________________
શરીરમ), કૌષીતકિ ઉપનિષદ (૧.૪ સુત-તુવૃત્ત ધૂન), મૈત્રાયણિ ઉપનિષદ (૪.૬ નિર્દૂત-મરા...), વગેરે ઉપનિષદોમાં પણ વપરાયો છે. ઉત્તરકાલીન વિકાસમાં પાપને ખંખેરી નાખવા કે ખપાવવા માટે (નિર્જર) અને “પૂર્વકૃત કર્મોની” કલ્પના શરૂ થઈ, જેમકે દશવૈકાલિક ૬.૬૮, ૯.૩.૧૫, ૧૦.૭ તથા સૂત્રકૃતાંગ ૧.૧૫.૨૨, ઉત્તરાધ્યયન ૩.૨૦, આચાર II ૧૬.૮, વગેરે. આ રીતે જૈનદર્શનમાં કાળક્રમે પાંચજ્ઞાનનો વિકાસ થયો તથા નય, સપ્તભંગી જેવી પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવતી ગઈ.
આવા સમય દરમિયાન કર્મ-રજ, કર્મ-પ્રકૃતિ જેવી પરિભાષાઓ જૈન વિચારધારામાં જન્મ પામી. આમાં વિકસિત દશાના સાંખ્ય સિદ્ધાંતની અસર સ્પષ્ટ થાય છે. જૈનદર્શનમાં કર્મના નવા સિદ્ધાંતના આધારે મન-વચનકોમ જેવા ““યોગ”થી જીવમાં કર્મનો આસ્રવ થાય છે, પરિણામે જીવ કર્મ-કષાયથી કલુષિત બને છે એવા વિચારો જમ્યા. આવા કર્મના સિદ્ધાંતને લીધે પ્રાચીન જૈન આગમ-અંશોમાંથી મળી આવતાં જીવનાં સ્વાભાવિક લક્ષણો વિસરાતાં ગયાં – અંધારામાં ઓસરાતાં ગયાં. જીવ સ્વભાવે જ અસક્ત, નિર્લેપ ગણાતો, તે હવે ઘણા સ્વાભાવિક ગુણોવાળો બન્યો (જુઓ ગ્લાસેનખ પાનું ૧૮); જેમકે જીવ સ્વભાવે જ પરિવર્તનશીલ છે, પ્રવૃત્તિશીલ છે અને કલુષિત (કષાયયુક્ત) પણ બને છે. તેની જુદી જુદી વેશ્યાઓ પણ હોય છે (જુઓ ઉત્તરાધ્યયન ૩૪ અને આલ્સટોર્સ - આર્યા પા. ૨૧૪, વિસ્તાર માટે જુઓ શૂબીંગ – $$ ૯૭-૯૮). તે જુદા જુદા પ્રદેશો પણ ધરાવે છે (જુઓ દશવૈકાલિક નિર્યુક્તિ ૧૩૬). તે કર્તા પણ છે અને ભોક્તા પણ છે. તેનો અજીવ પદાર્થ સાથેનો સંબંધ કલ્પિત નથી, યથાર્થ છે. જીવ પરિમિત છે, શરીરના પરિમાણ જેવડો છે, વગેરે ઉત્તરકાલીન વિકસિત દશામાં અને આજે પણ પ્રચલિત થયેલા જૈનદર્શનમાં સહજ મળી આવતા જીવના ઉપર્યુક્ત સ્વાભાવિક ગુણોના સમર્થન માટે સંક્ષેપમાં નીચે આપેલી ગાથાઓ પર્યાપ્ત ઉદાહરણ પૂરું પાડે છે. •
जदि सुहो व असुहो न हवदि आदा सयं सहावेण ।
સંસારો વિ જ વિઃિ સવ્વલ નીવયા || (પ્રવચનસાર, ૧.૪૬). જો આત્મા નિજી સ્વભાવથી જ શુભ કે અશુભ ન થતો હોય તો સર્વે જીવોનો સંસાર પણ ન હોય ! (જુઓ ભટ્ટ, ZDMG). સરખાવોઃ
मिच्छा भवेतु सव्वत्था जे केई पारलोइया । कत्ता चोवभोत्ता य जदि जीवो ण विज्जई ॥
(દશવૈકાલિક, નિર્યુક્તિ, ૧૨૮). ઉપનિષદોની તથા આચાર-શસ્ત્રપરિજ્ઞાની પ્રાચીન વિચારધારામાં કર્મ નહીં, પણ તેનાથી થતા રાગ-દ્વેષ - આસક્તિ - જ જીવને બંધનરૂપ હતાં, કર્મ ગૌણ હતું. પરંતુ હવે “નવા” જૈનદર્શનમાં રાગ-દ્વેષાદિને મુખ્ય બંધનરૂપ ગયા તો ખરાં, પણ તેના કરતાંય કર્મને વિશેષ પ્રાધાન્ય આપ્યું. રાગદ્વેષાદિને કષાયમાં આવરી લઈ જૈન વિચારકોએ સમગ્ર કર્મ-પ્રકૃતિનો સૂક્ષ્મ વિસ્તાર આદર્યો. કર્મનો આઠ પ્રકારે વિભાગ થયો. દરેકનાં પ્રકૃતિ-સ્થિતિ-અનુભાવપ્રદેશ કલ્પવામાં આવ્યાં. તેઓનાં અણુ પ્રદેશયુક્ત ગણાયાં. તેઓ પાપ-કર્મ અને શુભ-કર્મને, જ્ઞાન તથા દર્શનને, નામ તથા આયુને - સૌને - સમેટી લે છે.
આ અને આવા અનેક પ્રકારની નવી વિકસિત પ્રક્રિયા પાછળ શું કારણ હશે ? આચાર-શસ્ત્રપરિજ્ઞાની તૂટક - વેરવિખેર - ગહન વિચારધારાના ઊંડા અભ્યાસની રહી જવા પામેલી પરંપરાગત ઉપેક્ષા, કે શસ્ત્રપરિજ્ઞાના પર્યાપ્ત જ્ઞાનનો અભાવ પણ તેનું કારણ હોઈ શકે. અથવા તો, પ્રાચીન સાંખ્ય પરંપરામાંથી જ જૈનદર્શનમાં આવી કોઈ નવી વિકાસ-પ્રક્રિયા શરૂ થઈ હોય. અને આવાં બધાં કારણો જૈનદર્શનને પ્રાચીન ઔપનિષદ દર્શનથી ભિન્ન ગણાવવા કદાચ સહાયક થઈ પડયાં હોય.. જૈનદર્શનના અતિ પ્રાચીન મૌલિક સિદ્ધાંતો લગભગ તદ્દન અજ્ઞાત
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]
[ ૩૭