Book Title: Luptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 25
________________ (1,211 s = 1 હું ૧.૮.૭. શ્રમણ : બ્રાહ્મણ . બ્રાહ્મણ - બ્રહ્મચર્ય વિભાગ ૧નાં (૧-૫) અધ્યયનોમાં મુનિ શબ્દની સાથે કે વિકલ્પ કે પર્યાયાર્થમાં શ્રમણ શબ્દશ્નો પ્રયોગ થયો નથી. અહીં અને અન્યત્ર પણ શ્રમણ અને બ્રાહ્મણ શબ્દો એકબીજાના પર્યાપવાચી શબ્દ તરીકે જ્યાં છેત્ર ૪. ૨.૧૩૬માં તે બંનેને શસ્ત્રપરિજ્ઞાની વિચારસરણીની વિરુદ્ધ આચરતા લોકો (સાધુઓ) તરીકે ચીતર્યા છે (જુઓ હુ ૧.૪). વૈદિક કાળમાં બ્રાહ્મણ, શ્રમણ, પરિવ્રાજક, વગેરે અનેક પ્રકારના અનગાર (સંસાર ગૃહ ત્યાગી) મુનિઓ વિહરતા રહેતા હતા. તે સૌની વિચારસરણી મહદંશે સમાન હતી. તેઓ સંસાર ત્યાગી, તપ, અને વ્રત દ્વારા આત્મજ્ઞાન કે મુક્તિનો માર્ગ અપનાવતા. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં શ્રમણ-બ્રાહાણ નામનો અનેક સ્થળે પ્રયોગ થયો છે. ઉત્તરકાલીન જૈન આગમોમાં અનેક સ્થળે મહાવીર માટે બ્રાહ્મણ શબ્દનો તો કોઈવાર, શ્રમણ શબ્દનો પ્રયોગ થયો છે (જુઓ ઉપર). િદ ક શબ્દના ઝમાં જ વિધા -. નીપwયો છે જે " કેટલાક સંશોધનકારો શ્રમણ શબ્દનું મૂળ ચીની કે હિમાલયની ઉત્તરે વસતી આતર જતિની, સંસ્કૃતિમાં જણાવે છે. તેઓની વિચારસરણીમાં જાદુ, મારણ-તાડન, અભિચાર, ઈત્યાદિનું મહત્ત્વ હતું. તેઓ શ-મન તરીકે, ઓળખાતા, જેનું પ્રાકૃતમાં સમણ અને સંસ્કૃતમાં શ્રમણ શબ્દથી રૂપાંતર થયું છે. વળી, મગધ સામ્રાજયમાં પુરોહિત તરીકે પણ કેટલાક “શ્રમણો” રહેતા. તેઓના વિચારોમાં હિમાલય પ્રદેશના બોન ધર્મની અસર હતી, એવું સૂર્ઝકનું મંતવ્ય છે (ALB 1967-68, પૃ.૨૦૦-૨૧૦). ઉપરાંત, તે જણાવે છે કે મુનિ ગૃહસ્થ મણ હતા અને સંસારત્યાગી પણ હતા (જેમકે ઐતરેય બ્રાહ્મણ, ૪.૩૩.૧)! ભારતની આયેંતર આદિ જાતિના મુંડા લોકોએ શ્રમણ વિધિની પરંપરા સ્વીકારી હતી તેવું વાલેર રૂબેનનું માનવું છે - સાચો બ્રાહ્મણ ખરેખર તત્ત્વજ્ઞનાં લક્ષણો ધરાવતો હોય છે એવું ઉત્તરાધ્યયન ૨૫નું વર્ણન ઔપનિષદ વિચારણા સાથે સંવાદ ધરાવે છે. ૭ ૧.૮.૮. નિર્વાણ : સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં ફક્ત એકવાર જે નિર્વાણ શબ્દ આવે છે (દ.૫.૧૯૬તિ વિર્તિ વર્ષ નિવા...fમવયમમાફવણેના શાંતિ, વિરતિ, ઉપશમ, નિર્માણ...ભિક્ષુધર્મ જણાવવો) તે સુત્રાંશ સૂત્રકૃતાંગ II.૧.૧૫ માંથી અહીં લીધું છે. તે મૂળે સૂત્રકૃતાંગ ૩િ.૪.૨૦ (સવ્ય વિર ગુના સતિ નિવ્વાણદ્ધિ - સર્વત્ર વિરતિ કરવી; વિરતિ = શાંતિને નિર્વાણ કહ્યું છે) ઉપરથી આ બધા પર્યાયો સાથે સૂત્રકૃતાંગ I.૧.૧૫ માં વિસ્તાર પામીને આચારના ધૂત અધ્યયનમાં પ્રક્ષિપ્ત થયું (જુઓ શબીગ વો.મ.પૃ.૧૪૪, ટિ.૮ અને બોલે I. ૫.૧૩૯, ઉપર ૭ ૧.૬.૧.) ! આચાર 1. ૧.૯.૪૯ માં પરિનિર્વાણ શબ્દ આવે છે. પણ તે સૂત્રાશ પ્રક્ષિપ્ત છે (જુઓ હું ૧.૧.૨). આચારના બીજા ગ્રુતસ્કંધમાં અને અન્ય આગમ ગ્રંથોમાં પણ નિર્વાણ શબ્દનો પ્રયોગ થયો છે તેમાં બૌદ્ધ વિચારસરણીની અસર થઈ હોય એમ લાગે છે. આચાર બ્રહ્મચર્યમાં શાંતિ (૧.૭.૫૬, ૨.૩.૮૫), વિરત (અનેકવાર). અને ઉપશમ કે ઉપશાંત (૩.૨.૧૧૬ = ૫.૪.૧૬૪) ઇત્યાદિ શબ્દપ્રયોગો પ્રાચીન છે. વળી, બ્રહ્મચર્ય પરિભાષામાં નિવૃત (નિ+, ઢાંકવું, રક્ષવું, મુક્ત થવું, તો કોઈવાર સંતોષ કે સુખ પામવું, જુઓ વિશેલ હુહુ ૫૧, ૨૧૯) શબ્દપ્રયોગ પણ મળે છે. (જુઓ હુ ૩.૧.) પ્રાચીન બૌદ્ધદર્શનમાં નિર્વાણ શબ્દ અમૃતના અર્થમાં વપરાતો, અને અમૃત શબ્દ ઉપનિષદો જેવા વૈદિકર સાહિત્યની અસર સૂચવે છે (જેમકે મૃત્યોર્મમમૃત સમય, મૃત્યુમાંથી મને અમૃત તરફ દોર, બૃહદારણ્યક ઉપનિષેદ ૧.૩.૨૮) એવું જાપાનના વિદ્વાન શોઝેન કુમોઈનું મંતવ્ય છે (જુઓ Der Nirvana Begriff in den _Texten, des Buddhismus, ફ્રાઉવાભેર અભિનંદન ગ્રંથ, વીએના ૧૯૬૮-૬૯, પૃ.૨૦૫-૨૧૩). લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] " [ ૨૫

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49