Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 49
________________ હિન્દુસ્તાન ને પાકિસ્તાનની વૉર છે આ કંઈ ? અને જગતમાં એ જ કરી રહ્યા છે બધા. આ છોડીઓ-બોડીઓ, છોકરાઓ બધાં એ જ, પછી એ બન્નેનું જીવન બગડે. પછી એને સમજણ પાડી બધી. ધણી જોડે આવી રીતે વર્તન કરવું જોઈએ. આવી રીતે એટલે એ વાંકા થાય તો તું સીધી ચાલજે. એનું સમાધાન કરવું જોઈએ, ઉકેલ લાવવો જોઈએ. એની બાઝવાની તૈયારીમાં આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડે તો ય આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડ પાડ કરે તો ય કહેવું આપણે એક છીએ. કારણ કે આ બધી રીલેટીવ સગાઈઓ છે, એ ફાડી નાખે તો આપણે ફાડી નાખીએ તો છૂટી જાય કાલે સવારે. એટલે તલ્લાક આપી દેશે. ત્યારે કહે, ‘મારે શું કરવાનું ?” મેં એને સમજણ પાડી, એનો મૂડ જોઈને ચાલવાનું, કહ્યું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર ‘અલ્લાહ'નું નામ લીધા કરવું અને મૂડે ફરે, એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ. એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ. તે મશરૂરને મેં તો ભણાવી દીધી, એવી ભણાવી દીધી. મેં કહ્યું, કશું ય નહીં, એ આમનું તીર ઠોકે તો આપણે સ્થિરતા પકડીને ‘દાદા, દાદા’ કર્યા કરજે. ફરી આમનું ઠોકે તો સ્થિરતા પકડીને ‘દાદા, દાદા’ કરજે. તું ના એકે ય ફેંકીશ, કહ્યું ! મેં વળી વિધિ કરી આપી. પછી પૂછયું કે, ‘તારે ઘરમાં કોણ કોણ છે ?” ત્યારે કહે, ‘મારે સાસુ છે.’ ‘સાસુ જોડે તું કેમનું એડજસ્ટમેન્ટ લઈશ ?” તો કહે, ‘એ એની જોડે ય હું પહોંચી વળીશ, સાસુને.’ પણ પછી મેં એને સમજણ પાડીને. પછી કહે છે, ‘હા, દાદાજી મને ગમ્યું આ બધી વાત.’ ‘ત્યારે તું આ પ્રમાણે કરજે તો તલ્લાક ના આપે, ને સાસુ જોડે રાગે પડે.” અને પછી એક સુખડની માળા લાવી હતી. તે માળા મને પહેરાવી. મેં કહ્યું, ‘આ માળા તું લઈ જજે અને ત્યાં આગળ મૂકી રાખજે અને માળાના દર્શન કરીને પછી આ તારો વ્યવહાર ચલાવજે. ધણી જોડે તારો વ્યવહાર છે તે કરજે તો બહુ સુંદર ચાલશે.’ તે માળા અત્યારે ય મૂકી રાખી છે. એને ચારિત્રબળની વાત કરેલી. એ ધણી ગમે તે બોલે, ગમે એવું તને કરે, તો ય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર. લૉયર હોય તો ય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે અને સ્થિર રહેજે ! મનમાં એમ થશે કે આ કેવી ! આ તો હારતી જ નથી. પછી એ હારે. એટલે પણ કર્યું એવું, છોકરી એવી હતી. દાદા જેવા શીખવાડનાર મળે તો પછી શું રહ્યું હવે ! નહીં તો એડજસ્ટમેન્ટ આવું હતું પહેલું, રશિયા ને અમેરિકા જેવું. તરત ત્યાં બટન દાબતાંની સાથે સળગે બધું, હડહડાટ, આ તો કંઈ માણસાઈ છે? શેને માટે ડરો છો ? શેને માટે જીવન હોય ? સંજોગો જ એવા છે કે, હવે આ શું કરે તે ! સંજોગો એવા છે પાછા ! એને આ જીતવાની તૈયારી કરે છે ને, તે ચારિત્રબળ ‘લૂઝ' થઈ જાય. અમે કોઈ જાતની તૈયારી ના કરીએ. બાકી ચારિત્રને વાપરવું, એને તમે તૈયારી કહો છો, પણ એનાથી તમારામાં જે ચારિત્રબળ છે એ ‘લૂઝ' થઈ જાય છે અને જો ચારિત્રબળ ખલાસ થઈ જશે તો ત્યાં તારા ધણી આગળ તારી કિંમત જ નહીં રહે. એટલે એ બાઈને સારી સમજ પડી ગઈ. એટલે મને કહે છે કે ‘હવે દાદાજી, હું કોઈ દહાડો ય હારીશ નહીં. આવી ગેરેન્ટી આપું છું.’ આપણી સામે કોઈ પ્રપંચ કરતું હોય ને એમાં સામું તૈયારી કરીએ ને તો આપણું ચારિત્રબળ તૂટી જાય. ગમે એટલા પ્રપંચ કરે તો પોતાના પ્રપંચથી પોતે જ ફસાય છે. પણ જો તમે છે તે તૈયારી કરવા જશો તો તમે જ એના પ્રપંચમાં ફસાશો. અમારા સામું તો બધા બહુ લોકોએ પ્રપંચ કરેલા. પણ એ પ્રપંચીઓ ફસાયેલા. કારણ કે અમને કશું ય એક ઘડીવાર વિચાર ના આવે. નહીં તો તૈયારી કરવાના વિચાર આવે ને તો ય આપણું ચારિત્રબળ તૂટી જાય. શીલવાનપણું તૂટી જાય. શીલવાન એટલે શું ? કે એ ગાળો દેવા આવ્યો હોય ને તે અહી આવે ને બેસી રહે. આપણે કહીએ કે કંઈક બોલો. બોલોને, પણ એનાથી અક્ષરે ય બોલાય નહીં. એ શીલનો પ્રભાવ ! એટલે આપણે તૈયારી કરીએ ને તો શીલ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52