Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૧૫ મા-બાપ છોકરાંનો વ્યવહાર આપણે કહીએ, ‘પેપ્સી લાવો.' તો કહેશે, ‘નથી.’ તો ય કંઈ વાંધો નહીં, પાણી લઈ આવો. આ તો કહેશે, “કેમ લાવીને રાખી નહીં ?” એ ડખો કર્યો પાછો. અમને તો બપોરે જમવાનો ટાઈમ થયો હોય અને કહેશે, “આજ તો જમવાનું કર્યું નથી. હું કહું કે ‘ભઈ બરોબર, સારું કર્યું. લાય જરા પાણી-બાણી પી લઈએ, બસ.” તમે કેમ નથી કર્યું ? એ ફોજદાર થઈ ગયો. ફોજદાર થઈ જાય ત્યાં આગળ. (૫) સમજાવવાથી સુધરે સુપુત્રો.. આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરે ય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ? (૮૪) આપણે કહીએ કે ના કરીશ, ત્યારે એ ભઈ ઊલટું કરે. ‘કરીશ, જાવ થાય એ કરો.” એ વધારે બગાડે છે ઊલટાં ! છોકરાંઓ ધૂળધાણી કરી નાખે છે. આ ઈન્ડિયનો એને જીવતાં નહીં આવડ્યું ! આ બાપ થતાં આવડ્યું નહીં અને બાપ થઈ બેઠા છે. એટલે જેમ તેમ મારે સમજાવવા પડે છે, પુસ્તકો મારે બહાર પાડવાં પડે છે. એટલે આપણું જ્ઞાન લીધેલું છે, એ તો સરસ છોકરાં બનાવી શકે, બેસાડીને, હાથ ફેરવીને એને પૂછ કે ‘ભાઈ, તને નથી લાગતું આ ભૂલ થઈ એવું ! (૮૭) પાછી ઈન્ડિયન ફીલોસોફી કેવી હોય છે, એક જણ વઢવા તૈયાર થાય ત્યારે પેલો ઉપરાણું છે. એટલે પેલું સુધરતું હોય તો ય સુધરવાનું તો કંઈ ગયું, છોકરો એમ જાણે કે “મમ્મી સારી છે અને પપ્પા ખરાબ છે. મારીશ મોટો થઈશ ત્યારે.” (૮૮) છોકરાંને સુધારવો હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું. કોઈને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઈ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો. કારણ કે મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે. મનમાં જેવું હોય તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં. ઘરમાં દરેકની જોડે કેવું વલણ રાખવું તેની ‘નોર્માલિટી' લાવી નાખો. આચાર, વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય, તો પોતે પરમાત્મા થઈ શકે છે ને અવળો ફેરફાર થાય તો રાક્ષસ પણ થઈ શકે છે. લોકો સામાને સુધારવા માટે બધું ફ્રેકચર કરી નાખે છે. પહેલાં પોતે સુધરે તે બીજાને સુધારી શકે. પણ પોતે સુધર્યા વગર સામો કેમનો સુધરે ? (૯૩) આપણે છોકરાઓ માટે ભાવ કર્યા કરવા કે છોકરાની બુદ્ધિ સવળી કરો. એમ કરતાં કરતાં બહુ દહાડા થાય ને, અસર પડ્યા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે. તમારે ભાવના કર્યા કરવી. એમની ખેંચ કરશો તો અવળાં ચાલશે. બાકી સંસાર નભાવી લેવા જેવો છે જેમ તેમ કરીને. (૯૬) છોકરો તમને દુઃખ દેતો હોય ને, દારૂ પીને આવીને, તો તમે મને કહો કે આ છોકરો મને બહુ દુઃખ દે. હું કહું કે ભૂલ તમારી છે. માટે શાંતિપૂર્વક ભોગવી લો છાનામાના, ભાવ બગાડ્યા સિવાય. આ મહાવીરનો કાયદો અને જગતનો કાયદો જુદો છે. જગતમાં લોક કહેશે કે ‘છોકરાની ભૂલ છે એવું કહેનારા તમને મળી આવશે અને તમે પણ ટાઈટ થઈ જશો કે “ઓહોહો ! છોકરાની ભૂલ જ છે. આ મારી સમજણ સાચી છે.” મોટા સમજણવાળા ! ભગવાન કહે છે, “તારી ભૂલ છે.” તમે ફ્રેન્ડશીપ કરશો તો સુધરશે. ફ્રેન્ડશીપ હશે તે છોકરાં સુધરશે. બાકી ફાધર-મધર તરીકે રહો છો, રોફ પાડવા જાવ છો, એ જોખમ છે બધું ! ફ્રેન્ડશીપ તરીકે રહેવું જોઈએ અને બહાર ફ્રેન્ડ ખોળે જ નહીં, એ રીતે રહેવું જોઈએ. આ ફ્રેન્ડ તો એ... પાના રમવા જોઈએ, બધું જ એની જોડે કરવું જોઈએ ! તું આવ્યા પછી અમે ચા પીશું, એવું કહેવું જોઈએ. આપણે બધાએ સાથે ચા પીવાની. ‘યોર ફ્રેન્ડ' હોય એ રીતે વર્તવું જોઈએ તો એ છોકરાં તમારાં રહેશે. નહીં તો છોકરાં તમારાં-કોઈ છોકરું કોઈનું થાય જ નહીં. કોઈ મરી ગયો, એની પાછળ છોકરો મરી ગયો ? બધા ય ઘેર આવીને નાસ્તો કરે, આ છોકરાં એ છોકરાં છે નહીં. આ તો ખાલી કુદરતી નિયમને આધારે દેખાય છે એટલું જ. ‘યોર ફ્રેન્ડ' તરીકે રહેવું જોઈએ. પહેલાં ફ્રેન્ડ તરીકે તમે નક્કી કરો તો રહી શકાય. જેમ ફ્રેન્ડને રીસ ચડે એવું બોલતા નથી. એ અવળું કરતો હોય તો આપણે ફ્રેન્ડને સમજાવીએ કેટલું ? એ માને ત્યાં સુધી. ના માને તો આપણે પછી કહીએ, તારી મરજીની વાત ! અને મનમાં ફ્રેન્ડ થવા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52