Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 33
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૫૧ આપણને કોઈકે કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે, તો આપણે પ્રયત્ન કરવો. ચિંતા કરવાની ભગવાને ના પાડી છે. ચિંતા કરવાથી તો એક અંતરાય વધારે પડે છે અને વીતરાગ ભગવાને શું કહ્યું છે કે, ‘ભાઈ, ચિંતા તમે કરો છો, તો તમે જ માલિક છો ? તમે જ દુનિયા ચલાવો છો ?” આને આમ જોવા જાય તો ખબર પડે કે પોતાને સંડાશ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ તો જ્યારે બંધ થાય ત્યારે ડૉકટરને બોલાવવો પડે. ત્યાં સુધી એ શક્તિ આપણી છે એવું આપણને લાગ્યા કરે, પણ એ શક્તિ આપણી નથી. એ શક્તિ કોને આધિન છે, એ બધું જાણી રાખવું ના પડે ? (૩૨૯) આ તો મરવા જેવો ખાટલામાં પડ્યો હોય તો ય નાની બેબીની ચિંતા કર્યા કરે કે આને પરણાવવાની રહી ગઈ. તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવરમાં જાય. જાનવરનો અવતાર નાલેશીભરેલો છે. પણ મનુષ્ય અવતારમાં ય સમ ના રહે તે શું થાય ? (૩૩૧) (૧૩) ભલું થયું, ન બંધાઈ જંજાળ.. ચિંતા-બિંતા કોઈ દહાડો કરો છો ? પ્રશ્નકર્તા : ચિંતા બહુ નહીં, કોઈક વખત એમ થાય કે આમ તો બધું જ છે, પણ બાળક નથી. મા-બાપ છોકરાંનો વ્યવહાર એટલું જાણી લેવું કે આવ્યા છે તે જાય, ત્યારે શું શું થાય ? માટે આજથી હસવું જ નહીં. પછી ભાંજગડ જ નહીં ને ? (૩૩૯). બચ્ચાં એ તો આપણો હિસાબ રાગ-દ્વેષનો હોય, પૈસાનો હિસાબ નહીં, રાગ-દ્વેષના ઋણાનુબંધ હોય છે. રાગ-દ્વેષના હિસાબ ચૂકવવા માટે આ બચ્ચાં બાપાનું તેલ કાઢે, અવળી ઘાણીએ !! શ્રેણિક રાજાને બન્યું હતું કે, તે રોજ ફટકારતું હતું, જેલમાં હલું ઘાલી દેતા હતા. પાછા કો'ક કહેશે કે મારે છોકરાં નથી. મૂઆ, છોકરાંને શું તોપને બારે ચઢાવવાં છે ? આવાં છોકરાં હોય તે પજવે તે શા કામનો ? એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને ક્યા અવતારમાં મુઆ તારે શેર માટી નહોતી ? આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે ત્યાં તો મૂઆ પાંસરો મર ને ! અને કંઈક મોક્ષનું સાધન ખોળી કાઢ, ને કામ કાઢી લે. (૩૪૧) પ્રશ્નકર્તા : ગયે વરસે એનો એક બાબો ગુજરી ગયો ને ત્યારે કહે છે મને બહુ જ દુ:ખ થયેલું ને બહુ જ મેન્ટલી બહુ સહન કરવું પડેલું. તો કે એવું આપણને જાણવાનું મન થાય કે આપણે એવું શું હશે કે જેથી કરીને આવું થાય એમ. ગયા ભવમાં શું કર્યું હોય તો આવું આવે આપણને ? દાદાશ્રી : એવું છે ને કે જેટલો જેનો હિસાબ એટલા જ આપણી જોડે રહે એ હિસાબ પતી જાય એટલે ચોપડામાંથી જુદા થઈ જાય. બસ આ આનો કાયદો છે. પ્રશ્નકર્તા : કોઈ બાળક જન્મીને તરત મરી જાય છે, તો તે એનું એટલું જ લેણદેણ ? દાદાશ્રી : ઓહોહો ! એટલે ખાનારો નથી. આ બધું છે તો ય, ખાવાનું બધું છે પણ ખાનાર ના હોય તો એ ય પાછી ઉપાધિને ? (૩૩૬) કો'ક અવતાર, બહુ પુણ્યશાળીનો અવતાર હોય ત્યારે બન્યું ના હોય. કારણ કે એ ચોપડાનો હિસાબ છે બચ્ચાં કે ના બચ્ચાંનો. આ અવતારમાં મહાન પુણ્યશાળી છો કે તમને છોકરું ના થયું ! તે મહાન પુણ્યશાળી કહેવાય !! ત્યારે મૂઆ આ કોણે શીખવાડ્યું? ત્યારે કહે, મારી શેઠાણી રોજ કચ કચ કર્યા કરે છે. મેં કહ્યું, હું આવીશ, ત્યાં આગળ. પછી શેઠાણીને સમજણ પાડી, પછી ડાહ્યી થઈ ગઈ. શેઠને બહુ ભાંજગડ નથી. તમારે તો ચોપડામાં ખાતાં નથી, તે સારું છે, નહીં ? એટલે પરમ સુખિયા જ છો. (૩૩૭) એક્ય છોકરું ના હોય ને છોકરો જન્મે તો તે હસાવડાવે, ભાઈને ખૂબ આનંદ કરાવડાવે. ત્યારે એ જાય ત્યારે રડાવેડાવે ય એટલું જ. માટે આપણે દાદાશ્રી : જેનો જેટલો હિસાબ હોય છે મા-બાપ જોડે રાગ-દ્વેષનો એટલો પૂરો થઈ ગયો, તે મા-બાપને રડાવીને જાય, ખૂબ રડાવે. માથા ઉં ફોડાવે. પછી ડોકટર પાસે દવાના પૈસા ખર્ચાવડાવે, બધું કરાવીને છોકરો જતો (૩૪૮) - છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુ: પડે છે. આપણા લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે છે, એટલે તમારે જેમ છે તેમ જાણીને શાંતિપૂર્વક રહેવું જોઈએ. ખોટી માથાકૂટ કરીએ એનો અર્થ શો રહે !

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52