Book Title: Luptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo Author(s): Bansidhar Bhatt Publisher: Bansidhar Bhatt View full book textPage 8
________________ ગ્રંથ-ગ્રંથિ (થે, ગાંઠ, બંધન) છે; મોઃ, મૃત્યુ (મા) અને નરક (નિર) છે. તેમાં જ લોકો જકડાયેલા (Tad - fથત, બંધાયેલા) રચ્યા રહે છે (૨.૧૪, ૩.૧૫, ૪.૩૬, ૫.૪૪, ૬.૫૨, ૭.૫૯) ત્રીજા અધ્યયન શીતોષ્ણીયમાં આવી સાંસારિક દશાને આવર્ત-સ્રોતની (કાવટ્ટ સો ૩.૧.૧૦૭) સંજ્ઞા આપી છે. આવર્ત શબ્દ કોઈવાર ગુણો સાથે અને કોઈવાર તો સ્ત્રોત, સ્રોત, પ્રવાહ) સાથે સંકળાએલો છે. (સરખાવો – “ૐ જોતા મદે જોતા તિરિય સોતા..તે સોતા...નહિં સંતિ...માવયં તુ...” ૫.૬.૧૭૪). સ્રોતને બદલે કોય (ધસમસતો પ્રવાહ, પૂર) શબ્દનો પ્રયોગ પણ થયો છે, જેમકે , ગોવંતરે મુળી (૨.૬.૯૯ = ૫.૩.૧૬૧ : પૂર પ્રવાહ તરી જનાર એ મુનિ છે...). શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ આવી જ પરિભાષા યોજાઈ છે. તેમાં સંસારનાં વર્ણન માટે યોનિ (કારણ), સ્રોત, આવર્ત, ઓઘ, પર્વ (ગ્રંથિ - ગાંઠ, બંધન), ગુણ, જેવા શબ્દપ્રયોગો થયા છે. જેમકે: પંવતોડનું...રંવાવતાં પંવઃi...jત્તપર્વમમ | અમિન હં પ્રાતે બ્રહ્મ (૧.૫,૬), તાંતિ સર્વાળિ...પ્રતિ વિદ્વાન (૨.૮), મારગ શર્માણ [ન્વિતાનિ...(૬.૪). આચાર બ્રહ્મચર્યાનાં બાકીનાં અધ્યયનો (૨-૮) શસ્ત્રપરિજ્ઞાની આવી પ્રાચીન વિચારધારાને અનુસરે છે અને વત્તે ઓછે અંશે તેમાં વિકાસ કરતાં રહ્યાં છે. તેના ફક્ત ધ્યાન દોરે એવા વિશિષ્ટ મુદ્દા જ હવે આગળ દર્શાવવામાં આવશે. ૭ ૧.૨ આચાર - બ્રહ્મચર્ય - લોકરિચય (આચાર ૨. ઉદ્દેશો ૧-૬). શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં મુનિઓને કેન્દ્રમાં રાખીને તત્ત્વવિચારણા કરી હતી, પરંતુ બીજા અધ્યયન લોકરિચયમાં (“લોકની પરીક્ષા” : સરખાવો- તિ, નોર.૨.૧.૬૩ લોકરિચય માટે જુઓ ભટ્ટ-૧૯૮૧) સંસારી જીવોને કેંદ્રમાં રાખીને વિચારણા કરી છે અને પાપ કર્મોના સમારંભના ત્યાગ દ્વારા મુક્તિનો માર્ગ દર્શાવતો શસ્ત્રપરિજ્ઞાનો આદર્શ સંસારી લોકોમાં પહોંચાડયો છે. માતાપિતા, ભાઈબહેન, પતિપત્ની, બાળકો, મિત્રો, વગેરેને પોતાનાં સ્વજન માની તેમના જીવનનિર્વાહ માટે, અથવા તો પોતાના ઉત્કર્ષ માટે જે કાંઈ કર્મ કરવામાં આવે છે તે બધાં પાપકર્મ ગણાય છે. જીવનકાળ દરમિયાન તેનાથી સુખ પણ મળતું નથી કે મૃત્યુ બાદ તેનાથી મુક્ત પણ થવાતું નથી. તે કર્મોથી કોઈ પણ આદર્શ સિદ્ધ થઈ શકતો નથી (૨.