Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૪૩ લેવું. સારા માણસ, આપણે ખાનદાન, કુળવાન છીએ.' આમ એને આપણે ચેતવી દેવાનું. પછી જે બન્યું એ ‘કરેક્ટ'. શંકા નહીં કરવાની. કેટલાક શંકા કરતા હશે ? જે જાગ્રત હોય તે શંકા કર્યા કરે. એવો સંશય રાખે ક્યારે પાર આવે ? માટે ગમે તેવી શંકા તો ઉત્પન્ન થતાં પહેલાં જ તેને ઉખાડીને ફેંકી દેવી. આ તો આ છોડીઓ બહાર ફરવા જાય, રમવા જાય, એની શંકા કરે. અને શંકા ઉત્પન્ન થઈ કે ત્યાં સુખ આપણને બહુ વર્તે ખરું ? (૨૫૦) એટલે કોઈ ફેરો છોડી રાતે મોડી આવે તો પણ શંકા ના કરીએ, શંકા કાઢી નાખીએ, તો કેટલો ફાયદો કરે ? વગર કામની ભડક રાખ્યાનો શો અર્થ છે ? એક અવતારમાં કશો ફેરફાર થવાનો નથી. પેલી છોકરીઓને વગર કામનું દુઃખ દેશો નહીં, છોકરાઓને દુ:ખ દેશો નહીં. ફક્ત મોઢે એમ કહેવું ખરું કે, ‘બેન તું બહાર જાય છે તે મોડું ના થવું જોઈએ. આપણે ખાનદાન ગામનાં, આપણને આ શોભે નહીં. માટે આટલું મોડું ના કરશો.’ આમતેમ બધી વાતચીત કરવી, સમજાવીએ કરીએ. પણ શંકા કર્યો પાલવે નહીં કે “કોની જોડે ફરતી હશે, શું કરતી હશે.” અને પછી રાતે બાર વાગે આવે તો ય પાછું બીજે દહાડે કહેવાનું કે, “બેન, આવું ના થવું જોઈએ !” તેને જો કાઢી મૂકીએ તો એ કોને ત્યાં જશે એનું ઠેકાણું નહીં. ફાયદો શેમાં ? ઓછામાં ઓછું. નુકસાન થાય એમાં ફાયદો ને ? એટલે મેં બધાને કહ્યું છે કે મોડી આવે તો ય છોડીઓને ઘરમાં પેસવા દેજો, એમને કાઢી ના મૂકશો. નહીં તો બહારથી કાઢી મેલે, આ કડક મિજાજના લોકો એવા ખરા કે ? કાળ કેવો વિચિત્ર છે ! કેટલી બળતરાવાળો કાળ છે !! ને પાછો આ કળિયુગ છે, એટલે ઘરમાં બેસાડીને પછી સમજાવવું. (૨૫૫) પ્રશ્નકર્તા ઃ હવે સામો કોઈ આપણા ઉપર સંશય રાખે તો એનો કેવી રીતે પોતે ઉકેલ લાવે ? દાદાશ્રી : એ સંશય રાખે છે એવું આપણે જ્ઞાન જ ભૂલી જવાનું. એ જે જ્ઞાન છે આપણને, એ જ્ઞાન જ ભૂલી જવાનું. પ્રશ્નકર્તા : એને આપણા પર સંશય આવ્યો હોય, તો આપણે પૂછવું પડે કે કેમ સંશય આવ્યો ? દાદાશ્રી : પૂછવામાં મજા જ નહીં. એ પૂછવું નહીં. આપણે તરત જ મા-બાપ છોકરાંનો વ્યવહાર સમજી જવું કે આપણો કંઈક દોષ છે. નહીં તો શંકા કેમ આવી ? (૨૫૬) ‘ભોગવે એની ભૂલ’ એ વાક્ય લગાડી દીધું કે ઉકેલ આવી ગયો. શંકા કરનાર છે તે ભોગવે છે કે શંકા જેની પર થાય છે તે ભોગવે છે, એ જોઈ (૨૫૭) (૧૧) વારસામાં છોકરાંતે કેટલું ? પ્રશ્નકર્તા : પુણ્યના ઉદયે, જોઈએ તેના કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ? દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારું બહુ રાખવી નહિ. એમને ભણાવવા, ગણાવવા, બધું કથ્વીટ કરી, એમને સર્વિસે લગાવી દીધાં. એટલે પછી એ ડાળે (કામ) લાગ્યાં, એટલે બહુ રાખવી નહિ. એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું. (૨૫૯) પ્રશ્નકર્તા : આ ભાઈ અહીંથી જોડે જોડે લઈ જઈ શકશે ખરા ? દાદાશ્રી : હવે શું લઈ જાય ? જોડે હતું તે અહીં વાપરી ખાધું? હવે આ કંઈક મોક્ષનું મારી પાસેથી આવીને મળે તો દહાડો વળે. હજુ જિંદગી છે, હજી લાઈફ ટર્ન કરે, જાગ્યા ત્યાંથી સવાર. ત્યાં લઈ જવામાં કઈ વસ્તુ આવે છે ? અહીં જે તમે વાપર્યું તે બધું ગટરમાં ગયું. તમારા મોજશોખ માટે, તમારા રહેવા માટે જે બધું કરો, એ બધું ગટરમાં ગયું. ફક્ત પારકાં માટે જે કંઈ કર્યું, એટલો જ તમારો ઓવરડ્રાફટ (૨૬૦) એક માણસે મને પ્રશ્ન કર્યો કે “છોકરાંને કશું ના આપવું ?” મેં કહ્યું, છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ.’ પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાં ય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી (મિલકત) ખરી તે છોકરાને આપવી જ પડે, અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે. દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું. આપણો માર્ગ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52