Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર સરસમાં સરસ કામ મેં આજે ક્યું. આવું કામ હું શીખી ગયો હવે.' એટલે પછી ચોર થયો, પછી શું થાય ? ફરી ‘ગજવામાંથી કાઢવું એ સારું છે' એવું એને જ્ઞાન પ્રગટ થઈ ગયું. તેમને કેમ લાગે છે ? કેમ બોલતા નથી ? આવું કરવું જોઈએ ? (૨૧) મેર ચક્કર, ઘનચક્કર આવા કંઈથી પાક્યા ! આ બાપ થઈ બેઠા ! શરમ નથી આવતી ? આ બાબાને કેવું ઉત્તેજન મળ્યું એ સમજાય છે ? બાબાએ જોયા કર્યું કે આપણે બહુ મોટું પરાક્રમ કર્યું ! આવું આવું લૂંટાઈ જાય તે શોભે આપણને ? શું બોલવાથી છોકરાંને સારું ‘એન્કરેજમેન્ટ’ થાય ને શું બોલવાથી તેને નુકસાન થાય, એનું ભાન તો હોવું જોઈએ ને ? આ તો, ‘અન્ટેસ્ટેડ ફાધર' ને ‘અન્ટેસ્ટેડ મધર' છે. બાપ મૂળો ને મા ગાજર, પછી બોલો, છોકરાં કેવાં પાકે ? કંઈ સફરજન ઓછાં થાય ?! (૨૨) એટલે આ કળિયુગનાં મા-બાપને તો બધું આવડતું ય નથી આવું તેવું. એને ખોટું એન્કરેજમેન્ટ આપે છે કેટલુંક તો. લઈ લઈને ફરે છે. પેલી બઈ કહે ને આમને કે, બાબાને ઊંચકી લો. ભઈને કહે, તો બાબાને લઈ લે. શું થાય તે ? અને એ તે પાછો કડક હોય ને ના લેતો હોય. તે બઈ કહેશે, કંઈ મારાં એકલીનાં છે કે ત્યારે ? સહિયારાં રાખવાનાં’. એવું તેવું બોલે. તે પછી બાબાને ઊંચકી લેવો જ પડે ને, પેલાને. છૂટકો છે ક્યાં જાય છે ? જાય ક્યાં ? ઊંચકી ઊંચકીને સિનેમા જોવાના, દોડધામ કરવાની તે ! છોકરાંને શી રીતે સંસ્કાર પડે ? એક બેન્કનો મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડો ય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરે ય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય, પણ મારે બોલવાનું નહીં. એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ? અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતાં ને વહુ સાચવતાં નથી આવડતી ! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા’ મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે ‘કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.’ એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ' જ છે. કારણ કે બાપાએ ‘એક્સેપ્ટ કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણાનો પંજો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ? (૨૪) નાનાં છોકરાં-છોકરીઓને સમજાવવું કે સવારે નાહીધોઈને ભગવાનની પૂજા કરવી, ને રોજ ટૂંકામાં બોલે કે, “મને તથા જગતને સબુધ્ધિ આપો, જગતકલ્યાણ કરો.' આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય, અને માબાપનું કર્મબંધન છૂટયું. બીજું છોકરાંને આ તમારે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' રોજ બોલાવવું જોઈએ. એટલા બધાં હિન્દુસ્તાનનાં છોકરાં સુધરી ગયાં છે કે સિનેમામાં જતા નથી. પહેલું બે-ત્રણ દહાડા જરા વાંકાચૂકાં થાય, પણ પછી બે-ત્રણ દહાડા પછી રાગે પડ્યા પછી મહીં જો સ્વાદ ઉતર્યા પછી એ ઉલટાં સંભારે. (૨૪) (૨) ફરજિયાતમાં ગાવાનું શું ? મરજિયાતનું ઈનામ હોય. એક ભઈ ફરજિયાતનું ઈનામ ખોળવા માંગતા હતા ! આખું જગત ઈનામ ખોળે છે ને કે “મેં આટલું આટલું કર્યું, તમને ભાન નથી, તમને ગુણ નથી મારો.” અલ્યા મૂઆ, શાનો ગુણને ખોળે છે, આ તો જે કર્યું, એ તો ફરજિયાત તેં કર્યું ! એક જણ છોકરાંની જોડે બોલતો હતો. કૂદાકૂદ કરતો હતો, હું વડ્યો પછી. પેલો કહેતો હતો, ‘દેવું કરીને મેં તને ભણાવ્યો. નહીં તો હું દેવું ના કરત તો તું શું ભણવાનો હતો, રખડી મરત.' મૂઆ, શું કરવા બોલ બોલ કરે છે, અમથો વગર કામનો ? એ તો ફરજિયાત છે, આવું બોલાય નહીં ! એટલે છોકરો ડાહ્યો છે ને ? તમને કોણે ભણાવ્યા એમ પૂછે તો શું કહું ? ગાંડું બોલે છે કે, લોકો ? અભણ લોકો, સમજણ નહીં, ભાન વગરનાં. (૩૦) છોકરાનું બધું ય કરવું જોઈએ. પણ છોકરાં કહે કે ના, બાપુજી હવે બહુ થઈ ગયું. તો ય બાપો છોડે નહીં પાછો. તો શું થાય ? છોકરાં લાલ વાવટો (૨૩)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52