૧.૬૪,૬૬,૬૭ઃ સરખાવો સૂત્રકૃતાંગ I:૨.૧.૧૬-૨૨; I:૨.૩.૧૬-૧૭, I.૩.૨. ૨.૧૮; I.૧૧.૩.૬). ભાગ્યવશ ઇંદ્રયો શિથિલ થઈ જતાં કે ધનમિલકતનો ઉપભોગ પણ ન થઈ શકતાં, સ્વજનો અને બધા લોકો તેની નિંદા કરશે (૨.૧.૧૪). તે સ્વયં રોગગ્રસ્ત થતાં તેના સ્વજનો જ તેને તરછોડશે (સરખાવો ૨.૧.૬૭, ૨.૨.૮૧). કટોકટીના પ્રસંગોમાં જરૂર આવી પડતાં સ્વજનો, મિત્રો કે ધનવૈભવ ; કોઈ કોઈનું રક્ષણ નહીં કરી શકે (નાનં તે તવ તાપIણ વા સરખાણ વા તુમ પ સં ગાનં તાણ વા સરણાઈ વા...૨.૧.૬૪, ૬૭. ૨.૪.૮૧ સરખાવો ૨.૩.૭૯; ૨.૩.૮૨; સૂત્રકૃતાંગ - I.૨.૩.૧૬, I.૯.૩-૫; I.૧૦.૧૯-૨૦, ઉત્તરાધ્યયન ૬.૩ સુત્તનિપાત ૩૪.૬ તથા ભટ્ટ ૧૯૯૩). ગર્ભ ઉપનિષદ પણ જણાવે છે કે “યથા પરિનનાર્થે કૃતં વર્ષ શુભાશુભ, પાકી તેન ઢોઢું તારૂં નમકિત (કુટુંબીઓ માટે મેં જે શુભ-અશુભ કામ કર્યું તે મને એક્લાને જ બાળી રહ્યું છે, પણ તેનાં ફળ ભોગવનારા ચાલ્યા ગયા !” ૪.૧૭). મનુસ્મૃતિ (૪.૨૩) કહે છે કે નામુત્ર દિ સહાયથ પિતા માતા ૨ તિષત:, = પુત્રવા ન જ્ઞાતિમતિષ્ઠતિ વનઃ (પરલોકમાં મદદ માટે માતપિતા રહેતાં નથી. પુત્રપત્ની પણ નહીં અને જ્ઞાતિજનો પણ નહીં. ધર્મ એકલો જ રહે છે.) આ રીતે લોકની - સંસારની - સમીક્ષા કરીને કર્મસમારંભ ન આચરવો. કારણકે, બધાં પ્રાણીઓને જીવવું ગમે છે, પોતાનો જીવ પ્રિય હોય છે (સવે પાપા...fપયનવિ ગોવિરામ, સબેલિ ગીવિર્ય ઉપયં ૨.૩.૭૮, સરખાવો દશવૈકાલિક ૬.૧૧; આચાર ૪.૨.૧૩૯. મહાભારત અનુશાસનપર્વ ૧૧૩.૧૨ઃ દિ પ્રાપ્રિયતર નો વિન વિદ્યતે – લોકમાં પ્રાણથી વધારે પ્રિય કંઈ હોતું નથી). આ પાપ કર્મોના મૂળમાં ગુણો - શબ્દ, સ્પર્શ, વગેરે – રહ્યા છે ( મુળે તે મૂઠ્ઠાણે,...૨.૧.૬૩). ધીરપુરુષે આ કર્મોને દુઃખરૂપ જાણી તેનો ત્યાગ કરવામાં પ્રમાદ ન કરવો (૨.૧.૬૫), પણ આત્માર્થે (કાયદું ૨.૧.૬૮) સમ્યફ આચરણ કરવું. સૂત્રકતાંગ પણ જણાવે છે કે તેઓ ઓધ સંસાપ્રવાહ - તરી જાય છે (જુઓ 1.૩.૪.૧૮ તે મોહં તરિરસંતિ). ૮ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49