Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 21
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ‘સાહેબ’ થવા ફરે છે? પણ સાહેબ થવા માટે આમ અરીસામાં જુએ, પટિયાં પાડ પાડ કરે. ને પોતે માને કે હવે ઓલરાઈટ થઈ ગયો છું. પાછો પાટલુન પહેરીને આમ પાછળ થબોકા માર માર કરે. અલ્યા, શું કામ વગર કામનો માર માર કરે છે ?! કોઈ બાપો ય જોનાર નથી, સહુ સહુના કામમાં પડ્યા છે. સહુ સહુની ચિંતામાં પડ્યા છે. તને જોવા નવરું ય કોણ છે ? સહુ સહુની માથાકૂટમાં પડ્યા છે. પણ પોતાની જાતને શું ય માની બેઠાં છે ? (૧૪૪) જૂની પેઢીવાળાં જો છોકરાંઓને કચકચ કરતાં હોય તો હું એને પૂછું કે તમે નાના હતા ત્યારે તમારા બાપ કશું તમને કહેતા હતા કે ? ત્યારે કહેશે, બાપા ય કચકચ કરતા હતા. એ બાપાને પૂછીએ તમે નાના હતા ત્યારે ? તો કહેશે, અમારા બાપા ય કચકચ કરતા હતા. એ આ ‘આગે સે ચલી આપી છે'. અલ્લાની કૂણી જેવું, આગે સે ચલી આપી! છોકરો જૂની વાત સ્વીકારવા તૈયાર નથી. એટલે આપણે બધા, વાંધા પડી ગયા છે. બાપને હું મોર્ડન થવાનું કહું છું, તો થતા નથી. એ શી રીતે થાય ? મોર્ડન થવું એ કંઈ સહેલી વાત નથી. (૧૪૯) આપણો દેશ યુઝલેસ થઈ ગયો, જે એટલો બધો તિરસ્કાર, હલકી નાતનો. પાટીદાર વાણિયાની જોડે બ્રાહ્મણો બેસે નહીં ને બ્રાહ્મણની જોડે વાણિયો બેસે નહીં. ઊંચા હાથે પ્રસાદ આપે. પણ અત્યારની આ પ્રજા હેલ્વી માઇન્ડવાળી છે, બહુ સરસ છે ! છોકરાઓ માટે સારી ભાવના જ કર્યા કરોને. એ બધા સંજોગો ભેગા થઈ જશે. બાકી આ છોકરાંઓમાં કશું વળે એવું નથી. છોકરાં વળશે, પણ તે એની મેળે કુદરત વાળશે. છોકરાં સારામાં સારાં છે. કોઈ કાળે નહોતાં એવાં છોકરાં છે અત્યારે. શું ગુણો હશે તે હું એવું કહું છું કે કોઈ કાળે નહોતાં એવાં ગુણો છે ! કોઈ જાતનો બિચારાને તિરસ્કાર નથી, કશું નથી. ખાલી મોહી, ભટકભટક કરે છે સિનેમામાં ને બધે. અને પહેલાના કાળમાં તે તિરસ્કાર એટલા બધા કે બ્રાહ્મણનું છોકરું પેલાને અડે નહીં. છે અત્યારે કશી ભાંજગડ ? પ્રશ્નકર્તા : એવું કંઈ નથી. જરા ય નથી. મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : તે બધો ચોખ્ખો થઈ ગયો માલ અને લોભે ય નથી, માનની એ પડી નથી. અને પેલો અત્યાર સુધી તો બધો જુઠ્ઠો માલ. માની-ક્રોધીલોભી ! અને આ તો મોહી બિચારાં, જીવડાં જેવા છે. પ્રશ્નકર્તા : આપ કહો છો કે અત્યારની જનરેશન હેલ્થી માઈન્ડની છે અને બીજી બાજુ જુઓ તો બધા વ્યસની છે ને બધા કેટલું બધું છે. દાદાશ્રી : ભલે એ વ્યસની દેખાય, પણ એમને બિચારને રસ્તો ના મળે ને તો શું થાય માણસ ? એમનું માઈન્ડ હેલ્થી છે. પ્રશ્નકર્તા : હેલ્દી માઈન્ડ એટલે શું ? દાદાશ્રી : હેલ્દી માઈન્ડ એટલે મારાં-તારાની બહુ ના પડેલી હોય અને અમે તો નાના હતા ને, ત્યાંથી બહાર કોઈકનું કશું પડેલું હોય, કંઈક આપો તે લઈ લેવાની ઇચ્છા. કોઈકને ત્યાં ગયા જમવા, તો થોડું વધારે ખઈએ, ઘેર ખાતાં હોય તેના કરતાં. નાના છોકરાંથી માંડીને ઠેઠ હૈડિયાંઓ સુધી બધા મમતાવાળા. (૧૫૬) અલ્યા, આ ડબલ બેડ તે હિંદુસ્તાનમાં હોતાં હશે ? કઈ જાતના જાનવરો છે ? હિન્દુસ્તાનના સ્ત્રી-પુરુષો કોઈ દહાડો ભેગા એક રૂમમાં હોતા જ નથી ! હંમેશાં જુદી જ રૂમમાં રહેતા હતા ! તેને બદલે આ જો તો ખરાં !! અત્યારે આ બાપ જ બેડરૂમ કરી આપે, ડબલબેડ ! તે પેલાં સમજી ગયા કે આ દુનિયા આવી જ ચાલ્યા કરે છે. તમને ખબર છે કે પહેલાં સ્ત્રી-પુરુષોની જુદી રૂમોમાં પથારીઓ રહેતી હતી. તમને ખબર નથી. એ બધું મેં જોયેલું આ. તમે એ ડબલ બેડ જોયેલા ? હૈ ? શું કહે છે ? (૧૫૮) (૯) મધર-ફાધરતી ફરિયાદો ! એક ભઈ કહે છે, અમારો ભત્રીજો રોજ નવ વાગે ઊઠે છે. ઘરમાં કશું કામ થતું નથી. પછી ઘરનાં બધાં માણસોને પૂછયું કે આ વહેલો નથી ઊઠતો એ તમને બધાને નથી ગમતું ? ત્યારે બધાં ય કહે છે કે અમને નથી ગમતું, છતાં ય એ વહેલો ઊઠતો જ નથીને. મેં કહ્યું કે સૂર્યનારાયણ આવ્યા પછી તો ઊઠે છે કે નથી ઊઠતો ? ત્યારે કહે છે કે ત્યાર પછી ય એક કલાકે ઊઠે છે. એટલે મેં કહ્યું કે સૂર્યનારાયણની ય મર્યાદા નથી રાખતો ? માટે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52