Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર એટલે તો ઓરડીમાં ઘાલીને મારે. તે એવું બન્યું હઉં લોકોને ! છોકરાએ તે દહાડાથી નિયાણું જ કરેલું હોય કે હું મોટો થાઉં કે બાપને આપું ! મારું સર્વસ્વ જજો પણ આ કાર્ય થાવ, એ નિયાણું. આ ય સમજવા જેવું છે ને ? (૭૪) પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ? ૧૩ દાદાશ્રી : બાપનો જ ! દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વહુ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ? મારી-ઠોકીને ગાડું રાગે પાડે. ક્યાં સુધી સમાજની બીકના માર્યા રહે. પ્રશ્નકર્તા : એવું જ હોય કે બાપની ભૂલ જ હોય ? દાદાશ્રી : બાપની જ ભૂલ હોય છે. એને બાપ થતાં આવડતું નથી, એટલે આ બધું ભેલાઈ ગયું. ઘરમાં જો બાપ થવું હોય તો, સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે એવી દ્રષ્ટિ થાય ત્યારે બાપ થઈ શકે. પ્રશ્નકર્તા : બાપ ઘરમાં વડીલપણું ના રાખે, બાપપણું ના રાખે તો ય એની ભૂલ ગણાય ? દાદાશ્રી : તો રાગે પડી જાય. પ્રશ્નકર્તા : છતાં છોકરાઓ બાપનાં કહ્યામાં રહેશે, એની ખાત્રી શું ? દાદાશ્રી : ખરી ને ! આપણું કેરેક્ટર(ચારિત્ર) તો આખું જગત કેરેક્ટરવાળું. પ્રશ્નકર્તા : છોકરાં છેલ્લી કોટીનાં નીકળે તેમાં બાપ શું કરે ? દાદાશ્રી : મૂળ દોષ બાપનો જ. તે ભોગવે છે શાથી? આગળે ય આચાર બગડ્યા છે તેથી આ દશા થઈ છે ને ? જેનો કંટ્રોલ કોઈ અવતારમાં બગડતો નથી, તેને આવું હોય નહીં, અમે એ કહેવા માંગીએ છીએ ! પૂર્વકર્મ તો શાથી થયું ? આપણો મૂળ કંટ્રોલ નથી ત્યારે ને ? એટલે અમે આમાં, કંટ્રોલમાં માનીએ છીએ. કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ. આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે ! (૭૫) મા-બાપ છોકરાંનો વ્યવહાર જો આપણામાં શીલ નામનો ગુણ હોય, તો વાઘ પણ ઠેકાણે રહે. તો છોકરાઓનું શું ગજું ? આપણા શીલમાં ઠેકાણું નથી તેની આ બધી ભાંજગડ છે. શીલમાં સમજી ગયા ને ? ૧૪ પ્રશ્નકર્તા : શીલ કોને કહેવું, જરા વિસ્તારથી કહો ને, બધાને સમજાય એવું ! દાદાશ્રી : કિંચિત્ માત્ર દુઃખ દેવાના ભાવ ના હોય. કિંચિત્ પોતાના દુશ્મનને પણ દુઃખ દેવાના ભાવ ન હોય. એની મહીં છે તે સિન્સિયારિટી હોય, મોરાલિટી હોય. બધા જ ગુણો ભેગા થાય. કિંચિત્ માત્ર હિંસક ભાવ ના હોય. ત્યારે ‘શીલ’ કહેવાય. ત્યાં વાઘ ઠંડો થઈ જાય. પ્રશ્નકર્તા : એવું તો ક્યાંથી લાવે આજકાલનાં મા-બાપ ? દાદાશ્રી : તો પણ થોડા-ઘણા, એમાંથી આપણે પચ્ચીસ ટકા જોઈએ કે ના જોઈએ ? પણ આપણે આ કાળને લઈને સાવ આઈસ્ક્રીમની ડીશો ખાધા કરે એવા થઈ ગયા છે. (૭૬) પ્રશ્નકર્તા : ફાધરનું કેવું ચારિત્ર હોવું જોઈએ ? દાદાશ્રી : છોકરા રોજ કહે કે પપ્પાજી અમને બહાર નથી ગમતું. તમારી જોડે જ બહુ ગમે છે એવું ચારિત્ર હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આ તો ઊંધું, બાપ ઘરમાં હોય તો છોકરો બહાર જાય અને બાપ બહાર જાય તો છોકરો ઘરમાં હોય. દાદાશ્રી : છોકરાને ગમે નહીં પપ્પાજી વગર. પ્રશ્નકર્તા : તો એવું થવા માટે શું કરવું, પપ્પાએ ? દાદાશ્રી : હવે મને છોકરા મળે છે ને તે છોકરાને ગમતું નથી મારા વગર. પૈડા મળે છે તે ચૈડાઓને ય ગમતું નથી મારા વગર. જુવાન મળે છે તે જુવાનને ય ગમતું નથી મારા વગર. પ્રશ્નકર્તા : અમારે તમારા જેવું જ થયું છે. દાદાશ્રી : હા, પણ એ તો તમે આ મારા જેવું નકલ કરો તો થઈ જાય.


Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52