Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના કળીને ખીલવવાની કળા જ્ઞાનીની કેવીક હોય તે ઉત્તરાર્ધમાં જોવા મળે છે. અહીં બે વર્ષથી બાર વર્ષના ભૂલકાંને ખીલવતાં જોઈએ તો ખૂબ ખૂબ શીખવા મળે ! પ્રેમ, સમતા ને આત્મીયતાના રંગ ! ડૉ. નીરુબહેન અમીન છોકરાંને ભણતર, ગણતર ને ઘડતર ત્રણે ય કઈ રીતે અપાય ? છોકરાં પરણવાલાયક થાય ત્યારે મોટો પ્રશ્ન આવીને ખડો થાય છે, પાત્રની પસંદગી કેવી ને કઈ રીતે કરવી ? પૂજ્યશ્રી, છોકરાઓને તેમજ છોકરીઓને ખુબ જ સુંદર માર્ગદર્શન આપે છે જેથી મા-બાપ, છોકરાં વચ્ચે સુમેળ રહી પાત્રની પસંદગી થાય ! છોકરીઓને સાસરીમાં બધાને પ્રેમથી વશ કરવાની સુંદર ચાવીઓ પૂજ્યશ્રી પૂરી પાડે છે. મા-બાપની સેવા, વિનય, એમનો રાજીપો લેવો, તેનું મહત્વ શું ને કઈ રીતે લેવાય ? અંતમાં ઘરડાંઓની વ્યથા ને તેના ઉકેલમાં ઘરડાંઘરની જરૂરિયાત ને અધ્યાત્મ જીવન કેમ જીવવું તેનું સુંદર માર્ગદર્શન પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થાય છે જે વાંચીને સમજતા મા-બાપ અને છોકરાઓ બન્નેને આદર્શ વ્યવહારમાં મૂકી દે છે. મા-બાપ છોકરાંનો થયો વ્યવહાર; અનંતકાળથી, ન તો ય આવ્યો પાર ! મેં ઉછેર્યાભણાવ્યા', ન બોલાય; ‘તમને કોણે ભણાવ્યા ?” ત્યાં શું થાય? છોકરાની ફરજો બધી છે ફરજિયાત ! તારું બધું કરનારો હતો જ ને બાપ ? અમસ્તો દબડાવીને ના આપ તાપ; મોટાં થઈને છોકરાં કરશે તારું શાક! છોકરાં આવાં હોય તેમ ખોળે; પોતે કેવાં બન્ને ઝગડે, તે ન તોલે! મા મૂળો ને બાપ હોય ગાજર ! છોકરાં સફરજંદ ક્યાંથી પ્રોપર ? એક બાળક ઉછેરવાની જવાબદારી; ભારતના વડાપ્રધાન કરતાં ભારી ! ‘તારા કરતાં જોઈ મેં વધારે દિવાળી; છોકરાં કહે, ‘તમે કોડીયામાં ને અમે વીજળી! મા-બાપના ઝઘડા, બગાડે બાળ માનસ; પડે આંટીઓ, માને એમને બોગસ! વઢીને ન સુધરે આજનાં છોકરાં કદિ; પ્રેમથી વળી, ઉજાળશે બે હજારની સદી! મારો-વઢો તો ય ન ઘટે પ્રેમ; પ્રેમથી જ થાય બાળ, મહાવીર જેમ! - જય સચ્ચિદાનંદ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52