________________
બ્રાહ્મણ પરંપરાના સાહિત્યમાં વેદવિદ જેવા શબ્દપ્રયોગમાં આવતો વેદ શબ્દ સંદર્ભ-અનુસાર ભિન્ન ભિન્ન અર્થમાં યોજાય છે, જેમકે (બ) ગ્રંથપરક, વેદ કે વૈદિક ઋચાઓની સંહિતાના અર્થમાં, યજ્ઞયાગાદિક કર્મકાંડની વિધિપરક. અહીં વેદવિદ એટલે વેદની ઋચાઓના કે તેના વિનિમયનો જાણકાર. આ અર્થ વૈદિક વિષયવસ્તુને અનુલક્ષીને છે અને તેમાં સાચેસાચ વેદોના અધ્યયનની અપેક્ષા રહે છે. (૧) પરમ તત્ત્વ-બ્રહ્મમાંથી સર્જાયેલું અપૌરુષેય-અલૌકિક રહસ્યમય શાસ્ત્ર (સરખાવો...બચ મહતો ભૂત નિ:સિતમેતદ્ય-શ્રાવે..૩પનિષદુઃ..
આ મહાન ભૂતનાં - બ્રહ્મનાં ઋગ્વદ... ઉપનિષદો નિઃશ્વાસ છે” બૃહદારણ્યક ઉપનિષદ૨:૪૧૦ જુઓ શાનિત્વા બ્રહ્મસૂત્ર ૧.૧.૩ ઉપરનું શાંકરભાષ્ય). અહીં વેદવિદ એટલે આવા રહસ્યમય શાસ્ત્રને પણ જાણી શકનાર, સર્વજ્ઞ, મેધાવી, મુક્તાત્મા. પ્રાચીન ઉપનિષદોમાં વેદવિદ શબ્દપ્રયોગ જવલ્લે જ જોવા મળે છે (ફક્ત બૃહદારણ્યક ઉપનિષદ ૩.૭.૧., જુઓ ઉપર). અહીં આ અર્થ (ગ) માં જણાવેલા અર્થથી સ્વતંત્ર વિકસ્યો છે. (8) સામાન્ય અર્થમાં, આત્મા અને સૃષ્ટિ સંબંધી ગંભીર અને રહસ્યમય વિચારો ધરાવતું ઔપનિષદ જ્ઞાન, અહીં વેદવિદ એટલે તત્ત્વજ્ઞ, આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની. આવો અર્થ (વ)માંથી વિકસ્યો લાગે છે, અને નિતાંત દાર્શનિક વિચારસરણીના સંદર્ભમાં યોજાયો છે અહીં વેદોના અધ્યયનની અપેક્ષા નથી. વળી, આ અર્થ પ્રાચીન ઔપનિષદ વિચારોની ભૂમિકા પર વિસ્તર્યો છે (જેમકે...વેઃ સ વિન્ - જે તે જાણે છે એ વેદવિદ છે. ગીતા ૧૫.૧).
આ જ પરંપરામાં ઉદ્દભવેલી અને ફાલતી આચાર બ્રહ્મચર્યની વિચારધારામાં પણ વેદવિદ શબ્દ વ ના અર્થમાં પ્રયોજાયો છે (સરખાવો વિરહ વિ–-માયવિઘણ તે વિરત, વેદવિદ અને આત્મરક્ષિત છે - ઉત્તરાધ્યયન ૧૫.૨). - અહીં વેદવિદ શબ્દમાં ઉપર્યુક્ત - બ્રાહ્મણ પરંપરાનો જ અર્થ સ્પષ્ટ છે; પણ તેવો અર્થ તાળી, તેનાથી ભિન્ન સાંપ્રદાયિક અર્થ ઘટાવવા સૌ પ્રથમ આચાર ચૂર્ણિએ (ઈ.સ. આશરે ૬ઠ્ઠી-૭મી સદી) શરૂઆત કરી અને વેદ એટલે જૈન આગમો, સુત્ર, પ્રવચન, જેવો અર્થ ઉપજાવ્યો. તેને અનુસરીને શીલાંકે (ઈ.સ.૯મીસદી) અને અન્ય ટીકાકારો એ પણ આવો નવો અર્થ માન્ય રાખ્યો.૨૫ આચાર બ્રહ્મચર્યની પ્રાચીન વિચારસરણીના વિકાસ દરમિયાન જૈન આગમો (કે તે અર્થમાં સૂત્ર, પ્રવચન, ઈ.) અસ્તિત્વમાં આવ્યા નહોતા. આથી અહી વેદવિદ શબ્દમાં વેદનો અર્થ જૈન સૂત્રો કે આગમો સંભવી શકતો નથી તથા સમગ્ર વેદવિદશબ્દનો - તીર્થકર મહાવીર કે ગણધર જેવો અર્થ પણ ઘટી શકતો નથી. બ્રહ્મચર્યમાં તે શબ્દ સામાન્ય અર્થમાં (જેમકે વીર, મુનિ, આત્મવિદ, બ્રહ્મવિદ, ધર્મવિદ, વેદવિદ, ઈ) વપરાયો છે, કોઈ વ્યક્તિવિશેષ (જેમકે તીર્થકર, મહાવીર, ગણધર, ઈ) માટે વપરાયો નથી. (ઉત્તરાધ્યયન ૧૪.૮.વેદવિદ - ૧૪.૯, વેદ શબ્દ ઉપર જણાવ્યા મુજબ ૩૫ અર્થમાં સ્પષ્ટ છે.) આચારમાં અને અન્ય પ્રાચીન જૈન આગમોમાં મળી આવતા વેદવિદ, બ્રહ્મવિદ, નૈષ્કર્થ્યદર્શી જેવા શબ્દપ્રયોગો ઉત્તરકાલીન જૈન આગમોમાંથી લુપ્ત થયા. ૭ ૧.૮.૬ આર્ય :
આચાર બ્રહ્મચર્યમાં અને અન્યત્ર પણ આર્ય શબ્દ કોઈ વિદ્વાન કે ઉત્તમ કુળની વ્યક્તિ માટે વપરાયો છે. લોકરિચય અધ્યયનમાં કહ્યું છે કે કુશળ વ્યક્તિ પાપ કર્મથી ન લેપાય તેવો કર્મપરિજ્ઞાનો માર્ગ આર્યોએ ઉપદેશ્યો . છે (૨.૫.૮૯, સરખાવો - અનાર્ય-આર્યવચન, ૪.૨.૧૩૭-૧૩૮, તથા ૫.૨.૧૫૨, ૫.૩.૧૫૭, ૬.૩.૧૮૯, ઈત્યાદિ). વૈદિક સાહિત્યમાં જે અર્થમાં આર્ય શબ્દપ્રયોગ થયો છે તે જ દિવસે જૈન આગમોમાં પણ જળવાઈ રહ્યો છે. જો કે જૈન વિચારધારા (અને બૌદ્ધ વિચારધારા) આર્યેતર સંસ્કૃતિમાંથી ઊતરી આવી છે તેવો આગ્રહ પોષવા અધતન સંશોધનકારો આર્ય શબ્દનો કોઈ ઈતર અર્થ શોધવા પ્રયાસ કરે છે.
૨૪ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ .