Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 42
________________ હવે ઊંચું કુળ હોય અને અહંકાર કરે કુળનો, તો નીચા કુળમાં જન્મ થાય, બીજી વાર એને નીચું કુળ હોય અને નમ્રતા કેળવે તો ઊંચામાં આવે. બસ આપણી ને આપણી જ આ કેળવણી છે, ખેતીવાડી આપણી ને આપણી જ. પેલા ગુણો કંઈ આપણે પ્રાપ્ત કરવા નહીં પડતા, સહજ પ્રાપ્ત થાય છે, ત્યાં ઊંચા કુળમાં જન્મે એટલે આપણને જન્મથી જ આ બધા સંસ્કાર મળે ! (૪૭૩) આ બધી વ્યવહારમાં કામની વાતો. આ કંઈ જ્ઞાનની વાતો નથી. પણ વ્યવહારમાં, વ્યવહાર જોઈએ ને ? પ્રશ્નકર્તા : પણ દાદા આપે કીધું બરાબર છે, વ્યવહારમાં જ્ઞાનની વાતો પણ જ્ઞાનની અગાસી સુધી પહોંચતા વ્યવહારમાં છીએ, તો વ્યવહારની અંદર આ વાતો ય કામમાં લાગે ને ? દાદાશ્રી : હા, કામમાં આવે ને ? વ્યવહારથી ય સારું ચાલે. એ ‘જ્ઞાની પુરૂષની’ પાસે, ‘જ્ઞાની પુરુષ'માં વિશેષતા હોય, બોધકળા અને જ્ઞાનકળા બન્ને કળા હોય. આ બોધકળા એ સૂઝથી ઉત્પન્ન થયેલી છે. અને જ્ઞાનકળા જ્ઞાનથી ઉત્પન્ન થઈ એટલે ત્યાં આપણો નિવેડો આવે. કોઈ દહાડો આવી વાતચીત કરી હોય. તો વાંધો શું એમાં? આપણને શું નુકસાન જવાનું છે? ‘દાદા' ય બેઠા હોય છે, એમની ફી હોતી નથી. ફી હોય તો વાંધો આવે. (૪૭૩) પ્રશ્નકર્તા : યુવાન-યુવતીઓએ લગ્નજીવનમાં પ્રવેશતાં પહેલાં સ્ત્રી અગર પુરુષની પસંદગી કેવી રીતે કરવી ? અને શું કરવું ? શું જોવું ? ગુણો કેવી રીતે જોવા ? એની ચર્ચા કરો. દાદાશ્રી : તે બહુ જોવાની જરૂર નથી. યુવક-યુવતીઓ જોવા જઈએ અને આકર્ષણ ના થાય તો બંધ રાખવું. બીજી ડીઝાઈન જોવાની જરૂર નથી. આકર્ષણ થાય છે કે નહીં એટલું જ જોવાનું. પ્રશ્નકર્તા : કઈ જાતનું આકર્ષણ ? દાદાશ્રી : આ આંખનું આકર્ષણ થાય, મહીં એટ્રેક્શન થાય. તમે કોઈ વસ્તુ એવી લેવાના હોય બજારમાં, તો એ વસ્તુનું એટ્રેક્શન થાય નહીં તો તમે લઈ શકો જ નહીં. એટલે એનો હિસાબ હોય તો જ એટ્રેક્શન થાય. કુદરતના હિસાબ વગર કોઈ પૈણી શકતો નથી. એટલે એટ્રેક્શન થવું જોઈએ. (૪૭૯) કેવડી મોટી મશ્કરી ! આ મશ્કરી કરવાનો જમાનો છે, તે સ્ત્રીઓની મશ્કરી થઈ રહી છે. આમ ફરો, તેમ ફરો. અત્યારે તો છોકરાઓ છોકરીની પસંદગી કરતા પહેલાં બહુ ચૂંથે છે. ‘બહુ ઊંચી છે, બહુ નીચી છે, બહુ જાડી છે, બહુ પાતળી છે, જરા કાળી છે.' મેર ચક્કર, એક છોકરો આવું બોલતો હતો, તેને મેં તો ખખડાવ્યો. મેં કહ્યું ‘તારી મધર હઉ વહુ થતી હતી. તું કઈ જાતનો માણસ છે તે ?” સ્ત્રીઓનું આટલું બધું ઘોર અપમાન ! - જો લોકો કહે કે તમને છૂટ છે જાવ, આ છોકરાને જે કહેવું હોય તે કહો, એ છોકરો કહે કે મને કહેવું હોય તે કહો, તો હું કહું કે મૂઆ ભેંસ છે તે આવું જોઉં છું ? ભેંસને ચોગરદમથી જોવાની હોય. (૪૮૦) એટલે આનો બદલો ક્યારે આવે છે સ્ત્રીઓ, એ જાણો છો ? આ મશ્કરી કરી તેનો ? એટલે પછી આનું ફળ શું મળે છે એ છોકરાઓને ? (૪૮૧) તે આ સ્ત્રીઓ વધેલી છે. તેથી બિચારીની આ કિંમત ઘટી છે. કુદરત જ આવું કરાવે છે. હવે આનું રીએક્શન ક્યારે આવે ? બદલો ક્યારે મળે છે ? જયારે સ્ત્રીઓ ઘટી જાય છે અને પુરુષો વધી જાય છે, ત્યારે સ્ત્રીઓ શું કહે છે ? સ્વયંવરપણું કરો. એટલે એ પૈણનારી એકલી અને આ એકસોને વીસ. સ્વયંવરમાં બધા ફેંટા-બૅટા પહેરીને ટાઈટ થઈને આવ્યા હોય ને મૂછ આમ આમ કરતા હોય ! પેલીની રાહ જોતા હોય કે આ ક્યારે મને વરમાળા પહેરાવે. પેલી જોતી જોતી આવે. પેલો જાણે કે મને પહેરાવશે. આમ ડોકું હલ આગળ કરવા જાય. પણ પેલી ગાંઠે જ નહીંને ! પછી જ્યારે એનું દિલ મહીં એકાકાર થાય, ખેંચાણ થાય, તેને વરમાળા પહેરાવે. પછી એ મૂછો આમળતો હોય કે ના આમળતો હોય. એ પછી મશ્કરી થાય. આ ડાગલા મુખં થઈને ચાલ્યા જાય પછી, આમ આમ કરીને, તે આ એવી મશ્કરી થયેલી, આ સામો બદલો (૪૮૨) તદન સોદાબાજી થઈ ગઈ, સોદાબાજી ! પ્રેમ ક્યાં રહ્યો ને સોદાબાજી થઈ ગઈ ! એક બાજુ રૂપિયા મૂકો ને એક બાજુ અમારો છોકરો, તો જ પૈણશે, કહે છે. એક ત્રાજવામાં રૂપિયા મૂકવા પડે. ત્રાજવાની તોલે માપતા હતા. (૪૮૬) મળે છે.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52