Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર તો એ જોયા કરે અને પછી એનાં મનમાં પપ્પા માટે કે મમ્મી માટે અવળી ભાવના અત્યારથી જ ચાલે, એને એનું પોઝિટિવપણું છૂટી જઈને નેગેટિવપણું શરૂ જ થઈ જાય. એટલે છોકરાંને બગાડનાર મા-બાપ છે અત્યારે ! એટલે આપણે વઢવું હોય તો એકાંતમાં વઢવું, પણ એની હાજરીમાં નહીં. એકાંતમાં બારણા વાસીને લાકડી લઈને બેઉ જણા સામસામી દાંડિયા (૪૯) રમવા. મોંઘા ભાવની કેરીઓ લાવ્યો હોયને, અને પછી કેરીનો રસ, રોટલી બધું બેને મૂકેલું હોય તૈયાર અને ખાવાની શરૂઆત થઈ અને થોડુંક ખાધું અને કઢીમાં હાથ ઘાલ્યો જરા ખારી લાગી કે ત્યાંથી ટેબલ પછાડે મૂઓ. નર્યું કટું ખારું કરી નાખ્યું છે. મેર ચક્કર, પાંસરો રહીને જમને ! ઘરનો ધણી એ, કોઈ ત્યાં ઉપરી નથી. એ પોતે જ બોસ, એટલે કૂદાકૂદ કરી મેલે. છોકરાંઓ ભડકી જાય કે પપ્પા આવા કેમ ગાંડા થઈ ગયા, કે શું કહેશે ? પણ બોલાય નહીં. છોકરાં દબાયેલાં બિચારાં, મનમાં અભિપ્રાય તો બાંધી દે કે પપ્પો ગાંડો લાગે છે ! (૫૧) એટલે છોકરા બધા કંટાળી ગયા છે. ફાધર-મધર પૈણેલા છે, એમના સુખ જોઈ અને અમે કંટાળી ગયા છીએ, કહે છે. મેં કહ્યું, ‘કેમ ? શું જોયું ?” ત્યારે એ કહે રોજ કકળાટ. એટલે અમે જાણીએ કે પૈણવાથી દુઃખ આવે છે. એવું પૈણવું નથી હવે અમને. (૫૩) (૪) અસર્ટિફાઈડ ફાધર્સ એન્ડ મધર્સ ! એક બાપ કહે છે, ‘આ છોકરા બધા મારી સામા થઈ જાય છે.’ મેં કહ્યું, ‘તમારામાં બરકત નથી, એ ખુલ્લું થાય છે.’ તમારામાં બરકત હોય તો છોકરા સામા શી રીતે થાય તે ? માટે એવી આબરૂ જ ના ઊઘાડશો. (૫૭) અને છોકરાંને વઢવઢ કરીએ તો બગડી જાય. એને સુધા૨વા હોય તો અમારી પાસે બોલાવડાવી અડધો કલાક વાતચીત કરાવડાવીએ એટલે સુધરી (૫૮) જાય ! એટલે મેં પુસ્તકમાં લખ્યું છે કે ‘અન્ન્ક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અનુન્ક્વૉલિફાઈડ મધર્સ.’ પછી છોકરાંઓ આવાં જ થઈ જાય ને ! એટલે મા-બાપ છોકરાંનો વ્યવહાર મારે કહેવું પડ્યું, ફાધર થવાની લાયકાતનું સર્ટિફિકેટ લેવું ને પછી પૈણવું જોઈએ. (૫૯) ૧૦ આ તો જીવન જીવતાં ય નહીં આવડતું, કશું એને આવડતું જ નથી. આ દુનિયા કેવી રીતે ચલાવવી તે જ નથી આવડતું. એટલે પછી છોકરાંને માર માર કરે. અલ્યા મૂઆ, ધીબું છું તે આ લૂગડાં છે તે માર માર કરે છે ?! છોકરાને સુધારીએ, માર માર કરીએ, તે આ કંઈ રીત છે ? એટલે જાણે પાપડનો લોટ ના બાંધતા હોય, પેલા ઘણથી પાપડનો લોટ બાંધતા હોય એવી રીતે માર માર કરતાં એક જણને દેખ્યો. (૬૨) મા-બાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઈને ચઢ્યો હોય છતાં ય એક દહાડો મા-બાપ કહેશે, ભઈ, આ આપણને શોભે નહીં, આ તેં શું કર્યું ?” તે બીજે દહાડેથી એનું બંધ થઈ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં મા-બાપ. આ જગત પ્રેમથી જ વશ થાય. આ મા-બાપને છોકરાં પર કેટલો પ્રેમ છે-ગુલાબના છોડ પ૨ માળીનો પ્રેમ કેટલો હોય તેટલો ! આને મા-બાપ કેમ કહેવાય ? (૬૩) પ્રશ્નકર્તા : છોકરાંના ઘડતર માટે કે સંસ્કાર માટે આપણે કશો વિચાર જ નહીં કરવાનો ? દાદાશ્રી : વિચાર કરવા માટે વાંધો નથી. પ્રશ્નકર્તા : ભણતર તો સ્કૂલમાં થાય, પણ ઘડતરનું શું ? દાદાશ્રી : ઘડતર સોનીને સોંપી દેવાનું, એના ઘડવૈયા હોય તે ઘડે. છોકરો પંદર વરસનો થાય ત્યાં સુધી એને આપણે કહેવું, ત્યાં સુધી આપણે જેવાં છીએ એવો તેને ઘડી આપીએ. પછી એને એની વહુ જ ઘડી આપશે. આ ઘડતાં નથી આવડતું, છતાં લોક થડે જ છે ને ? એથી ઘડતર સારું થતું નથી. મૂર્તિ સારી થતી નથી. નાક અઢી ઈંચનું હોય ત્યારે સાડા ચાર ઈંચનું કરી નાખે ! પછી એની વાઈફ આવશે તે કાપીને સરખું કરવા જશે. પછી પેલો ય પેલીનું કાપશે ને કહેશે, ‘આવી જા.’ (૬૪) પ્રશ્નકર્તા : ‘સર્ટિફાઈડ ફાધર-મધર'ની વ્યાખ્યા શું ? દાદાશ્રી : ‘અન્સર્ટિફાઈડ' મા-બાપ એટલે પોતાનાં છોકરાં પોતાના

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52