________________
વૈશ્યોના જીવનકાળમાં પ્રથમ વિદ્યાર્થીજીવનના આશ્રમ - બ્રહ્મચર્ય-આશ્રમ-તરીકે રૂઢ થયો. તેના મૂળમાં કામ કે રતિના સંયમનો અર્થ સમાયેલો છે. આમ, બ્રહ્મચર્ય શબ્દ ત્રણ અર્થ સૂચવે છેઃ (૧) બ્રહ્મ કે ઉત્તમ તત્ત્વમાં ચર્યા, (૨) બ્રહ્મચર્ય-આશ્રમ વિદ્યાભ્યાસ, દીક્ષા અને (૩) કામ-રતિ-સંયમ. પરંતુ કેટલાક લોકો બ્રહ્મચર્ય-આશ્રમની મર્યાદા પૂરી કરી ગૃહસ્થી જીવન જીવવું પસંદ નહીં કરતાં, આ જીવન બ્રહ્મચર્ય અપનાવતા. તેમાં ઉત્તમ તત્ત્વમાં ચર્યા–આચરણકરવાનો તેમનો મુખ્ય આશય હતો (વિસ્તાર માટે - હેરમાન-સમાવર્તન, અને ભટ્ટ - ૧૯૯૫ પ્રકરણ ૨). -
જૈન આગમોમાં બ્રહ્મચર્યના કામ-રતિ-સંયમ જેવા અર્થને પાંચ મહાવ્રતો પૂરતો મર્યાદિત કરી તેને મૈથુનવિરમણની નવી સંજ્ઞા આપી. પરંતુ બ્રહ્મચર્ય-આશ્રમ અને આજીવન-બ્રહ્મચર્યનો કોઈ પર્યાય વિશેષ મુશ્કેલ હતો, તેથી તે સંજ્ઞાઓ તે જ અર્થમાં યોજાતી ગઈ. તેનો ગૌણ અર્થ વિદ્યાભ્યાસ ઇત્યાદિ, અને મુખ્ય અર્થ આજીવન બ્રહ્મચર્ય-અનગાર જીવન અથવા અગૃહસ્થી કે મુનિનું જીવન. તેમાં મૈથુન-વિરમણનું વ્રતપાલન સમાઈ જાય છે.
પહેલા શ્રુતસ્કંધ - બ્રહ્મચર્યનો અર્થ હવે સ્પષ્ટ છે, તેમાં આજીવન બ્રહ્મચર્ય ઉત્તમ તત્ત્વ બ્રહ્મમાં આચરણ કરવાનો મુખ્ય અર્થ છે. બ્રહ્મચર્ય વિભાગ - ૧માં જણાવ્યું છે કે વસિત્તા સંમસિ...(બ્રહ્મચર્યમાં - આજીવન - વાસ કરીને ... ૪.૪.૧૪૩=૬.૨.૧૮૩ ૬.૪.૧૯૦, સરખાવો ૫.૨.૧૧૫). આચારચૂર્ણિ (૫.૧૫૦, ૧૭૦, ૨૦૯, ૨૨૯) અહીં બ્રહ્મચર્યનો કામ-રતિ-સંયમ જેવો અર્થ કરે છે તે અતિ-સંકુચિત અર્થ છે. છાંદોગ્ય ઉપનિષદ જણાવે છે...અથ ભૌમત્વાવતે દ્રવિર્યમેવ ત, વૃદ્ધવર્યેા હોવાત્માન+નુવિદ્ય મનુજે...(જેને મુનિનું આચરણ કહે છે તે બ્રહ્મચર્ય જ છે, બ્રહ્મચર્યથી જ આત્માને પામીને તે વિચારે છે; ૮.૫.૨, બ્રહ્મચર્યના આવા અર્થ માટે છાંદોગ્ય ઉપનિષદ ૮.૪ અને ૮.૫ જુઓ !). ઉત્તરકાલીન જૈન આગમોમાં બ્રહ્મચર્ય શબ્દ જૈનઆગમોના અભ્યાસકાળની સ્થિતિ (વિદ્યાર્થી-આશ્રમ) પુરતો મર્યાદિત કર્યો અને કોઈવાર ન છટકે સંયમ, તપ કે ચારિત્રના અર્થમાં ઘટાવ્યો (જુઓ આચાર-ચૂર્ણિ પૃ.૧૫૦, ૧૭૦, ૨૦૯, ૨૨૯, શીલાંક-આચાર પૃ.૬,૧૨૯,૧૩૯,૧૬૦,૧૬૭).
