Book Title: Mahasati Anjana Sati Chandanbala
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ મહાસતી અંજના ગુફા ! રાજમહેલ પણ આવા મીઠા નહોતા લાગતા. એમ કરતાં અંજનાને નવ માસ પૂરા થયા. સુવાવડનો વખત થયો. રાતના પાછલા પહોરે અંજનાએ એક મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. વસંતમાળાએ જંગલમાંથી મળી શકતી વસ્તુઓ લાવીને તેની સુવાવડ કરી. - કુંવર તો મહાબળિયો થયો છે. સિંહબાળ સાથે કુસ્તી કરે છે : ગજબાળ પર ચઢે છે. ને વન–જંગલમાં આણ વર્તાવે છે. એક વખત પૂનમની રાત છે. આકાશમાં ચાંદો પૂરેપૂરો ખીલ્યો છે. અંજનાનો કુંવર તેને પકડવાનો હાથથી પ્રયત્ન કરે છે. આવા વખતે અંજનાને પોતાના પતિ યાદ આવ્યા. તેણે મનને ઘણુંયે રોક્યું, પણ તેનાથી રહેવાયું નહીં. તે મોટા સાદે વિલાપ કરવા લાગીઃ “હા પુત્ર ! તું પણ કેવા યોગમાં જન્મ્યો કે તારો જન્મ મહોત્સવ કરી શકી નહીં. અને તારે આ જંગલમાં ઊછરવા વખત આવ્યો !” વગેરે વગેરે. બરાબર એ જ સમયે હનુપુરનો રાજા સુરસેન આ જંગલમાંથી પસાર થતો હતો. તે યાત્રા કરીને પાછો વળતો હતો. તે આ વિલાપ સાંભળી અટકી ગયો ને તપાસ કરતો કરતો અંજનાની ગુફા આગળ આવ્યો. તેણે બધી હકીકત પૂછી. અંજનાએ પહેલેથી છેલ્લે સુધી પોતાની બધી હકીકત કહી. તરત જ સુરસેન બોલી ઊઠ્યો: ‘અરે અંજના ! તું તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36