________________
ધ્રુવપંક્તિઓ (૪-fઅવq) સરખી જાય છે (જુઓ ઉપર, ૨માં). દશવૈકાલિકની માધુકરી ભિક્ષાવૃત્તિ (મદુરસમા..નાના-fપંડયા...સાસુને ૧.૫ ભમરાની સમાન વિવિધ પિંડ - ભિક્ષાનમાં રત સાધુઓ) બ્રાહ્મણ પરંપરાના મુનિઓની માધુકર-શૈક્ષ સાથે સરખાવી શકાય (દા.ત. સંન્યાસ ઉપનિષદ ૭૧ વરમાધુરં બ્રહ્મ તિર્લેચ્છતા - પ્લેચ્છોના કુટુંબમાંથી પણ યતિ ભમરાની જેમ - માધુકર - ભિક્ષા લે, અને નારદપરિવ્રાજક ઉપનિષદ ૭ - માધુરવૃત્યાહારમાઇન્ - માધુકરી - વૃત્તિથી - ભમરાની જેમ - આહાર કરતાં...) દશવૈકાલિક ૯ ના ચાર અભિગમો (વિનય-શ્રુત-તપ-આચાર) વઢ઼કરના મૂલાચાર પ્ર સાથે સરખાવી શકાય.
સૂત્રકૃતાંગ I ની અપેક્ષાએ દશવૈકાલિકમાં જૈન દર્શનના કેટલાક તત્ત્વોની પરિપકવ ભૂમિકા વ્યક્ત થાય છે, જેમ કે જૈન દર્શનનાં જીવ-અજીવ (૪.૧૨-૧૪), પાપ-પુણ્ય, બંધ-મોક્ષ (૪.૧૫-૧૬); સંવર (૪.૧૯), જેવાં તત્ત્વો, તથા જ્ઞાન-દર્શન (૪.૨૧-૨૨, ૬.૧), જૈન આગમોના અર્થમાં શ્રુત-સૂત્ર (૧.૬, ૯.૪). કદાચ, સૂત્રકૃતાંગ 1 અને દશવૈકાલિક, એમ બંનેની પ્રવૃત્તિ અને પ્રચારની ક્ષેત્રમર્યાદા ભિન્ન ભિન્ન પણ હોઈ શકે, અથવા દશવૈકાલિકમાં બીજાં અધ્યયનોની અપેક્ષાએ ૪થું અધ્યયન “નવું” હોય.
દશવૈકાલિક પ-પિંડેસણાના કેટલાક નિયમો સંન્યાસ ઉપનિષદ પ૯-૧૦૨, નારદપરિવ્રાજક ઉપનિષદ ૫.૮૩૬ સાથે સરખાવી શકાય. ઉપરાંત દશવૈકાલિક ૪.૦ ૬ ર?...વદં માણે?.. ..માતો સરખાવો ગીતા ૨.૫૪ વિં પ્રમાશે? વિમાસીત ? વ્રત વિમ્ ? અને દશવૈકાલિક ૯.૧.૧૫ નહીં કરી...નવરત્ત-તા-ગણવુિડMા, છે સોહ વિમલે કમ-મુ (નક્ષત્ર અને તારા ગણોથી ઘેરાયેલો ચંદ્ર જેમ વાદળાં વગરના વિમળ આકાશમાં શોભી રહે છે...), સરખાવો નક્ષત્ર-તાઇ--સંવત્તા ખોતિમતી વંચૈિવ ત્રિ: કાલિદાસરઘુવંશ ૬.૨૨., વગેરે, વગેરે.
ઉપર જણાવ્યું તે આધારે સ્પષ્ટ થાય છે કે જૈન આગમોના પ્રાચીન સ્તરોમાં મળી આવતી અનેક પરિભાષાઓ ઔપનિષદ અથવા બ્રાહ્મણ વિચારધારા સાથે સરખાવી શકાય છે અથવા ઔપનિષદ અને ૨ વિચારધારાઓ એક જ પરંપરામાંથી જન્મી છે એમ કહી શકાય છે. તેવી કેટલીક વિશિષ્ટ વિચારધારાઓની તો અહીં સંક્ષેપમાં નોંધ માત્ર લીધી છે, તે ઉપરાંત થોડીક નોંધ અહીં-આગળ- પ્રસ્તુત કરવામાં આવે છે.
આચાર-બ્રહ્મચર્યમાં લેપ-નિર્લેપ (૨.૨.૭૪, ૨.૫.૮૯, ૨.૬.૧૦૩) કરતાં સક્ત-અસક્તની પરિભાષા (દા.ત. ૧.૬.૭૨-સરખાવોઃ સૂત્રકૃતાંગ II ૬.૧૯.૨૭, ૩.૧.૧૦૭, ૫.૨.૧૫૩; ૧૫૪, ૫.૬.૧૭૬, ૬.૧.૧૭૮;૧૮૦, વગેરે) વિશેષ જણાય છે. આ સાથે સરખાવોઃ છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૪.૩, ૫.૧૦.૧૦, કઠ ઉપનિષદ ૨.૫.૧૫, બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૪ તથા ૩.૮.૮, ૪.૪.૬, વગેરે. વળી, આચાર-શસ્ત્રપરિક્ષામાં
સર્વમાં આત્મા છે”-તેવા પ્રકારના જ્ઞાનના સંદર્ભમાં વિકસિત શબ્દપ્રયોગો અને લેપ-નિર્લેપ કે સક્ત-અસક્તની પરિભાષા ઉપરાંત વિચરતા-વિહરતા ભિક્ષુઓ માટે પણ સાંસારિક વાતાવરણના સંદર્ભમાં કેટલાક નવા શબ્દપ્રયોગો જન્મ પામ્યા; જેમકેઃ યત-સંયમ, અપ્રમત્ત-પ્રમત્ત, વિરત, ઉપરત, ઉપશાંત, સમ્યત્વદર્શી, ગુપ્ત-અગુપ્ત, વગેરે. આચાર-બહ્મચર્યમાં હજી અંતઃકરણની ખાસ કોઈ પરિભાષાનો જન્મ થયો ન હતો. પ્રાસ- સ્પર્શ એ ત્વચાનો વિષય ગણાયો નથી. ઇંદ્રિય-શબ્દ પણ આચાર-બ્રહ્મચર્યના ૮મા અધ્યયનમાં જ આવે છે, પણ આ અધ્યયન પ્રાચીન નથી આચાર બ્રહ્મચર્યના કેટલાક શબ્દપ્રયોગો (જેમકે: વારંવાર આવતા ગુણ-શબ્દ ઉપરાંત, નટ-શબ્દ: ૫.૧.૧૫૧, અને મધ્યસ્થ-શબ્દ ૮.૮.શ્લોક ૫, વગેરે) પ્રાચીન સાંખ્ય વિચારધારાની અસર સૂચવે છે. યાકોબી (45.SBE) અને શુબ્રીગે (૬૭ ૧૦-૧૧) આ અંગે અનેક સૂચનો કર્યા છે.
દૂ ધાતુ પાપ કે કર્મ-શરીર ખંખેરી નાખવાના અર્થમાં જેમ આચાર-બ્રહ્મચર્યમાં (સૂત્ર= ૯૯, ૧૪૧, ૧૬૧, વગેરે) કે દશવૈકાલિકમાં (૯.૩.૧૫) વપરાયો છે તેમ તે છાંદોગ્ય ઉપનિષદ (૮.૨૩૨. વિધૂય પ, ધૂત્વા
૩૬ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