વળી, બ્રહ્મ તત્ત્વને જે જાણે છે તેને ઉપનિષદોમાં બ્રહ્મવિદ કહે છે, જેમકે દ્રવિતાનોતિ પરમ્ (તૈત્તિરીય ઉપનિષદ ૨.૧ ““બ્રહ્મવિદ પર ત્તત્ત્વ-પામે છે”), જે વિષે વિતવ્ય-તિ રુમ યત્ બ્રહ્મવિલો વન્તિ (મુંડક ઉપનિષદ ૧.૧.૫-“બે વિદ્યા જાણવી જોઈએ એમ જે બ્રહ્મવિદોએ જણાવ્યું છે';અને “બ્રહ્મ જાણનાર બ્રહ્મ થાય છે”. મુંડક ઉપનિષદ ૩.૨.૯). શીતોષ્ણીય અધ્યયનમાં પણ કહ્યું છે કે... માયવી...વેચવી...વંધવી પાર્દિ પરિનાઝુ તો (રૂ.૧.૧૦૭, તે આત્મવિદ-વેદવિદ-બ્રહ્મવિદ પ્રજ્ઞાનથી લોકને સંપૂર્ણ જાણે છે, સરખાવો બૃહદારણ્યક ઉપનિષદ ૩.૭.૧, જુઓ હુ ૧.૩, અહીં –વિ ને બદલે - વત પાઠાન્તર યોગ્ય નથી. (જુઓ શૂબીંગ-વો.મ.પૃ.૮૧, ટિ.૩). બ્રહ્મવિદ શબ્દ આચારાંગમાં ફક્ત અહીં જ વપરાયો છે. શીલાંકને અહીં બ્રહ્મ શબ્દનો અર્થ (શેષ,-મલ,કલંક,-વિકલ વિનાનું યોગિ-શર્મયોગીઓનો આશ્રય યોગીઓનું સુખ, પૃ.૧૦૩) જુદો કરવો પડ્યો છે! કારણ કે બ્રહ્મ શબ્દ એક ઉત્તમ તત્ત્વના અર્થમાં બ્રાહ્મણ વિચારધારામાં પ્રચલિત થયો છે. જૈન આગમોમાં બ્રહ્મવિદ શબ્દ કયાંય બીજે વપરાયો નથી ! પરંતુ, બ્રહ્મવિદ શબ્દ ઉપનિષદોમાં ઘણીવાર આવે છે. હું ૧.૮.૫. વેદવિદ :
ઉપર્યુક્ત વિવેચનમાં આપણે જોયું કે શીતોષ્ણીય અધ્યયનમાં (૩.૧.૧૦૦) આત્મવિદ અને વેદવિદ શબ્દો પણ યોજાયા છે. વળી, ૪.૪.૧૪૫ જણાવે છે કે પતિવય વાદ ૨ સોય નિર્મિવંશી રૂદ મહતું
મુળા સતં ટૂળ તો નિઝાડુ વેચવી (મર્ય-મનુષ્યોમાં નૈષ્કર્મદર્શી વેદવિદ બાહ્ય સંસાર પ્રવાહ છેદી, કર્મને પરિણામ જાણી તેમાંથી છૂટી જાય - વિરામ પામે છે. જો આચાર-ચર્ણિ ૫.૧પર), અને પ. કહે છે કે પૂર્વ સે અપ્રમUળ વિવેÉ શિક વૈવવી (આમ તે વેદવિદ અપ્રમાદથી વિવેકનું કીર્તન કરે છે). તથા માવયં તુ પેટા પત્થ વિરમેન્ન વેચવી (૫.૬.૧૭૪, એ આવર્ત - પુનર્જન્મ જાણીને એમાંથી વેદવિદ અટકે).
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ]
[ ૨૩