________________
૧૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ -
.૪
મારી ભાણેજ થાય. ચાલ બહેન ચાલ. તું મારા નગ૨માં ૨હે. બધાં સારાં વાનાં થશે.’ એમ કહીને તે ત્રણેને લઈ ચાલ્યો.
હનુપુરમાં આ ત્રણેનો ખૂબ આદરસત્કાર કર્યો અને કુમારનું નામ હનુપુર ઉ૫૨થી હનુમાન પાડ્યું. આ કુમારનું તેજ અલૌકિક છે. તેનો પ્રતાપ અપૂર્વ છે.
અહીં પવનજિત યુદ્ધમાંથી પાછા ફર્યા. અંજનાને મળવાને મન તલપાપડ થયું છે. તેમનો ખૂબ ધામધૂમથી નગરમાં પ્રવેશ થયો. માતાપિતાને તેમણે વંદન કર્યું. પછી ઉતાવળા ઉતાવળા અંજનાના મહેલ તરફ ચાલવા લાગ્યા ત્યારે માએ સમાચાર કહેવડાવ્યા :
બેટા ! તારી એ પાપિણી વહુને અમે ઘરમાંથી કાઢી મૂકી છે.’
આ સાંભળી પવનજિત બોલી ઊઠ્યાઃ અરે ! એ બિચારી સતી સ્ત્રી છે. એની હકીકત તદ્દન સાચી હતી. તે હવે કાં ગઈ હશે ? તેનું શું થયું હશે !’
પવનજિત તરત ચઢ્યા ઘોડે. પલાણ કર્યું ને અંજનાના પિયર તરફ દોડ્યા, ત્યાં પહોંચીને તપાસ કરી તો ખબર પડી કે અંજના અને વસંતમાળા અહીં આવ્યાં હતાં, પણ તેમને કાઢી મૂક્યાં છે. પવનજિતને ખૂબ ખેદ થયો. હવે અંજનાને ક્યાં શોધવી ? તેનો પત્તો શી રીતે લાગે ?
તેઓ દુ:ખી હૃદયે અંજનાની શોધમાં ચારે બાજુ ફ૨વા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org