________________
મહાસતી અંજના
*
શી રીતે ધારણ કર્યો ?”
અંજના કહે, “માતાજી ! આખરે તમારા પુત્રે મારી સંભાળ લીધી છે. તેઓ અહીં આવ્યા હતા. તેથી મારા મનની આશા ફળી છે. તેની નિશાની બદલ આ રહી તેમના નામની વટી.” એમ કહી વીંટી સાસુના હાથમાં મૂકી.
સાસુ કહે, ‘ઓ કુલટા ! વ્યભિચારી સ્ત્રીઓ છેતરવાનું બહુ સારી રીતે જાણે છે ! વીંટી બતાવી મને શા માટે છેતરે છે ? વીંટી ક્યાંયથી ચોરી લીધી હશે. મને બરાબર ખબર છે કે તારો પતિ તને બોલાવતો નહોતો. માટે અમારા ઘરમાંથી બહાર નીકળ.”
અંજના કહે, “માતાજી ! મારા પતિ આવે ત્યાં સુધી મને અહીં રહેવા દ્યો એટલે આપ સાચી હકીકત જાણશો.”
સાસુ કહે, “અરે વહુ ! સોનાની છરી ભેટ ખોસાય, પણ પેટ મરાય ? તને તો હવે ઘડીકે અમારાથી ન રખાય.'
એમ કહી સાસુએ કાળા ઘોડા ને કાળો રથ મગાવ્યો. અંજનાને કાળાં વસ્ત્ર ને કેડે કાળો કંદોરો બાંધ્યો. પછી રથવાળાને આજ્ઞા આપી. મારા રાજ્યની સીમ બહાર તેને મૂકી આવ.
અંજના તથા વસંતમાળા રથમાં ચડીને ચાલ્યાં. આ વખતે દુ:ખનો પાર શેનો રહે !
પવનવેગે ચાલતો રથ સાંજટાણે પ્રáાદ રાજાની સીમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org