Book Title: Luptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 21
________________ મુંડક ઉપનિષદમાં મળી આવતા મુક્તાત્માની સ્થિતિ વિષેના વિચારો અને જૈન દર્શનમાં મળતા તેવા વિચારોની કાંઈક તુલના ફરવા હેર્ટીલે, તથા માનસ પૂલર (SBE 15, પૃ.૨૭), વિલિબાલ કિફૈલ (Kosmographic der Inder “ભારતીઓવિશ્વરચના-વિધાન” પૃ.૫, ૨૧૦, ૩૦૬), હેલ્યુથ ફોન ગ્લાસેનષ્પ (Die Lehre von Karman “કર્મનો સિદ્ધાંત' પૂ.૧૦૫) તથા હેરમાન યાકોબી (ઉમાસ્વાતિનું તત્ત્વાર્થાધિગમસૂત્ર, પૃ.૩૨૩) ઈત્યાદિએ પ્રકાશિત કરેલા ઉત્તરકાલીન, વિકસિત પરિસ્થિતિના જૈન ગ્રંથોનો આધાર લીધો છે, પણ પ્રાચીન જૈન આગમોનો (આચાર 1, સૂત્રકૃતાંગ I, ઇત્યાદિ) આધાર લીધો નથી. હેટેલે ઉઠાવેલા મુદાનું અને તે આધારે રજૂ કરેલાં કેટલાંક વિધાનોનું આજની સંશોધન પરિસ્થિતિની અપેક્ષાએ કંઈપણ મૂલ્યાંકન કરી શકાય નહીં. આ સંદર્ભમાં સૅલોમનના (પૃ.૧૦૧-૧૦૩) વિચારો ખાસ નોંધવા યોગ્ય છે. ૭ ૧.૮ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધ - કેટલાક વિશિષ્ટ મુદ્દા પર પ્રકાશ ૭ ૧.૮.૧. લોકભાપ - મહાવીર અને બુદ્ધના જન્મ પહેલાં - ઈ.સ.પૂર્વે પમી-૬ઠ્ઠી સદીથી પણ પ્રાચીન પ્રાકૃત લોકભાષાઓમાં પણ ધર્મ અને નીતિનિયમોના વિચારો વિકસ્યા હતા. તેના કેટલાક અંશો મૂળ જાતકકથાઓ અને ધમ્મપદોમાં (ઈ.સ.પૂ.૮-૭મી સદી?) જળવાયા છે. એ વિચારોમાં વૈદિક વિચારોની અસર પણ સ્વાભાવિક હતી. વૈદિક વિચારધારા આ સમય દરમિયાન મધ્યભારતથી પૂર્વભારતમાં પ્રચલિત થઈ ચૂકી હતી (જુઓ આગળ મુદ્દો ૯.). આ પ્રકારના સાહિત્યના લેખક કે વિચારો ફેલાવનાર વ્યક્તિઓ કોણ હશે એ વિષે કોઈ નક્કર સંકેતો કે ઇતિહાસ મળતો નથી. આમાંની કેટલીક જાતકકથાઓને જૈનસ્વાંગ અને બૌદ્ધ સ્વાંગ આપી પ્રાચીન જૈન-બૌદ્ધ શાસ્ત્રોમાં વણી લીધી છે, તે વિષય અહીં પ્રસ્તુત નથી (વિસ્તાર માટે જુઓ આલ્સદોફ-આર્યા...) ૧. પરંતુ તે સમયે લોકસમાજમાં તેવા વિચારોનો પ્રચાર કરવાનું શ્રેય તો (બુદ્ધ અને) મહાવીરને જાય છે. બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના વિભાગ ૧ માં દૃષ્ટિગોચર થતા આવા મૌલિક વિચારો મહાવીરની જન્મભૂમિ પૂર્વભારતથી મધ્યભારત સુધી ફેલાતા એકાદ બે સદી વીતી ગઈ હશે. ૭ ૧.