SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાળા - - એવામાં આવ્યા એક શેઠ. તેમનું નામ ધનાવહ. પ્રેમની તે મૂર્તિ. દયાનો તે ભંડાર. વસુમતીને જોતાં જ તેમનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. તે વિચારવા લાગ્યા, “અહો ! કોઈ ઊંચા કુળની બાળા છે. બિચારી દુઃખની મારી આ પિશાચને હાથ પડી લાગે છે. જરૂર બિચારી કોઈ નીચના હાથમાં સપડાશે. માટે મોં માગી કિંમત આપીને હું જ તેને ખરીદી લઉં. મારે ત્યાં રહેશે તો વખતે તેનાં માબાપ મળશે ને બિચારી ઠેકાણે પડશે.' આમ વિચારી તેમણે મોં માગી કિંમત આપી વસુમતીને ખરીદી લીધી. ધનાવહ શેઠે પૂછયું, “અરે બહેન ! તું કોની પુત્રી છે?” વસુમતીને આ સાંભળી અત્યંત દુઃખ થયું. પોતાનાં માતાપિતા નજર આગળ તરવરવા લાગ્યાં. ક્યાં ચંપાનગરીની રાજકુંવરી ! ક્યાં કોશામ્બીના રાજમારગમાં વેચાયેલી દાસી ! તે કાંઈ જવાબ આપી શકી નહિ. ધનાવહે જાણ્યું કે આ કુલીન ઘરની બાળા હશે, એટલે કાંઈ કહી શકતી નથી. બિચારીને આ સવાલથી ખૂબ દુઃખ થયું જણાય છે. એટલે તેમણે ફરીથી એ સંબંધી કાંઈ જ પૂછ્યું નહિ. ઘેર આવી પોતાની સ્ત્રી મૂળાને કહ્યું: ‘પ્રિયે ! આ આપણી પુત્રી છે, એને બરાબર રાખજે!” મૂળા તેને સારી રીતે રાખવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy