Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 45
________________ પ્રશ્નકર્તા : છોકરા અને છોકરીઓએ દોસ્તી તમે કીધું કે નહીં કરવી જોઈએ. દાદાશ્રી : બિલકુલ નહીં કરવી જોઈએ. પ્રશ્નકર્તા : બિલકુલ નહીં કરવી જોઈએ, તે એ લોકોને સંતોષ નહીં થયો. દાદાશ્રી : એ ફ્રેન્ડશીપ છેવટે પોઈઝનરૂપ થશે, છેવટે પોઈઝન જ થાય. છોકરીને મરવાનો વખત આવે. છોકરાનું કશું જાય નહીં. એટલે છોકરા જોડે તો ઊભું જ ના રહેવું જોઈએ. છોકરાની ફ્રેન્ડશીપ કોઈ કરશો નહિ, નહીં તો એ પોઈઝન છે. લાખ રૂપિયા આપે તો ય ફ્રેન્ડશીપ ન કરવી. પછી છેવટે ઝેર ખાઈને મરવું પડે છે. કેટલી ય છોકરીઓ ઝેર ખાઈને મરી જાય છે. (૫૬) એટલે આપણે ઉંમરલાયક થઈએ, એટલે આપણે કહી દેવું ઘરમાં ફાધરમધરને કે મારું છે તે જોઈન્ટ કરી નાખો. અને સારા માણસ જોડે, ફરી તૂટી ના જાય એવું જોઈન્ટ કરી નાખો. મારું હવે લગ્ન માટે ખોળી કાઢો. દાદા ભગવાને મને કહ્યું છે કે તમે કહેજો. એવું કહીએ, શરમમાં ના રહીએ ત્યારે એ જાણે કે બચ્ચાની ખુશી છે, હવે ચાલો પૈણાવી દઈએ. પછી બે વર્ષ પછી પણી જવાનું સામસામી પાસ કરીને જોઈન્ટ કરી નાખવું. ખીલે બંધાઈ ગયા પછી કોઈ જુએ નહીં આપણને કહેશે એનું તો નક્કી થઈ ગયું ! આ તો નહીં સારું. લોક તો દગા-ફટકાવાળા હોય. કોઈની જોડે મિત્રાચારી બેનપણીઓની કરીએ, બીજા લોકોની પુરુષની મિત્રાચારી ના કરવી. દગો કરીને બધા ચાલ્યા જાય. બધા કોઈ સગાં ના થાય. બધા દગાખોર, એકે ય સાચો ના હોય. વિશ્વાસ ના કરશો. ખીલે બંધાઈ જવું સારું. આમ આમ ફર ફર કરીએ એમાં ના ભલીવાર આવે. તારા ફાધર-મધર ખીલે બંધાયા છે. તો છે કશી ભાંજગડ ? એવું તારે પણ ખીલે બંધાઈ જવું, ને ના ગમે, ખીલે બંધાવાનું તને ગમે નહીં ? છૂટું રહેવાનું ગમે ? ના સમજ પડી ? (૫૦૯). છોકરીઓને કહ્યું કે કેમ પૈણતી નથી ? ત્યારે કહે કે “શું દાદા તમે આવું કહો છો, અમને પૈણવાનું કહો છો ?” મેં કહ્યું, “પૈણ્યા વગર નહીં ચાલે આ જગત. કાં તો બ્રહ્મચર્ય પાળવું છે. એવું ડિસાઈડ કરો અને તે ચોક્કસ ખાતરીપૂર્વક કરવું જોઈએ કાં તો પૈણી નાખો. પણ એમ બેમાંથી એકમાં આવી જાવ. ત્યારે કહે છે, “શું પૈણો કહો છે ?” મેં કહ્યું, ‘કેમ વાંધો શું આવે છે ? કોઈ સારા છોકરાં...” ત્યારે કહે “છોકરા ક્યાં સારા... બબૂચક મૂઆ છે ! આ બબૂચકો જોડે શું પૈણવાનું ?” એટલે હું ચમક્યો. મેં કહ્યું, આ છોકરીઓ કેવી ? એટલે અત્યારથી એનો પાવર આટલો છે, તો પછી એને જીવવા શી રીતે દે બિચારાંને ! તેથી આ છોકરા ઘણા કહે, શાદી નથી કરવી. અને એ છોકરાઓને પગની પીંડીઓ એવી નથી હોતી, કંતાઈ ગયેલી હોય છે. શું કહે છે ? બબૂચકને શું પણું? મેં કહ્યું, ‘ના બોલીશ. તારા મનમાંથી એ બબૂચક છે એ કાઢી નાખ. કારણ કે પૈણ્યા વગર છૂટકો નથી.” ચાલે નહીં. મનમાં બબૂચક ઘૂસી ગયું ને તે પછી કાયમ વઢવાડો થાય. એ બબૂચક લાગ્યા કરે એને ? (૫૧૦) જગત આખું મોક્ષે જ જઈ રહ્યું છે પણ મોક્ષમાં જતા આ બધું હેલ્પીંગ થતા નથી. વઢવઢા કરીને ઊલટાં બ્રેક મારે છે. નહીં તો ઉનાળાનો સ્વભાવ જ એવો કે ચોમાસાને ખેંચી લાવે. જ્યાં હોય ત્યાંથી ખેંચી લાવે. ઉનાળાનો સ્વભાવ વધતો વધતો જાય, ચોમાસાને ખેંચી લાવે. ભડકી મરવા જેવું નથી. એટલે આ બધું આ સંસારનો સ્વભાવ એવો છે કે મોક્ષ તરફ લઈ જાય આપણને, મોક્ષને ખેંચી લાવે છે. સંસાર જેમ કડક વધારે થાય ને, એમ મોક્ષ વહેલો આવે. પણ કડક થાય ત્યારે આપણે બગડી ના જવું જોઈએ, સ્ટેજ ઉપર રહેવું જોઈએ. સાચા ઉપાય કરવા જેવું છે, ખોટા ઉપાય કરવાથી પાછું પડી જાય. દુ:ખ પડ્યું એટલે એમ જ માનવું કે મારા આત્માનું વિટામીન મળ્યું અને સુખ પડ્યું એટલે દેહનું વિટામીન મળ્યું. એવી રીતે ચાલવાનું. એ રોજે ય વિટામીન મળે આપણને. અમે તો એવું માનીને ટેસ્ટથી ચાલેલા નાનપણમાંથી. તું તો એક જ જાતનાં વિટામીનને વિટામીન કહું, એ બુદ્ધિનું વિટામીન છે. જ્ઞાન બન્નેને વિટામીન કહે છે. એ વિટામીન સારું કે લોકો ખુબ જમવાનું હોય તો ય તપ કરે છે. સરસ બધું શાક-બાક હોય તો ય તપ કરે છે. તપ કરે છે એટલે શું, દુઃખ વેદે છે. આત્માનું વિટામીન મળે. એ બધું સાંભળવામાં નથી આવ્યું તમારે ?

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52