૮.૨.. મહાવીર, વિચાર-પ્રવર્તક : આચાર બ્રહ્મચર્યના વિભાગ ૧માં (અધ્યયન ૧-૫) ધર્મની કે આત્મતત્ત્વની તદ્દન સહજ રીતે વિચારણા રજૂ થઈ છે. તે વિચારો હજી કોઈ વ્યક્તિ વિશેષના (દા.ત. મહાવીરના) નામે ચઢયા નથી. બહુ બહુ તો વીર (મહાવીરના અર્થમાં નહીં !, દા.ત. ૨.૫.૮૫), આર્ય (દા.ત. ૨.૫.૮૯, ૪.૨.૧૩૭) કે એવા કેટલાક સામાન્ય શબ્દપ્રયોગોથી વિચાર વિનિમય થયો છે. અહીં તેમ જ અન્યત્ર જૈન આગમ ગ્રંથોમાં કોઈ કોઈ સ્થળે સેત્તિ વેમ (એમ હું કહું છું...)કે ભવિય પવેદ્ય (રિ પ્રવેશ્યા - ભગવાને જણાવ્યું છે - પરિજ્ઞા જણાવી છે, દા.ત. ૧.૧.૭, ૧.૭.૫૮, ૨.૫.૮૯) જેવા પ્રયોગો આ સંદર્ભમાં મહત્ત્વના નથી. જૈન આગમ ગ્રંથોની ત્રણ-ચાર વાર થયેલી વિવિધ વાચનાઓ દરમિયાન પણ તેવા સુધારાવધારાને સ્થાન આપ્યું હતું; તે ભાષાશાસ્ત્રીય જેવી અને અન્ય સંશોધન પ્રક્રિયાથી સિદ્ધ થઈ શકયું છે. ૨૨ આચાર ૨.૬.૧૦૧માં સૌ પ્રથમ વાર આવતા નાણું (જ્ઞાત, ન્યાય) શબ્દમાં મહાવીરના જ્ઞાતા કુળનું સૂચન થતું હોય એમ લાગે છે, અને તે શબ્દ મહાવીરના નામનું સૂચન કરે છે. પરંતુ અહીં આસપાસના સંદર્ભમાં તે શબ્દ ન્યાયના અર્થમાં યોગ્ય લાર્ગે છે. ઉપરાંત, તમેવ સર્વ નૌસં% નં નિહિં પડ્યું (૫.૫.૧૬૮ - જે જિનોએ જણાવ્યું છે તે જ સાચું અને શંકારહિત છે, શૂબીંગે-વો. મૃ.૯૫- જિન શબ્દ એક વચનમાં લીધો છે તે અયોગ્ય છે!). આ આખું સૂત્ર અહીં પ્રક્ષિપ્ત લાગે છે. કારણ કે, આ પ્રાચીન સમયમાં મહાવીર માટે જિન શબ્દ હજી અસ્તિત્વમાં નહોતો આવ્યો, અને ૨૪ તીર્થકરોની કલ્પના કે સાંપ્રદાયિક ભાવના પણ નહોતી જન્મી ત્યાં ઘણા “જિનોએ જણાવેલું જ સાચું...એવા ભાવનું આ સૂત્ર પ્રક્ષિપ્ત છે અને અસ્થાને છે. (સરખાવો ““જિનશાસન”, સૂત્રકૃતાંગ 1.૩.૪.૯). વળી ધૂત અધ્યયનમાં (સવા વીર માને પરમજ્ઞા ૫.૬.૧૭૩ = મૂળ ૬.૪.૧૯૫, વીરે હંમેશાં આગમથી-જ્ઞાનથી વિચરવું જોઈએ) આવતા આગમ શબ્દનો અર્થ “શાસ્ત્ર” નહીં, પણ “જ્ઞાન” થાય . (* કિબ તામાન્ય મુક્તાસ્મા). લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] જુઓ વેબ [ ૨૧ 10 પ-૬૪)

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49