________________
ચંદનબાળા
ગયા. ચંદના ઉંબરા ઉપર બેઠી. તેનો એક પગ અંદર છે, એક પગ બહાર છે. અહીં તે વિચાર કરે છે, અહો ! શું જીવનના રંગ! વાદળની છાયા જેવું જીવન છે.”
આજે પાંચ માસ ને પચીસ દિવસ થયા. કૌશામ્બીમાં કોઈ મહાયોગી ભિક્ષા માટે ફરી રહ્યા છે. માણસો ભિક્ષા આપવા આવે છે, પણ તે યોગી ભિક્ષા દેનારની સામે જોઈને પાછા ફરે છે. આમ કેમ? શા માટે ભિક્ષા નહિ લેતા હોય ? તેમણે કાંઈક નિશ્ચય કર્યો હોય તેમ જણાય છે, કે અમુક પ્રકારની જ ભિક્ષા મળે તો લેવી.
એવો તે શો નિશ્ચય છે? અરે ! બહુ આકરો.
“કોઈ સતી ને સુંદર રાજકુમારી દાસી બનેલી હોય, પગમાં લોઢાની બેડીઓ હોય, માથે મૂંડો કરાવ્યો હોય, ભૂખી હોય ને રોતી હોય, એક પગ અંદર ને એક પગ ઉંબરાની બહાર રાખી બેઠેલી હોય, ખાવા માટે તેની પાસે અડદના બાકળા હોય, એ બાકળા વહોરાવે તો જ ભિક્ષા લેવી.”
અહા ! કેટલો આકરો નિશ્ચય !
નગરમાં રાજા-રાણી ને સહુ લોક ઇચ્છે છે કે હવે યોગીરાજને પારણું થાય તો બહુ સારું.
તેઓ આજે પણ નગરમાં ભિક્ષાને માટે આવેલા છે. ચંદના ઉપર પ્રમાણે વિચાર કરે છે ત્યાં તે યોગીરાજ પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org