Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 43
________________ (૧૮) પતિની પસંળી ! પરવશતા, નરી પરવશતા ! જ્યાં જુઓ ત્યાં પરવશ ! ફાધર કાયમ ઘેર રાખે નહિ. કહેશે, એના સાસરે જ શોભે અને સાસરામાં તો બધાં સાવ બેસી રહ્યા હોય વઢતાં. તું ય કહ્યું કે, ‘માજી, તમારું મારે શું કરવું ? મારે તો ધણી જ એકલો જોઈતો'તો ? ત્યારે કહે, “ના, ધણી-બણી એકલાનું ના ચાલે, આ તો લશ્કર આવશે જોડે. લાવ-લશ્કર સહિત.” (૪૯૦) પૈણવા માટે વાંધો નથી. પૈણવું પણ સમજીને પૈણો કે, ‘આવું જ નીકળવાનું છે.' એમ સમજીને પછી પૈણો. પૈણવાનો તો છૂટકો નથી અને કો'કને છે તે એવું ભાવ કરીને આવેલી હોય કે “મારે દીક્ષા લેવી છે કે મારે બ્રહ્મચર્ય લેવું છે.’ તો વાત જુદી છે. બાકી પૈણવાનું તો છૂટકો જ નથી. પણ પહેલેથી નક્કી કરીને પૈણીએને એ માહ્યરામાં કે આવું થવાનું છે એટલે પછી ભાંજગડ નહિ, પછી આશ્ચર્ય ના લાગે. એટલે નક્કી કરીને પેસીએ અને સુખ જ માનીને પેસીએ, તો પછી નરી ઉપાધિ જ લાગે ! આ તો દુ:ખનો સમુદ્ર છે. સાસુના ઘરમાં પેસવું એ તો કંઈ સહેલી વાત છે ? હવે ધણી કોઈ જગ્યાએ જ એકલો હોય કે એનાં મા-બાપ મરી ગયાં હોય ? (૪૯૦) સિવિલાઈઝડ એ લડે નહી. એ રાતે બન્ને સૂઈ જાય, વઢવઢ નહીં. જે અસિવિલાઈઝડ લાગે છે કે મનુષ્યો, તે આ ઝઘડા કરે, કકળાટ થાય બધું ! (૪૯૨) પ્રશ્નકર્તા : અમે અમેરિકન છોકરાઓ જોડેની પાર્ટીમાં હવે નથી જતાં. કારણ કે અમે એ પાર્ટીમાં જઈએ તો લોકો બધું પીવાનું ને બધું હોય, ખાવાનું હોય, એટલે અમે એ લોકોની પાર્ટીમાં નથી જતાં, પણ ‘ઇન્ડિયન' જે છોકરાઓ હોય એ લોકો પાર્ટી કરે તે એમાં જઈએ છીએ. દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા અને બધાને, એકબીજાના મમ્મી-પપ્પા બધાને ઓળખે છે. દાદાશ્રી : પણ આમાં શું ફાયદો મળે ? પ્રશ્નકર્તા : એન્જોયમેન્ટ-મજા આવે ! દાદાશ્રી : એન્જોયમેન્ટ !! એન્જોય તો ખાવામાં, બહુ એન્જોયમેન્ટ હોય. પણ એ ખાવામાં શું કરવું જોઈએ, એને કંટ્રોલ કરવો જોઈએ કે ભઈ, આટલું જ મળશે તને. પછી એ ધીમે ધીમે એન્જોય કરતો કરતો ખાય. આ તો છૂટ આપે છે ને એટલે એન્જોય કરતાં નથી. કોઈ બીજી જગ્યાએ ‘એન્જોય’ ખોળે છે, એટલે ખાવાનો પહેલા કન્ટ્રોલ કરવો જોઈએ કે આટલું જ મળશે હવે, વધારે નહીં મળે. પ્રશ્નકર્તા : અમારે એ લોકોને આવી ‘પાર્ટીઓ'માં જવા દેવા ? આવી પાર્ટીઓમાં વરસમાં કેટલી વાર જવા દેવા અમારે ? દાદાશ્રી : કોને ? પ્રશ્નકર્તા : છોકરાઓને, છોકરીઓને ? દાદાશ્રી : એવું છે ને, છોકરીઓએ એમના મા-બાપના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ, આપણા અનુભવીઓની શોધખોળ છે કે છોકરીઓએ હંમેશાં એમના મા-બાપના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ. પૈણ્યા પછી ધણીના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ. પણ પોતાની મરજીથી ના કરવું જોઈએ. આવું આપણા અનુભવીઓની કહેવત છે. પ્રશ્નકર્તા છોકરાઓને આવું કરવાનું ? છોકરા હોય, એ લોકોએ માબાપના કહ્યા પ્રમાણે કરવાનું કે નહીં ? દાદાશ્રી : છોકરાઓને ય મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવાનું પણ છોકરાને, તો ઢીલ, જરા ધીમું રાખો તો ચાલે ! કારણ કે છોકરાને રાત્રે બાર વાગે કહ્યું હોય, તો એકલો જાય તો વાંધો નહીં ! તને તો રાત્રે બાર વાગે કહ્યું હોય તો એકલી જઉં તું ? પ્રશ્નકર્તા : ના જઉં, બીક લાગે. દાદાશ્રી : અને છોકરો હોય તો વાંધો નહી કારણ કે છોકરાને છૂટ વધારે હોવી જોઈએ. અને બેનોને છૂટ ઓછી હોવી જોઈએ. કારણ કે તમે બાર વાગે જઈ શકો નહીં. એટલે આ તમારા ભવિષ્યના સુખને માટે કહે છે, ફયુચરના સુખને માટે

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52