Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 40
________________ બોલાવવો એને અને કહેવું, ‘અમને પસંદ પડી હવે, તને પસંદ પડે તો કહે અને નહીં તો રહેવા દઈએ આપણે.' તો એ કહેશે, ‘મને નથી ગમતી’. તો એને રહેવા દઈએ. સહી તો કરાવી લેવી છોકરા પાસે, નહીં તો છોકરો ય સામો થાય. (૪૫૩) પ્રશ્નકર્તા : આ લવમેરેજ એ પાપ ગણાય ? દાદાશ્રી : ના. ટેમ્પરરી લવમેરેજ એ પાપ ગણાય. પરમેનન્ટ લવમેરેજ હોય તો નહીં. એટલે લાઈફ લોંગ લવમેરેજ હોય તો વાંધો નહીં. ટેમ્પરરી લવમેરેજ એટલે ફોર વન યર, ફોર ટુ યર. પરણવું હોય તો એકને જ પરણવું જોઈએ. ફ્રેન્ડશીપ બહુ નહીં કરવી જોઈએ. નહીં તો નર્કે જવું પડે. (૪૫૫) પહેલાં જ્યારે ફાધરે કહ્યું કે, “આ લફરું શું કામ કરવા માંડ્યું છે ?” ત્યારે આ આડુંઅવળું બોલ્યો એટલે એના ફાધરે જાણ્યું કે “એની મેળે મેળે જ અનુભવ થવા દેને. આપણો અનુભવ લેવા તૈયાર નથી. તો એને પોતાને અનુભવ થવા દો.' તે આવું બીજા જોડે સિનેમામાં દેખેને, એટલે અનુભવ થાયને ? એટલે પછી પસ્તાય કે ફાધર કહેતા હતા એ સાચી વાત છે. સાલું લફરું જ છે આ તો. (૪પ૭). પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ એ બન્નેની ભેદરેખા શું છે ? દાદાશ્રી : આ ફૂદું છે ને ? ફૂદું દીવાની પાછળ પડી અને ‘યા હોમ' થઈ જાય છે ને ? એ પોતાની જીંદગી ખલાસ કરી નાખે છે. એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, જો કે એમાં ય થોડી આસક્તિનાં દર્દ હોય. પણ તો ય ટકાઉ હોય એ મોહ ના હોય. | (૪૫૮) અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાયને તો મોટું ના જુએ, મોહ છૂટી જાય ને જ્યારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોટું ચઢાવશે ત્યારે કહેશે, ‘આનું મોટું જોવાનું મને નથી ગમતું.” ત્યારે અલ્યા સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું. ને હવે આવું નથી ગમતું ? આ તો મીઠું બોલતા હોયને, એટલે ગમે અને કડવું બોલતા હોયને તો કહે “મને તારા જોડે ગમતું જ નથી ?” (૪૫૯) પ્રશ્નકર્તા : આ ડેટિંગ ચાલુ થઈ ગયું હોય પછી હવે કેમનું બંધ કરવું એને ? શું કરવું ? દાદાશ્રી : એ બંધ કરી દેવાનું નક્કી કરો અત્યારે કે આ બંધ કરી નાખવું છે. આપણે કહીએ કે અહીં છેતરાઉં , તો છેતરાવાનું પછી બંધ કરી દઈએ. નવેસરથી છેતરાવાનું બંધ. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. જ્યારથી સમજણ પડી કે આ ખોટું થઈ રહ્યું છે એટલે બંધ કરી દેવું જોઈએ. વાઈલ્ડ લાઈફ નહીં હોવી જોઈએ. ઈન્ડિયન લાઈફ હોવી જોઈએ. તમે ચોખ્ખા હશો તો તમને વાઈફ પણ ચોખ્ખી મળશે ! એનું નામ જ ‘વ્યવસ્થિત', જે એક્ઝક્ટ હોય ! (૪૫૯) પ્રશ્નકર્તા : ગમે એ ચાલે, હું કઈ કલર-બલરમાં નથી માનતો. જે સારી છોકરી હોય, અમેરિકન હોય કે ઇન્ડિયન હોય, તો ય વાંધો નહીં. દાદાશ્રી : પણ એવું છે ને, આ કેરીઓ અમેરિકન અને આપણી કેરીમાં ય ફેર હોય છે એવું તું ના જાણું ? શું ફેર હોય છે આપણી કેરીમાં ને....? પ્રશ્નકર્તા : આપણી મીઠી હોય. દાદાશ્રી : હા, ત્યારે પછી જોજો. એ મીઠી ચાખી તો જો આપણી ઇન્ડિયનની. પ્રશ્નકર્તા : હજુ ચાખ્યું નથી. દાદાશ્રી : ના. પણ પેસીશ નહીં આમાં અમેરિકનમાં પેસવા જેવું નથી. જો, તારી મમ્મીને ને ફાધરને તેં જોયાં ને ? તો એ બેને કોઈ દહાડો મતભેદ પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : મતભેદ તો પડે. દાદાશ્રી : હા, પણ તે ઘડીએ તારી મમ્મી જતી રહે છે કોઈ દહાડો યુ ? પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : અને પેલી તો ‘યૂ યુ' કરીને આમ બંદૂક દેખાડે, જતી રહે

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52