મનવાળી અંજના કહે છેઃ ધન્ય છે વિદ્યુતપ્રભને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org