Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩૩ ૩૮ મા-બાપ છોકરાંનો વ્યવહાર એક માણસ સંડાસના બારણાંને લાતો માર માર કરતો હતો. મેં કહ્યું કે કેમ લાતો મારો છો ? ત્યારે કહે છે કે બહુ સાફ કરું , તો ય ગંધાય છે. ખૂબ સાફ કરું છું તો ય ગંધાય છે. બોલો, હવે એ મૂર્ખાઈ કેટલી બધી કહેવાય ? જાજરૂના બારણાને લાતો મારીએ તો ય ગંધાય છે. તેમાં ભૂલ કોની ? (૨૦૧) કેટલાક તો છોકરાને માર માર કરે, આ મરાતી હશે ચીજ ?! આ તો ગ્લાસવેર છે. ગ્લાસવેર તો ધીમે રહીને મૂકાય. ગ્લાસવેરને આમ ફેંકે તો ? હેન્ડલ વીથ કેર ! એટલે ધીમે રહીને મૂકવાનું. હવે આવું ના કરાય.(૨૦૪) એવું છે, કે આ તો અત્યારનાં છોકરાંઓની ચિંતા આપણે કરવી જોઈએ. પણ ગયા અવતારમાં છોકરાં હતાં, તેનું શું કર્યું ? દરેક અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યા છે, જે અવતારમાં આવ્યા તે અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યો છે, તે નાના નાના આવડાં રખડી જાય એવું મૂકીને આવ્યો છે. ત્યાંથી જવાનું જરા ય ગમતું નહોતું તો ય ત્યાંથી આવ્યા. પછી ભૂલી ગયો ને પાછાં આ અવતારમાં બીજા બચ્ચાં ! એટલે બચ્ચાંનો કકળાટ શું કરવા કરો છો ? ધર્મને રસ્તે વાળી દો એમને, સારાં થઈ જશે. (૨૯) એક છોકરો તો, એવો આડો હતો, તે કડવી દવા પાય, તે પીવે નહીં, ઉતારે નહીં ગળે એવો આડો થયેલો. ત્યારે એની માએ બહુ પાકી હતી. એ તો જેમ છોકરું આડું હોય તો એની મા કંઈ કાચી હોય કે ! તે માએ શું કર્યું, નાક દબાવ્યું. તે હુડહુડ કરીને ઊતરી ગયું. એટલે છોકરો વધારે પાકો થઈ ગયો. એટલે બીજે દહાડે જ્યારે પાતી હતી ને, ત્યારે મા નાક દબાવા ગઈ, તો આણે ફૂઉઉઉ કરીને આંખમાં ફેંક્યું ! આ તો આની આ કવૉલિટી ! પેટમાં નવ મહિના નફામાં રહે વગર ભાડે અને વળી પાછા ઉપરથી પાછા ફૂંકારા મારે, મૂઆ ! વિધાઉટ એની રેન્ટ નાઈન મન્થ ! (૨૨૧) એક બાપ અમને કહેતા હતા કે “આ મારો ત્રીજા નંબરનો છોકરો બહુ જ ખરાબ છે. બે છોકરા સારા છે.’ મેં કહ્યું, ‘આ ખરાબ છે, તો તમે શું કરશો ?” ત્યારે કહે, ‘શું કરે બળ્યું આ ? પણ બે છોકરાને મારે કશું કહેવું નથી પડતું અને આ ત્રીજા છોકરા માટે મારી આખી જીંદગી જ ખરાબ થવા માંડી છે” મેં કહ્યું, ‘શું કરે છે એ છોકરો તમારો ?” ત્યારે એ કહે, “રાત્રે દોઢ વાગે આવે છે, દારૂ ઢીંચીને આવે મૂઓ. મેં કહ્યું, ‘પછી તમે શું કરો છો ?” ત્યારે કહે, ‘હું જોઉં છું, જો એને મોટું દેખાડું તો એ ગાળો ભાંડે. હું છેટો રહીને બારીમાં રહીને જોયા કરું કે શું કરે છે !' ત્યારે મેં કહ્યું, ‘દોઢ વાગે ઘરે આવીને પછી શું કરે છે ? ત્યારે કહે છે, “ખાવા કરવાની કશી વાત નહીં કરવાની, આવીને પથારી એની કરી આપવાની, મહીં સુઈ જવાનું એણે તરત અને સૂઈ જાય છે ને, તરત નાખોરાં બોલે છે.' ત્યારે મેં કહ્યું, ‘તમારી શી દશા થાય છે ?” ત્યારે એ કહે, ‘એ સૂઈ જાય ને તરત ઊંઘી જાય નફિકરો’ મેં કહ્યું, તો ફિકર કોણ કરે છે ?” ત્યારે કહે, ‘તે તો હું જ કરું છું.’ પછી કહે છે, “મને તો આખી રાત ઊંઘ નહીં આવતી, એનો આ વેશ જોઈને.” મેં કહ્યું, ‘આ દોષ તમારો છે. એ તો સૂઈ જાય છે નિરાંતે. તમારો દોષ તે તમે ભોગવો છો. આ પૂર્વભવે શીખવાડનારો તું, આ દારૂનું વ્યસન.’ પેલાને શીખવાડીને ખસી ગયા. શા હારું શીખવાડે ? લાલચના માટે. તે આ ગયા અવતારે ફટવ્યો છે, ઊંધે રસ્તે ચઢાવ્યો છે. તે એ શીખવાડ્યાનું ફળ આવ્યું આ ફેરે. તે હવે ફળ નિરાંતે ભોગવો ! તે ભોગવે એની ભૂલ. જો પેલો ઢોંગરો તો સુઈ ગયો છે ને નિરાંતે ? અને બાપ આખી રાત ઉપાધિ કરતો કરતો, પાછો દોઢ વાગે જાણે ય ખરો. આવેલો છે, જાણે ને બોલાય નહીં પાછો. બોલે તો કહે, આવડી ગાળો આપે અને સુઈ જાય તો પાછો નાખોરા હડહડાટ બોલે, પાછો સીગરેટ પીઈને સૂઈ જાય નિરાંતે. જોને કોના બાપની પડેલી છે ? તે ભોગવે પેલો. ભૂલ એની. (૨૨૨) વહુ જાણે કે સસરા પેલા રૂમમાં બેઠા છે. એટલે વહુ બીજા જોડે વાત કરે કે ‘સસરામાં જરાક અક્કલ ઓછી છે.” હવે આપણે તે ઘડીએ ત્યાં આગળ ઊભા હોય તો આપણને આ સાંભળવામાં આવે. તો આપણી મહીં એ રોગ પેઠો. તો ત્યાં આપણે શો હિસાબ કાઢવાનો કે આપણે પેલા રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે ! આપણે એ ભૂલ્લ ભાંગી નાખીએ. આપણે એમ માનીને કે ત્યાં જ બેઠા હતા. ને આ નહોતું સાંભળ્યું એટલે એ ભૂલ ભાંગી નાખીએ. મહાવીર ભગવાનની ય પાછળ તો લોકો બોલતા હતા. એ તો બોલે લોક. આપણે આપણી ભૂલ ભાંગી નાંખવી. એને ફાવે એવું બોલે અને આપણા કર્મના ઉદય હોય, તો જ એનાથી આવું બોલાય. આપણા ઉદય રાશી હોય તો જ બોલાય. (૨૨૩)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52