Book Title: Luptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo Author(s): Bansidhar Bhatt Publisher: Bansidhar Bhatt View full book textPage 7
________________ વનસ્પતિ-જીવની હિસા થાય છે અને તે વનસ્પતિમાં વળગી રહેલાં ઇતર જીવજંતુની પણ હિંસા થાય છે એવો આ ઉદ્દેશનો આશય હોય એમ લાગે છે. શસ્ત્રપરિજ્ઞામાં લોક શબ્દ જીવોના આશ્રયસ્થાન તરીકે ગણાય છે. ૪.૩૨ મુજબ લોકનું અને આત્માનું અસ્તિત્વ નકારી શકાતું નથી (નેવ સાથે નોri માફટ્વેના છેવ સત્તા પ્રમાણેના) આત્મવાદી લોકસ નકારે છે અને લોકવાદી આત્મસત્તાને નકારે છે, તેથી પાપકર્મ થાય છે, અને બંને તે પાપકર્મમાંથી છૂટતા નથી. કારણ કે લોકસત્તા નકારવામાં લોકમાં રહેતા જીવોના અસ્તિત્વ વિષે બેદરકારી થાય છે (મયે તોજો નાસ્તિ પર રૂતિ માની પુનઃ પુનઃ વશમાપદને કઠ ઉપનિષદ, ૧.૨.૬.) અને આત્મસત્તા નકારવામાં સર્વે પ્રાણીઓની હિંસા થાય છે. (લોકવાદી અને આત્મવાદી માટે જુઓ શ્રાડર પૃ. ૩૮થી તથા પરથી.). લોક દુ:ખથી ભરપૂર છે અને સાચું જ્ઞાન તેમાં થતું નથી. તેનાથી તો બંધન (થ = ગ્રંથ) થાય છે, મોહ થાય છે, પાપકર્મ થાય છે (૧૬) માટે મુનિએ કર્મની પરિજ્ઞા-વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે હિંસા કેવી રીતે થાય છે અને તે કેમ ટળે. પરિજ્ઞા એટલે શસ્ત્રનો અસમારંભ, જ્ઞાન, વિવેક (સલ્ય સમારંભમાપાસ નેતે ગામા પરિduTયા મયંતિ ૨.૧૬, ૩.૨૯, ૪.૩૮. ૫.૪૬, ૬.૫૩, ૭.૬૦) આથી કર્મસમારંભ ન કરવો, ન કરવા દેવો કે ન કરાવવો (૧.૪, ૨.૧૩, ૧૭, ૩. ૨૪, ૩૦, ૪.૩૫, ૫.૪૩, ૪૭, ૬.૫૧, ૫૪, ૭.૫૮, ૬૧), તે જ મુખ્ય માર્ગ છે. અહીં સર્વત્ર પાપકર્મ ઉપર જ ભાર મૂકયો છે. આ પાપ કર્મો જીવને અનેક જન્મોની પરંપરા સાથે જોડે છે (સંતિ ૧.૬, . સંચિ). સાધુઓને પોતાનાં દૈનિક કે નિત્ય-નૈમિત્તિક કર્મો તો કરવાનાં જ રહે છે (સરખાવો આવશ્યક ચૂર્ણિ, મૃ. ૯૭ નેન...શુમેવુ પવતિ, સુમેષ નિવૃત્તિ). ભિક્ષુ થયા પછી ભિક્ષુને તેના નિયમોનું પાલન આવશ્યક છે (અનુપાત્રિય૩.૨૦). તેણે સરળ સ્વભાવે, દગો કર્યા વગર વર્તવું જોઈએ (૩ઝુડે...અમાથે ત્રમાણે ૩.૧૯) અને ધર્મની આજ્ઞામાં (ગાગા-3.૨૨) રહેવું જોઈએ. આવા વિચારો આરુણિ ઉપનિષદ (૧.૫) અને પરમહંસ ઉપનિષદમાં (૨:૪) માં આવે છે. મુમુક્ષુએ લોકમાં રહેલાં હિંસાનાં ક્ષેત્રોની વિચારણા કરવી જોઈએ અને તે રીતે અશસ્ત્રનાં (અહિંસા) ક્ષેત્રો પણ જાણી લેવાં જોઈએ. આવા સદા અપ્રમત્ત અને સંયમી મુમુક્ષુને અહીં વીર કહીને પ્રશંસા કરી છે (૪.૩૨,૩૩). આ સૂત્રમાં પહેલી વાર નાગ–પાસવું જેવો ““શબ્દાડંબર” (cliche) આવે છે જે ઉત્તરકાલીન જૈન દર્શનશાસ્ત્રીઓ માટે વિવરણનો મોટો વિષય થઈ પડયો છે. (નાગ–પાસ૬ નું પુનરાવર્તન આચાર 1.૨.૧.૭૧ તથા ૫.૬.૧૭૫માં થયું છે.). આચારના બ્રહ્મચર્યમાં “શબ્દાડંબર” (cliche) ની યોજના વિસ્તૃત થઈ તે પહેલાં કીએસમસ” (chiasmas: “શબ્દોની ઊલટ-સૂલટ-ચોકડી x પ્રકારની રચના”) ની યોજના પ્રચલિત હતી, જેનો પ્રાચીન વૈદિક સાહિત્યમાં પણ પ્રયોગ થતો હતો. શસ્ત્રપરિજ્ઞામાં બંધનના અર્થમાં ગુણ શબ્દનો પ્રયોગ થયો છે. રૂ૫, શબ્દ, વગેરે ગુણના વિષયો છે. લોકો ગહસ્થાશ્રમમાં ગણોથી અગપ્ત (૩ત્ત, અસંરક્ષિત રહે છે. તેઓ ગુણોથી આકર્ષાય છે અને ભ્રમિત થાય છે. (પ.૪૧). પ્રમત્ત થઈ ગુણોમાં રચ્યા રહેવું તેનું નામ હિંસા-દંડ (૪.૩૩). જે ગુણ છે તે આવ-જન્મમરણના ફેરા છે ને પુછે છે વટ્ટ ને માવઠ્ઠ છે અને પ.૪૧- કીસમસ !). ગુણ શબ્દથી થતાં આવાં સાંસારિક વર્ણનો દ્વારા લોક શબ્દમાંથી સંસારની ભાવનાનો ઉદ્દભવ થતો જણાય છે. સંસારી - ગૃહસ્થ-દશામાં લોકો પોતાનું રક્ષણ કરવા કે ધર્મપાલન કરવા સમર્થ નથી, તેઓ તો ગુણોના આસ્વાદ માત્રમાં રચ્યા રહે છે. (...પ.૪૧). શસ્ત્રપરિસ્સામાં સંસાર શબ્દ અજ્ઞાત લાગે છે. પણ તેને અનુરૂપ પરિભાષામાં પ્રાચીન આવર્ત (વટ્ટ- ૫.૪૧ - જન્મમરણની ઘટમાળ) શબ્દનો પ્રયોગ થયો છે. બ્રહ્મચર્યનું લોકરિચય નામે બીજું અધ્યયન જણાવે છે કે અજ્ઞાની જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે (નાતીમાં અનુપટ્ટિમાળે ૨.૩.૭૭) કે દુઃખોના આવર્તમાં - સંસારચક્રમાં - ભમ્યા કરે છે (તુવરવાળમેવ સાવ અજુરિયતિ ૨.૩.૮૦, ૨.૬.૧૦૫, સરખાવો ૫.૧.૧૫૧). કર્મસમારંભ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49