________________
પાસ ૩૨.૩૪, ૪૭, ૬૦, ૭૩, ૮૬, ૯૯). છાંદોગ્ય ઉપનિષદ (૪.૧૪.૩) પણ એ જ કહે છે કે યથા પુરપતારા આપો 7 તિષ્યન્ત મેવુંવિવિ પાપં ર્મ ન શિષ્યતે (કમળના પાંદડા પર જેમ પાણી લાગતું નથી - કમળના પાંદડાને જેમ પાણી ભીંજવતું નથી - તેમ આવા - બ્રહ્મ/આત્મ જ્ઞાનીને પાપકર્મ લાગતું નથી. સરખાવો આત્મવાં 7 ખિ નિવખંતિ...ગીતા ૫.૪૧). ઉત્તરાધ્યયનમાં આવા વિચારો પુનરાવર્તન પામતા રહ્યા છે, જેમ કે ના પોમ નલે નાય નોતિબદ્ વારિના, વં અસ્તિત્ત મહિં તે વયં ધૂમ માદળા ૨.૨૭ (પાણીમાં ઊગેલું પદ્મ પાણીથી જેમ લેપાતું નથી તેમ જે કામથી અલિપ્ત છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ સરખાવો - ત્તિખતે ન સ પાપેન પદ્મપત્રમિવાસા ગીતા ૫.૧૦ અને પળે વાર યા ન લિપ્પત્તિ સુત્તનિપાત ૪૪.૯, જુઓ ૪૪.૮).
ઉત્તરાધ્યયનની ૯.૧૪ ગાથા - મિહિતાન્કામાળી” 7 મે કારૂ ત્તિ (મિથિલા સળગી રહી છે ત્યારે મારું કાંઈ બળતું નથી). બહુ જ પ્રખ્યાત છે અને તે લગભગ ઘણા ગ્રંથોમાં મળી આવે છે તેવું શારપેન્ટીયરે (પૃ.૩૧૪) નોંધ્યું છે (દા.ત. જાતકકથા ૫૩૯, સંયુત્તનિકાય ૧, મહાવસ્તુ ૩, મહાભારત ૧૨.૯૯૧૭ ઈ., જુઓ આલ્સદોર્ફ- KI.Sch. પૃ.૨૨૧ : મહાભારત-જાતકકથાના આધારે આ ગાથા રચાઈ છે!). આવા વિરકત રાગદ્વેષથી પર વિદ્વાનને કાંઈ પ્રિય-અપ્રિય હોતું નથી. તે સર્વત્ર સમતાથી વર્તે છે (પિયં ન વિપ્નદ્ વિધિ અખિયં પિ ન વિધ્નરૂં - ઉત્તરાધ્યયન ૯.૧૫). છાંદોગ્ય ઉપનિષદ મુજબ તે મુક્ત અશરીરી હોતાં તેને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી (અશરીર વાવ સસ્તું 7 પ્રિયાપ્રિયે સ્પૃશતઃ ૮.૧૨.૧).
આજે પ્રાપ્ત થતા ઉત્તરાધ્યયનમાં મળી આવતી ક્ષેપક ગાથાઓની પૃષ્ઠ ભૂમિકામાં મૂળ પ્રાચીન ઉત્તરાધ્યયનની વૈરાગ્યલક્ષી કાવ્યરચનામાં શરૂ થતો જૈન પરંપરાનો એક પ્રાચીન ઇતિહાસ દૃષ્ટિગોચર થાય છે. આધુનિક જૈન દર્શનમાં સ્વીકારેલા ઘણા શાસ્ત્ર સિદ્ધાન્તો આજના ઉત્તરાધ્યયનમાં મળી રહે છે. પરંતુ આવી પરિસ્થિતિ આપણને દશવૈકાલિકમાં નથી મળતી.
(૩) દશવૈકાલિકનાં કુલ ૧-૧૨ અધ્યયનોમાં છેલ્લાં બે અધ્યયનો (૧૧-૧૨) ચૂલિકા કહેવાય છે. આ બધાં અધ્યયનોમાં આચારાંગ-વિચારધારા કંઈક જુદી રીતે રજૂ થઈ છે. તેમાં પણ સમદર્શી, દમનશીલને પાપકર્મ બાંધતું નથી એમ કહ્યું. છે (જુઓ § ૧.૩). ભિક્ષામાં કાંઈ મળે કે ન મળે તો તેમાં તેણે હર્ષ કે શોક ન કરવો (૫.૨.૩૦ = આચાર । ૨.૫.૮૯, જુઓ § ૧.૨). ક્રોધ, માન, માયા, લોભ પુનર્ભવનાં મૂળ સિંચનારાં છે (૮.૩૯). કાચબાનાં અંગોની જેમ વિદ્વાને સર્વ ઇંદ્રિયોને અંદર (ચિત્તમાં) સંકેલી લેવી અને સાંસારિક વિષયોથી ગુપ્ત રહેવું (૮.૪૦, ૪૪, જુઓ ઉ૫૨). દશવૈકાલિક જિતેંદ્રિય અને સત્યરત તપસ્વીને માનાર્હ અને પૂજ્ય ગણે છે (૯.૩.૧૩, સત્યરત માટે જુઓ § ૧.૮માં ૩).
૬.૨૭, ૩૧, ૪૨, ૪૫, ૧૦૪,
દશવૈકાલિક ૪, આચાર ા- શસ્ત્રપરિક્ષાની પૂર્વભૂમિકા પર રચાયું છે. તેમાં પાંચ વ્રતોના વિસ્તાર સાથે રાત્રી-ભોજન-ત્યાગ-પૂર્વક ભિક્ષુના નિયમો દર્શાવ્યા છે. તેમાં આવતા છ-જીવનિકા શબ્દથી પૃથ્વી, પાણી, ઇત્યાદિ છ પદાર્થોમાં કે તેની આસપાસ રહેતાં પ્રાણીઓનું વર્ણન છે (જુઓ તસ્વિર્ तस्सिए તષ્ઠિત - દશવૈકાલિક ચૂર્ણિ પૃ.૧૦૩ મુજબ જીવનિકા = નિવાસ જુઓ ઉપર §§ ૧.૧.૧ અને ૧.૧.૨). દશવૈકાલિક મુક્તાત્માને સર્વસંગરહિત (સસંવાદ્ ૧૦.૧૬) કહે છે, તે સંવુડ છે, દમનશીલ છે (૯,૪-૧૦). દશવૈકાલિકે તેનાં અધ્યયનોમાં ભાવનાને ખૂબ મહત્ત્વ આપ્યું છે (દા.ત. ૧.૪.૧-૬, ૬.૯-૨૬, ૮.૨-૧૨, - સમગ્ર દૃષ્ટિએ જોતાં અધ્યયનો ૧-૩, ૫, ૮, ૧૦, ૧૨). તેમ તેનાં કેટલાંક અધ્યયનોમાં (દા.ત. ૪,૬) પાંચ મહાવ્રતો અને છ-જીવનિકાને અનુસરી તો કોઈવાર ભાવનાને અનુસરી (દા.ત. અધ્યયન ૭ સત્યવ્રતની ભાવનાઓ, અને અધ્યયન ૧૧) વિવેચન કર્યું છે. દશવૈકાલિ ૯ અને ઉત્તરાધ્યયન ૧ નાં વિષયવસ્તુ (ગુરુ-શિષ્ય-વિનય) સરખાં જાય છે, તથા દશવૈકાલિક ૧૦ અને ઉત્તરાધ્યયન ૧૫, એ બંનેનાં શીર્ષક અને
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ]
[ ૩૫
-