Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૧૮ માટે પહેલું શું કરવું પડે ? બાહ્ય વ્યવહારમાં હું એનો ફાધર છું, પણ અંદરખાને મનમાં આપણે માનવું કે હું એનો છોકરો છું. ત્યારે ફ્રેન્ડશીપ થાય, નહીં તો થાય નહીં ! ફાધર ફ્રેન્ડ કેવી રીતે થાય ? ત્યારે કહે, લેવલ લઈએ ત્યારે. લેવલ કેવી રીતે લેવાય ? ત્યારે કહે, એના મનમાં એવું માને કે હું આનો છોકરો થઉં છું, એનું કહે તો કામ થઈ જાય. કેટલાક લોકો કહે છે ને કામ થઈ ય જાય છે ! પ્રશ્નકર્તા : આપે કહ્યું ને સોળ વર્ષ પછી એના ફ્રેન્ડ થવાનું, પણ સોળ વર્ષ પહેલાં પણ ફ્રેન્ડશીપ જ રાખવાની ? દાદાશ્રી : એ તો બહુ સારું. પણ દશ-અગિયાર વર્ષ સુધી તો આપણે ફ્રેન્ડશીપ રખાય નહીં. ત્યાં સુધી ભૂલચૂક થાય. એટલે એને સમજણ પાડવી જોઈએ. એકાદ ધોલ મારવી ય પડે દશ-અગિયાર વર્ષ સુધી. એ બાપની મૂછો ખેંચતો હોય તો ધોલ મારવી પડે. બાપ થવા ગયેલાને, એ માર ખઈને મરી ગયેલા. (૧૭) સુધારવાના તો પ્રયત્ન બધાએ કરવા જોઈએ. દરેક માણસે, પણ પ્રયત્નો સફળ થવા જોઈએ. બાપ થયો અને છોકરાને સુધારવા માટે એ બાપપણું છોડી દે એમ છે ? “હું ફાધર છું’ એ છોડી દે ખરો ? પ્રશ્નકર્તા: જો એ સુધરતો હોય તો, અહમ્ ભાવ, દ્વેષ બધું કાઢીને એને સુધારવાનો પ્રયત્નો કરવો જોઈએ. દાદાશ્રી : તમારે બાપ તરીકેના ભાવ છોડી દેવા પડે. પ્રશ્નકર્તા : ‘આ મારો દીકરો’ એમ માનવાનું નહીં ને ‘હું બાપ છું” એમ નહીં માનવાનું ? દાદાશ્રી : તો તો એના જેવો એકે ય નિયમ જ નહીં. (૧૦૧) એવા બે-ચાર જણ હતા તે મને પ્રેમથી દાદા કહે, તે મારો સ્વભાવ બધો પ્રેમવાળો અને બીજા બધા તો ઉપલક ‘દાદા ક્યારના આવ્યા છો ?’ હું કહું કે પરમ દહાડ આવ્યો. એ પછી કશું ય નહીં, લટકતી સલામ. પણ આ તો રેગ્યુલર સલામ કરે છે. મેં શોધખોળ કરી કે એ મને દાદા કહે, ને હું મનથી એને દાદા માનું. એ જ્યારે મને દાદા કહે ત્યારે હું એને મનથી દાદા મા-બાપ છોકરાંનો વ્યવહાર કહું એટલે પ્લસ-માઈનસ કર્યા કરું. છેદ ઉડાડી દઉં. હું એને મનથી દાદા કહું. એટલે મારું મન બહુ સારું રહેવા માંડ્યું. હલકું થવા માંડ્યું. તેમ તેમ પેલાને એટ્રેક્શન વધારે થવા માંડ્યું. હું દાદા એને મનથી માનું એટલે પછી એના મનમાં મારી વાત પહોંચે ને ! ઓહોહો ! કેટલો મારી ઉપર ભાવ છે એમને. આ બહુ સમજવા જેવી વાત છે. આવી ટૂંકી વાત આમ નીકળે કોઈ વખત. તો આ કહી દઉં. તમને આવી જો ગોઠવણી કરતાં આવડે તો કલ્યાણ થઈ જાય એવું છે. એટલે પછી શું કર્યું ? આવો વ્યવહાર ચાલે એટલે એના મનમાં એમ જ લાગે કે દાદા જેવા કોઈ માણસ મળે નહીં કોઈ. (૧૦૩) પ્રશ્નકર્તા : બાપ એવું વિચારે કે છોકરો મને કેમ એડજસ્ટ ના થાય ? દાદાશ્રી : એ તો એનું બાપપણું છે એટલે. બેભાનપણું છે. બાપપણું એટલે બેભાનપણું. ધણીપણું એ બેભાનપણું. જ્યાં ‘પણું આવ્યું એ બેભાનપણું. પ્રશ્નકર્તા : ઊલટો બાપ એમ કહે કે હું તારો બાપ છું, તું મારું ના માનું? મારું માન ના રાખું ? દાદાશ્રી : ‘તું જાણતો નથી, હું તારો બાપ થાઉં?” ત્યારે કહે, ‘તમારા બાપા ય જાણતા હતા.” એક જણને તો મેં એવું કહેતાં સાંભળેલો, ‘તું જાણતો નથી, હું તારો બાપ થાઉં ?” કંઈ જાતના ચક્કરો પાક્યા છે ? આવું ય કહેવું પડે ? જે જ્ઞાન પ્રગટ આખી દુનિયા જાણે છે, તે ય કહેવું પડે ? પ્રશ્નકર્તા : દાદા, એની આગળનો ડાયલોગ પણ મેં સાંભળેલો કે તમને કોણે કીધું હતું કે પેદા કરો અમને !! દાદાશ્રી : એવું કહે એટલે આપણી આબરૂ શું રહી પછી ? (૧૦૭) () પ્રેમથી સુધારો ભૂલકાંતે ! પ્રશ્નકર્તા : ટકોર કરવી પડેને, જો એની ભૂલ થતી હોય તો ? દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું ? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52