Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 23
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩૧ દાદાશ્રી : એક ફેરો બન્નેને બેસાડીને કહી દેવું કે માંહ્યોમાંહ્ય વઢવામાં ફાયદો નહીં, લક્ષ્મી જતી રહેશે. પ્રશ્નકર્તા : પછી એ માનવા જ તૈયાર ન હોય તો શું કરવું, દાદા ? દાદાશ્રી : રહેવા દેવું. જેમ છે તેમ રહેવા દો. પ્રશ્નકર્તા : છોકરાઓ આપસમાં લઢે, એમાંથી મોટું થઈ જાય, આપણે એમ કહીએ કે આ કેમ થઈ ગયું આમ ? દાદાશ્રી : એમને ઉપદેશ લેવા દોને, આપસમાં લઢીને એમની મેળે જ ખબર પડશે, ભાન થશે ને ? આમ આંતર આંતર કરીએ ને, ત્યાં સુધી ઉપદેશ મળે નહીં. જગત તો જોયા કરવા જેવું છે ! (૧૭૭) કોઈનાં છોકરાં જ નથી હોતાં આ બધાં, આ તો માથે પડેલી જંજાળ છે, એટલે આપણે મદદ કરવી એમની. પણ મહીં ડ્રામેટિક રહેવું. (૧૭૮) પહેલું ફરિયાદ કરવા કોણ આવે? કળિયુગમાં તો ગુનેગાર હોય, તે જ પહેલો ફરિયાદ કરવા આવે ! અને સત્યુગમાં જે સાચો હોય તે પહેલા ફરિયાદ કરવા આવે. આ કળિયુગમાં ન્યાય કરનારા પણ એવા કે જેનું પહેલું સાંભળ્યું એના પક્ષમાં બેસી જાય ! (૧૭૮) ઘરમાં ચાર છોકરાં હોય. તેમાં બેની કંઈ ભૂલ ના હોય તો ય બાપ એમને ટૈડકાય કૈડકાયા કરે અને બીજા બે ભૂલો કર્યા જ કરે, તો પણ એને કંઈ ના કરે. આ બધું એની પાછળના “રૂટકોઝને લઈને છે. પોતાને ઘેર બે છોકરાં હોય, પણ બેઉ સરખાં લાગવાં જોઈએ. આપણે કોઈના પક્ષમાં હોઈશું કે “આ મોટો જરા દયાળ છે ને આ નાનો કાચો પડી જાય છે. તો એ બધું બગડી ગયું. બેઉ સરખાં લાગવાં જોઈએ. તમને હજુ પેલો પક્ષ રહ્યો છે ને ? (૧૭૯) પ્રશ્નકર્તા : બાબો જલદી થોડી થોડી વારે રીસાઈ જાય છે. દાદાશ્રી : મોંઘા બહુને ? મોંઘા બહુ એટલે પછી શું થાય ? બેબી સસ્તી તે રીસાય નહીં બિચારી. પ્રશ્નકર્તા : આ રીસાવાનું શાથી થતું હશે, દાદા ? દાદાશ્રી : આ પેલા ફરી બોલાવે એટલે. મારી પાસે રીસાય જોઈએ ? કોઈ રીસાયેલું જ નહીં મારી જોડે. ફરી બોલાવું જ નહીં ને ! ફરી બોલાવું નહીં. ખાય કે ના ખાય તો ય ફરી બોલાવું નહીં. એ હું જાણું કે કુટેવ પડી જાય ઊલટી, વધારે કુટેવ પડી જાય. ના, ના, બાબા જમી લે, બાબા જમી લે. અરે, એની મેળે ભૂખ લાગશે એટલે બાબો જમશે. ક્યાં જવાનો છે ? તમારે આવું ના કરવું પડે, એમ તો અમને તો બીજી કળા આવડે. બહુ આડું થયું હોય, તો ભૂખ્યું થાય તો ય ના ખાય. એટલે અમે પાછા એના આત્મા સાથે મહીં વિધિ મૂકીએ પછી. તમારે આવું ના કરવું. તમે તો જે કરો છો એ કરો. બાકી રીસાય નહીં મારી જોડે ! ને રીસાઈને શું કાઢે ? પ્રશ્નકર્તા : માટે શીખવાડોને દાદા એ કળા. કારણ કે આ રીસાવાનુંમનાવાનું તો બધાને રોજનું હોય દાદા. તો આ ચાવી એકાદી આપી દો તો બધાને ઊકેલ આવી જાય ને ? દાદાશ્રી : એ તો આપણે બહુ ગરજાવ હોય ત્યારે એ રીસાય. એટલી બધી ગરજ શી વળી ? પ્રશ્નકર્તા : એટલે શું, ના સમજાયું, બહુ ગરજાવ હોય ત્યારે રીસાય ? કોને ગરજ હોય ? દાદાશ્રી : સામાને ગરજ. આ રીસાનારો માણસ, સામાને એની ગરજ હોય ત્યારે રીસાય. પ્રશ્નકર્તા : એટલે આપણે ગરજ જ નહીં દેખાડવાની. દાદાશ્રી : ગરજ હોય જ નહીં. ગરજ શેની વળી તે ? કર્મના ઉદય જે બનવાનું હશે એ બનશે, એની ગરજ કેટલી રાખવાની ? અને પાછાં કર્મના ઉદય જ છે. ગરજ દેખાડવાથી હઠે ચઢે ઊલટું. (૧૭૯) પ્રશ્નકર્તા : નાનાં બાળકોને ગુસ્સો દૂર કરવા ટૂંકાણમાં કેવી રીતે કહેવું? દાદાશ્રી : એમનો ગુસ્સો દૂર કરીને શું ફાયદો ? પ્રશ્નકર્તા : ઝઘડે નહીં આપણી જોડે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52