________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૩
મા-બાપ છોકરાંનો વ્યવહાર
લાગે કે ખસી ગયું. પણ નથી ખસતું એ. એમ કરતું કરતું આવરણ આવતું આવતું બધું પછી... માણસ જડ જેવો થઈ જાય. પછી એને સારા સારા વિચારબિચાર કશું આવે નહીં. એટલે જે ડેવલપ થયેલા છે, તે આમાંથી બહાર નીકળ્યા પછી એનું બ્રેઈન બહુ સારું ડેવલપ થયેલું હોય ! ફરી પાછું બગાડવું ના જોઈએ.
પ્રશ્નકર્તા : આ દારૂ પીધાથી જે બધું ડેમેજ થયું હોય મગજને. મગજના પરમાણુને જે ડેમેજ થઈ ગયું હોય, તો એ ડેમેજ ભાગ ફરીથી રીપેર કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ કંઈ રસ્તો જ નથી એનો. એ તો ટાઈમ જ પસાર થશે તેમ તેમ એ થશે. પીધા વગરનો ટાઈમ જશે, પસાર થશે તેમ તેમ એ બધું ખુલ્લું થતું જશે. એકદમ ના થાય. દારૂ ને આ માંસાહારથી જે દેવું થાય છે, એ દારૂ-માંસાહારમાંથી આ સુખ ભોગવે છે, એ સુખ ‘રીપ’ કરતી વખતે જાનવરમાં જવું પડે છે. આ દરેક સુખ જેટલાં છે ને, જેટલા સુખ તમે લો છો એ “રીપ’ કરવા પડશે એવી જવાબદારી આપણે સમજવી જોઈએ. આ પોલું નથી જગત ! આ રીપવાળું જગત છે. ફક્ત આ આંતરિક સુખનું જ રીપે કરવું નથી પડતું ! બીજા બધાં બહારનાં સુખો એ બધાં રીપે કરવાનાં છે. જેટલી આપણે જમે લેવી હોય એટલી લેવી અને પછી આપવી પડશે !!
પ્રશ્નકર્તા : આવતા જન્મમાં રીપે કરવું પડશે જનાવર થઈને, એ બરાબર પણ આ ભવમાં શું થશે ? આ ભવના શું પરિણામ છે ?
દાદાશ્રી : આ ભવમાં છે તે એને પોતાને આવરણ આવી જાય એટલે જડ જેવો, જાનવર જેવો થઈ ગયેલો જ હોય. લોકોમાં પ્રેસ્ટીજ ના રહે લોકોમાં માન ના રહે, કશું જ ના રહે !
(૧૨૭) ઈડાં હોય અને બચ્ચાં હોય એ બેઉ એક જ છે બધું. કોઈનું ઈંડું ખાવું અને કોઈનું બચ્ચું ખાવું એમાં ફેર નથી. બચ્ચાં ખાવાનું પસંદ ખરું તને ? કોઈના બચ્ચાં ખઈ જવાનું પસંદ ખરું ?
(૧૨૯). પ્રશ્નકર્તા : એમાં ઈંડાં પણ શાકાહારી ઈડાં હોય છે, એવી લોકોની માન્યતા હોય છે.
દાદાશ્રી : ના, એ તો રોંગ માન્યતા છે એ ઈડાંને નિર્જીવ ઈંડાં કહે છે, એ જીવ વગરની વસ્તુ. જેમાં જીવ ના હોય એ વસ્તુ ખવાય નહીં.
પ્રશ્નકર્તા : આ જુદી વાત લાગે છે.
દાદાશ્રી : જુદી એટલે એક્ઝક્ટ વાત છે. આ તો સાયન્ટિસ્ટોએ કહ્યું હતું કે હંમેશાં નિર્જીવ કોઈ વસ્તુ ખવાય નહીં અને જીવ હોય તો ખવાય. એમાં જીવ ખરો પણ અમુક જાતનો જીવ. એટલે આ તો એ લોકોએ ખોટો લાભ ઉઠાવ્યો છે જગતનો. એને અડાય જ નહીં અને આવાં છોકરાંઓને ઈડાં ખવડાવાથી શું થાય, શરીર પછી એટલું બધું ઉશ્કેરાટવાળું થાય કે પછી માણસના કંટ્રોલમાં રહે નહીં. અમુક આપણું વેજીટેરિયન ફૂડ તો બહુ સારું હોય, કાચું ભલે રહ્યું. ડૉકટરોનો એમાં દોષ નથી હોતો. ડૉકટર તો એની બુદ્ધિ અને એની સમજણ પ્રમાણે કર્યા કરે. આપણે આપણા સંસ્કાર સાચવવાના ને. આપણે સંસ્કારી ઘરવાળા લોકો છીએ.
(૧૩) દાદાશ્રી : હા, એમનાં મા-બાપ ફરિયાદ કરવા આવ્યા કે આ છોકરાં અમારા બગડી જવા બેઠા છે, એનું શું કરીશું ? મેં કહ્યું, તમે ક્યારે સુધરેલા હતા તે વળી પાછા છોકરા બગડી ગયા ! તમે માંસાહાર કરો છો ? ત્યારે કહે, કોઈક દહાડો. પેલું પીવાનું ? ત્યારે કહે, કોઈક દહાડો. એટલે આ છોકરા જાણે કે મારા બાપા કરે છે એટલે હિતકારી વસ્તુ છે આ. હિતકારી હોય તે જ મારો બાપ કરે ને, કહેશે. એટલે તમને શોભે નહીં આ બધું. એટલે પછી એ છોકરાને માંસાહાર છોડાવી દીધો. એમને કહ્યું, છોકરાઓને કે ‘ભઈ આ બટાકા તું કાપી શકું ? આ પપૈયો તું કાપી શકું ? આ બધા એપલ કાપી શકું ? આ બધું તું કાપી શકું ?’ ‘હા, બધું કાપી નાખું.” કહ્યું, ‘કોળું આવડું હોય તો ?” ‘તે એ ય કાપી શકું.' કાકડી આવડી હોય તે ય કાપી શકું એ ? તે ઘડીએ હાર્ટને અસર થાય? ત્યારે કહે, “ના.” પણ કહ્યું, ‘બકરી કાપી શકું ?” ના. “મરઘી કાપી શકું ?” ત્યારે કહે ‘ના કપાય મારાથી.’ માટે જ તારું હાર્ટ એક્સેપ્ટ કરે છે કાપવામાં, એટલી જ વસ્તુ તું ખાજે. તારું હાર્ટ એક્સેપ્ટ ન કરતું હોય, હાર્ટને ગમે જ નહીં, રુચે નહીં એ વસ્તુ ખાઈશ નહીં. નહીં તો એના પરીણામ ઊંધા આવે છે અને તે પરમાણુ તને હાર્ટ ઉપર અસર કરશે. એટલે છોકરાઓ સારી રીતે સમજી ગયા અને છોડી દીધું. (૧૩૧)
બર્નાડ શૉને એક જણે પૂછ્યું કે તમે માંસાહાર કેમ કરતા નથી ? ત્યારે કહે, મારું શરીર એ છે તે કસ્તાન નથી. આ મરઘા-કૂકડાનું કબ્રસ્તાન નથી એ. તે પણ એમાં શું ફાયદો ? ત્યારે કહે, “આઈ વોન્ટ ટુ બી એ સિવિલાઈઝડ