Book Title: Mahasati Anjana Sati Chandanbala
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૪ - - - - - - વાંચતાં શીખી, ગણિત શીખી, ગાતાં શીખી. ફળફૂલ ઉછેરવામાં તે ખૂબ હોશિયાર થઈ. વીણા-સારંગી વગાડવામાં તો તેની જોડ જ નહિ. પછી તેના માટે ધર્મપંડિતો રાખ્યા. તેમની પાસેથી વસુમતીએ ધર્મસંબંધી ઊંડું જ્ઞાન મેળવ્યું. એક તો પૂર્વભવના સંસ્કાર ને તેમાં સગુણી માતાપિતા મળ્યાં. વસુમતીનો ઘણો વિકાસ થયો. એક વખત રાજારાણી વહેલાં ઊઠી ઇષ્ટદેવનું સ્મરણ કરે છે, ત્યાં સિપાઈઓ દોડતા આવ્યા. નમસ્કાર કરી હાંફતાં હાંફતાં કહેવા લાગ્યા : “મહારાજ ! મહારાજ ! કૌશામ્બીના રાજા શતાનિકનું લશ્કર ચડી આવ્યું છે. અમે નગરના દરવાજા બંધ કરી દીધા છે, હવે ફરમાવો આજ્ઞા.' રાજા કહે, “વગાડો લડાઈનાં નગારાં ને થાઓ લડવા તૈયાર.” તડાંગલિંગ તડાંગધિંગ... લડાઈનાં નગારાં વાગવા લાગ્યાં. જોતજોતામાં સહુને જાણ થઈ કે નગરને ઘેરો ઘલાયો છે એટલે લડવાને તૈયાર થયા. શરીરે પહેર્યા બખ્તર ને કમ્મરે લટકાવી ચકચકતી તલવારો. ખભે બાંધી ઢાલો ને પીઠ પર લટકાવ્યાં તીરનાં ભાથાં. પછી લીધાં એક હાથમાં ધનુષ્ય ને બીજા હાથમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36