________________
ત્યજી દે અને જેમ મુંજમાંથી ઈષીકા છૂટી પડે, તેમ તે બધાં પાપમાંથી મુક્ત થયો)૨૯ બે ભિન્ન ગ્રંથોનાં કોઈ કોઈ વિધાનોમાં રૂપક, ઉપમા કે એવા અલંકારના લીધે પ્રાપ્ત થતી સમાનતાથી તે બંને ગ્રંથાંશ કે વિધાનો વચ્ચે કાંઈ નિકટનો સંબંધ સ્થાપી શકાતો નથી (જુઓ હોશે. પૃ. ૪૭પ.).
તે - ધીર, મુનિ - આત્મામાંથી સર્વ લોક જુએ છે. (સૂત્રકૃતાંગ 1 ૧૨.૧૮...તે મારી પાસ સબતો જુઓ ૭ ૧.૩).૩૦ છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે પણ આ સર્વ (જગત આત્મા જ છે. તે (આત્માદ્રષ્ટા) આમ જોતાં આત્મરતિ અને આત્માનંદ થાય છે. આ રીતે જોતા તેનું (આત્મદ્રષ્ટાનું) આ સર્વ (જગત) આત્મામાંથી જ છે (...બાનૈવેદ્ર સર્વમિતિ સ વી-પપ પર્વ પ...માત્મતિઃ...માત્માનંદ...મતિ. ૭.૨૫.૨. તસ્ય શું વા પતસ્થ પતિ:...માત્મન્ હું સર્વતિ. ૭.૨૬.૧). સૂત્રકૃતાંગ 1 આ મુદ્દાને ઠેકઠેકાણે પુનરાવર્તન કરે છે, જેમ કે આયતુરં પાહિ સંન (૨.૭.૧૨. જીવો સાથે આત્મરૂપે સંયમિત થવું), વગ ૨ ઇંદ્ર ૨ વિશ્વ ધીરે વિગણન ૩ સદ્ગો માથમાd (૧૩.૨૧ કર્મ અને છંદ - ઇચ્છા/કામના પ્રત્યે નિર્વેદ રાખી ધીર પુરુષે સર્વત્ર આત્મભાવ કેળવવો), અત્તત્તા પરિવ્રણ (૩.૩.૭ = ૧૧.૩૨. આત્મત્વ - સર્વ કાંઈ આત્મા છે તેવા ભાવ-માટે પરિવ્રજય સ્વીકારવી. વિસ્તાર માટે જુઓ બોલે II પૃ.૧૧૫). અન્યત્ર ભિક્ષુને આત્મતત્વની ખાતર સંવૃત-(ઇંદ્રિયો સંકેલી લીધી છે) કહ્યો છે (સૂત્રકૃતાંગ II 2.29. રૂદ અત્તત્તાસંવુડલ્સ મUTVIIRપ્સ..). સૂત્રકૃતાંગ I આગળ જણાવે છે કે તે વિદ્વાન, વિરત અને આત્મગુપ્ત છે, જિતેંદ્રિય છે, સદા દમનશીલ - ઇંદ્રિયો પર કાબૂ રાખે-છે (..વિડ વિસ્તો બાયપુરે ૭.૨૦, ગાયત્ત જ્ઞાતિ ૧૧.૧૬, બાયપુરે સયા સંતે ૧૧.૨૪). આચાર બ્રહ્મચર્યના આત્મસમાહિત (૪.૩.૧૪૧) કે આત્મોપરત (૪.૪.૧૪૬) સાથે સૂત્રકૃતાંગ | ના આત્મગુપ્તની તુલના થઈ શકે. આત્મસમાહિત ઈહા વગરનો છે, આત્મોપરત છે, ઉપાધિ વગરનો છે (બ્રહ્મચર્ય ૪.૩.૧૪૧, ૪.૪.૧૪૬), અધ્યાત્મ-સંવૃત છે, ઉપશાંતરતિ સંસાર સ્રોતમાં સર્વત્ર ગુપ્ત છે (બ્રહ્મચર્ય ૫.૪.૧૬૫, ૫.૫.૧૬૬).
જેવી રીતે સ્વયં પોતે (આત્મા) છે તેવી રીતે સર્વ પ્રાણીઓ છે, આમ સર્વ પ્રાણીઓને સ્વયં તુલ્ય માનીને વિરત મુનિએ દૃઢમનથી પવ્રિજયા સ્વીકારવી એવું સૂત્રકૃતાંગ I. પણ ઔપનિષદ વિચારોની જેમ જ રજૂ કરે છે; જેમકે વિરણ જામર્દ ને હું મારું ન, તેલ અgવમાથા થામં બં (સૂત્રકૃતાંગ 1. ૧૧.૩૩) વિષયવાસનાઓ - કામથી વિરત મુનિએ પૃથ્વી ઉપર જે કોઈ પ્રાણીઓ છે તેમનો આત્મા તે પોતાનો આત્મા છે એવી તુલનાથી (કે તુલના માટે) હિંમત (દઢનિશ્ચય) કરી પરિવ્રજયા સ્વીકારવી. અહીં ઈશ ઉપનિષદની (ગાથા ૧) અસર સ્પષ્ટ થાય છેઃ શાવામિત્રે સ ય લ નીત્યાં નતિ, તેન ત્યજે મુંગીથા માં : - સ્વિત્ ઘનમ્ – “પૃથ્વી ઉપર જે કાંઈ ગતિશીલ (=પ્રાણી) છે તે ઇશ્વરથી રહેવા લાયક છે (તેમાં ઈશ્વર વસ્યો છે) “આથી તું ત્યજી દીધેલાથી (ભિક્ષાવૃત્તિ, ઉછ) આહારવિહાર કર. તું કોઈના ધનની લાલસા ન રાખ. અહીં સૂત્રકૃતાંગમાં અને ઈશ ઉપનિષદમાં સર્વ પ્રાણીઓનાં સ્વયં પોતે જ વસી રહ્યો છે એવી આત્મષ્ટિ (જુઓ ર્સિ અgવમાથા અને શાવાથમિટું સર્વમ), વિષયોથી વિરતિ (બ્રહ્મચર્ય) કે પરિવ્રજયા (જુઓ વિર ગામ ઇમેઇં. બ્રિણ અને તેને ત્યવર્તન અંગીકા:) જેવા વિચારો તરી આવે છે. ઉપરાંત તે જણાવે છે કે સર્વ પ્રાણીઓમાં આત્મા-ઈશ વસી રહ્યો છે તેથી કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી કે તેના પ્રાણ ઝૂંટવી ન લેવા. ફક્ત સ્વેચ્છાએ ત્યક્તથી (મૈક્ષ કે ઉછ) જીવન વિતાવવું. સૂત્રકૃતાંગ I. ૨.૩.૧૪ (૩છે..વિયુદ્ધમાહો), ઉત્તરાધ્યયન ૩૫.૧૬ (છંછfસના), દશવૈકાલિક ૧૦.૧૭ (૩છું રે) પણ એવી ભિક્ષાવૃત્તિનું વર્ણન કરે છે, અને કોઈનું “ધન” પચાવી લેવું નહીં તેમ જણાવે છે ( ય મોચન હો ઘરે કંઈ મર્યાવરે દશવૈકાલિક ૮.૨૩ અને મ થઃ ઋણ સ્વિત્ ઘન ઈશ ઉપનિષદ).૩૧
૩૦]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