Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 48
________________ ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, શું નામ ?” ત્યારે કહે છે, “દાદાજી, મારું નામ મશરૂર.” કહ્યું, ‘આવ. અહીં બેસ પાસે, કેમ આવી તું ?” તે આવી. પછી આવીને એનાં મનમાં ઠીક લાગ્યું, જરા જોતાંની સાથે જ ઠીક લાગ્યું, અંતર કર્યું એનું કે ખુદાના આસિસ્ટન્ટ જેવા તો લાગે જ છે એ. એને લાગ્યું એટલે પછી બેઠી. પછી બીજી વાતો નીકળી. પછી મેં કહ્યું, ‘શું કરું છું તું ?” ત્યારે કહે, ‘હું લેકચરર છું. ત્યારે મેં કહ્યું, ‘શાદી-બાદી કરી કે નથી કરી ?” ત્યારે કહે, ‘ના. શાદી કરી નથી, પણ વિવાહ થયેલા છે.’ કહ્યું, ‘ક્યાં થયેલાં છે, મુંબઈમાં ?” ત્યારે કહે “ના, પાકિસ્તાનમાં.' ‘પણ હવે ક્યારે પૈણવાની છું ?” ત્યારે કહે, ‘હવે છ મહિનામાં જ.’ મેં કહ્યું, ‘કોની જોડે ? ધણી કેવો ખોળી કાઢ્યો છે ?” ત્યારે કહે, ‘લૉયર છે.” પછી કહ્યું કે, ‘એ ધણી કરીને પછી તને કંઈ દુ:ખ નહીં આપે ? અત્યારે તને કશું દુ:ખ છે નહીં અને ધણી કરવા જઈશ ને ધણી દુ:ખ આપશે તો ?” કહ્યું, “એની જોડે શાદી કર્યા પછી તારો પ્રોજેક્ટ શો છે ? એની જોડે શાદી થઈ પહેલાં તું પ્રોજેક્ટ તો કરી રાખે ને ? કે એની જોડે આવી રીતે વર્તવું ? કે ના કરી રાખે ? ત્યાં પૈણ્યા પછી કંઈ તે તૈયારી રાખી મેલી છે કશી ? પૈણ્યા પછી એ લૉયર જોડે મેળ કેમ પડશે કે નહીં તેની ?' ત્યારે એ કહે છે, “મેં બધી તૈયારી કરી રાખી છે, એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે.' આ જેટલી આ રશિયાએ તૈયારી કરી નાખી છે ને, એટલી જ તૈયારીઓ કરી રાખી છે. ફુલ તૈયારીઓ બન્ને જણાએ. તે આ મતભેદ પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો ઝઘડો કરે તે પહેલાં જ ફોડે ! જેમ આ અમેરિકાની સામે રશિયાએ બધી તૈયારી રાખી મેલી છે ને, એવી એણે તૈયારી રાખેલી કે એ પેલું આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું. એટલે જતાં પહેલાં જ હુલ્લડને ? એ આમ તીર છોડે. ત્યારે આપણે આ બાજુ છોડવાનું રડાર. એ આમનું છોડે ત્યારે આપણે આ બાજુ છોડવાનું. મેં કહ્યું, આ તો કોલ્ડ વૉર તેં ઊભી કરી. ક્યારે શમે એ ? કોલ્ડ વૉર બંધ થાય ખરી ? આ જુઓને થતી નથીને મોટા સામ્રાજયવાળાને રશિયા-અમેરિકાને ? આ છોકરીઓ બધું એવું કરે, એ ગોઠવી રાખે બધું. આ છોકરાઓ તો બિચારા ભોળા ! છોકરાઓ એ ગોઠવે કરે નહીં અને તે ઘડીએ છે તે અવસ્થાનો માર ખાઈ જાય, ભોળા ખરાને ? આ તમે જે કહો છો ને પ્રપંચ સામે તૈયારી શું કરી રાખવાની ? પણ પેલી બાઈએ તો તૈયારી બધી કરી રાખેલી, બૉમ્બાર્ડીંગ બધું જ. એ આમ બોલે તો એટેક, આમ બોલે તો એટેક. બધી જ તૈયારી રાખી મેલી છે, કહે છે ! પછી વચ્ચે એને મેં કહ્યું, ‘આ કોણે શીખવાડ્યું છે તને ? કાઢી મેલશે ને ડાયવોર્સ લઈ લેશે અને પેલો આપી દેશે તલ્લાક ' તલ્લાક આપી દે કે ના દે? મેં કહી દીધું કે આ રીતથી તો છ મહિનામાં તલ્લાક મળશે. તારે તલ્લાક લેવા છે ? આ રીત ખોટી છે. પછી મેં એને કહ્યું, તલ્લાક તને ના આપે, એટલા માટે તને શીખવાડું. ત્યારે કહે છે, “દાદાજી, એ ના કરું તો શું કરું ? નહીં તો એ તો દબાવી દે.” કહ્યું, ‘એ શું દબાવવાનો હતો ? લૉયર ભમરડો એ તને શું દબાવવાનો હતો ?” પછી કહ્યું, ‘બેન, મારું કહેલું માનીશ ? તારે સુખી થવું છે કે દુ:ખી થવું છે ? બાકી જે બઈઓ બધી તૈયારી કરીને તો એના ધણી પાસે ગયેલી. પણ છેવટે દુઃખી થયેલી. તું મારા કહ્યાથી જાને, બિલકુલેય કશી તૈયારી કર્યા વગર જા.” પછી એને સમજાવ્યું. ઘરમાં રોજ કકળાટ થાય ત્યારે વકીલ કહેશે, ‘મૂઈ બળી એના કરતાં બીજી લાવું.” એમાં પાછા ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) છે આ ? પ્રેમના સોદા કરવાના છે ત્યાં આવું ? સોદા શાના કરવાના છે ? પ્રશ્નકર્તા : પ્રેમના. દાદાશ્રી : પ્રેમના. ભલે આસક્તિમાં હોય પણ કંઈક પ્રેમ જેવું છે ને કંઈક. એની ઉપર દ્વેષ તો નથી આવતો ને ? મેં કહ્યું, આવું ના કરાય. તું તો એમ ભણેલી એટલે આવી તૈયારીઓ કરી રાખું છું ? આ વૉર છે ?

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52