Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 47
________________ બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણાં જોડે ય ફરે. દાદાશ્રી : ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ ! પ્રશ્નકર્તા : તો શું કરવું એ લોકો એ ? દાદાશ્રી : એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. ઈસિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે. પ્રશ્નકર્તા : હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે ? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી ઈસિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય. દાદાશ્રી : તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને ? લગ્ન જ કરવું જોઈએ. આફટર ઓલ વી આર ઇન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ. આપણે લગ્ન કર્યા પછી આખી જીંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશીપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. ઈનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ. (૫૩૨) ચારિત્ર ખરાબ હોય, વ્યસની હોય. બધી જાતની ઉપાધિઓ હોય. વ્યસની ગમે કે ના ગમે ? પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. દાદાશ્રી : અને ચારિત્ર સારું હોય ને વ્યસની હોય તો ? પ્રશ્નકર્તા : સિગરેટ સુધી ચલાવી લેવાય. દાદાશ્રી : ખરું કહે છે, ત્યાં સુધી નભાવી લેવાય, પછી આગળનું શી રીતે, પેલું બ્રાંડીના કપ ભરીને પીવે, શી રીતે પોષાય ? સીગરેટ સુધી ચલાવી લેવાય, બરોબર છે. ખરી વાત છે. એનું હદ હોય, સીગરેટ સુધી ચલાવી લેવાનું ! અને ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. તું માનું છું બેન, ચારિત્રમાં ? ચારિત્રને પસંદ કરું છું તું ? પ્રશ્નકર્તા : એના વગર જીવાય જ કેમ ? દાદાશ્રી : હા, જુઓ, આટલું હિન્દુસ્તાનની સ્ત્રીઓ, છોકરીઓ સમજે ને તો કામ કાઢી નાખે. ચારિત્રને જો સમજે તો કામ કાઢી નાખે. પ્રશ્નકર્તા : અમારા આટલા ઉચ્ચ વિચારો સારા વાંચનથી થયા છે. દાદાશ્રી : ગમે તેના વાંચનથી, આટલા સંસ્કાર પડ્યા ને ! સારા વિચારોના ! (૫૩૬) બાકી આ તો દગા-ફટકા છે. તમને બધાંને ના દેખાય. મને તો દેખાય બધું. નર્યા દગા-ફટકા બધા છે અને દગો હોય, ત્યાં સુખ ના હોય કોઈ દહાડો ય ! સિન્સીયર રહેવું જોઈએ. આપણી પૈણ્યા પહેલાં ભૂલો થઈ હોય. એ બેઉ જણની એક્સેપ્ટ કરી દેવડાવીએ અમે અને પછી એમને એગ્રીમેન્ટ કરી આપીએ એ ફરી સિન્સીયર. જોવાનું નહીં બીજી જગ્યાએ. ગમે કે ના ગમે પણ પછી સિન્સીયર રહેવાનું. આપણી મધર ના ગમતી હોય. તો પણ એને સિન્સીયર રહીએ છીએ ને ? એનો સ્વભાવ ખરાબ હોય મધરનો, તો ય સિન્સીયર રહીએ છીએને ? (૫૪૦) પ્રશ્નકર્તા : સંસાર વ્યવહારમાં પૂર્વના કર્મોદયે જે થયાં હોય તે મુજબનું ચાલતું હોય બધું એમાં કોઈ પ્રપંચ માલમ પડ્યો કે આપણી સામે આ પ્રપંચ થઈ રહ્યો છે તો એની સામે કઈ ભૂમિકાથી ઊભા રહેવાય ? ‘સમભાવે નિકાલ’ કરવા માટે ? દાદાશ્રી : વાંકો ધણી મળ્યો છે તો એને કેમ કરીને જીતવો ? કારણ પ્રારબ્ધ લખેલો તે છોડે નહીં ને ? ને આપણું ધાર્યું થાય નહીં એવું આ જગત. તો મને કહી દે જે કે, ‘દાદા ધણી આવો મળ્યો છે.’ તો તને તરત જ હું બધું રીપેર કરી આપીશ અને તને ચાવી આપી દઈશ.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52