________________
उद् वयं तमसस्परि - ज्योतिः पश्यन्त उत्तरम् - सुवः पश्यन्त उत्तरं - देवं देवत्रा सूरियम् - अगन्म તિરુત્તમ! - તિ - તિરુત્તમ - તિ. (ઋગ્વદ ૧.૫૦.૧૦) ““અમે, ઊંચે તમસની પાર-ઉત્તર (વધુ ઊંચી) જ્યોતિ નીહાળતા - ઉત્તર (વધુ ઊંચો) પ્રકાશ નીહાળતા - દેવોના દેવ સૂર્યને - ઉત્તમ (સૌથી ઊંચી) જ્યોતિને પ્રાપ્ત થયા.-ઉત્તમ જ્યોતિને પ્રાપ્ત થયા.”૧૯
ઘોર આંગિરસના મતે ઋગ્વદની આ બંને ઋચાઓમાં મોક્ષનું સ્થાન “પ્રત્વરેતસ” છે. તે સમગ્ર વિશ્વનું આદિકારણ છે, મૂળ તત્ત્વ છે. હાઈનરીશ ભૂડ (જુઓ, “વરુણ..” ગ્યોટીંગન ૧૯૫૯) તેને ઋત સાથે સરખાવ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં વળી તેને હિરમયપાત્ર (સૂર્ય) કહ્યું છે - જેમકે, હિમવેર પત્રે સત્યાદિત મુકુમ (૫.૧૫,૧ = ઈશ ઉપનિષદ ૧૫- ““સવર્ણપાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે”). - અંતકાળ નજીક આવ્યો હોય એવી વ્યક્તિઓ સમક્ષ પ્રાર્થનામાં પણ ઋગ્વદની ઉપર્યુક્ત બે ઋચાઓનું ઉચ્ચારણ કરવામાં આવે છે, જેથી તે વ્યક્તિને મુક્તિ મળે એમ મનાય છે.
આ રેતસ આકાશ મંડળથી - દિવથી પણ પર છે, અને ઉત્તમ છે. તે છત છે. તે પ્રાણ-સંશિત છે. જીવનના સૌથી ઊંચા શિખરે છે. મોક્ષની આવી સ્થિતિમાં મુક્ત જીવાત્મા સંપૂર્ણ રીતે ઋતમાં ઓતપ્રોત થઈ જાય છે કે તેનું જુદું અસ્તિત્વ ટકી રહે છે, તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે (વિસ્તાર માટે જુઓ શ્મીત ઉપર પાટી. ૨ : પૃ. ૬૫ર૬૫૪).
આ સંદર્ભમાં આચાર-બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં મળી આવતાં મુક્ત જીવાત્મા સંબંધી કેટલાંક વિધાનો તપાસી શકાય; જેમકે “મુક્તાત્મા દ્યુતિમાનનું ક્ષેત્રજ્ઞ છે” (૮.૩.૨૦૯). અંતકાળે મોક્ષની અભિલાષા રાખનારને મોક્ષ પ્રાપ્તિ થાય છે તેવા આશયના વિચારો પણ બ્રહ્મચર્યમાં મળે છે, જેમ કે વાવેન ફ્રાતં ગાવ શરીરમેલો (જીવ શરીરથી છૂટે ત્યાં સુધી કાળની આકાંક્ષા રાખવી. ૬.૫.૧૯૮), પરેજી પર નંતિ નાવલંવંતિ ગાવિત (પરથી પર પ્રાપ્ત કરે છે અને જીવનની આકાંક્ષા રાખતા નથી ૩.૪.૧૨૯), પપ્પા સંહા ધૂળ શરીર (એક આત્માને નીરખીને શરીર ખંખેરી દેવું-છોડી દેવું ૪.૩.૧૪૧). નારદપરિવ્રાજક ઉપનિષદ (૩.૬૧) પણ કહે છે કે તમેવ પ્રતીક્ષેત ચાવલાપુ = સમગતે (આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી કાળની જ રાહ જોવી), અને ગીતા (૮.૫) જણાવે છે કે મંતને મામેવ સ્પરનું મુવત્વા વલ્લેવરમ્.... જૈનદર્શનમાં આર્ય અંતિમ આકાંક્ષાને નિદાન કહે છે.
મોક્ષનું કે મુક્તાત્માની (સિદ્ધ જીવાત્માની) સ્થિતિનું સળંગ સ્પષ્ટ વર્ણન પ્રાચીન જૈન આગમોમાં મળતું નથી. તે ફક્ત ઉત્તરકાલીન વિકસેલા આગમોમાં જ, અને તે પણ કોઈ ચાલી આવતા વર્ણનોના સંદર્ભમાં-ગૌણરૂપે તૂટક તૂટક મળે છે, જે ભાગ્યે સંકલિત કરી શકાય છે. આવાં વર્ણનોમાંથી મોક્ષ કે મુક્તાત્મા વિષેના વિચારોનું અહીં સમીક્ષાત્મક વિવેચન કરવું આવશ્યક નથી. પણ તે ઉપરથી સંક્ષેપમાં કહી શકાય કે જૈનો મુક્તાત્માને સિદ્ધ કહે છે (આ શબ્દ આચાર-બ્રહ્મચર્યમાં મળતો નથી.). સિદ્ધાવસ્થામાં જીવો ઈષીપભાર (ઇષ–ભાર - “જરાક આગળ”) નામે સિદ્ધક્ષેત્રમાં રહે છે (ઉત્તરાધ્યયન ૩૬.૫૭-૫૮થી આગળ) સમવાયાંગ ૨૧માં તેનાં બાર નામો ગણાવ્યાં છે, તેમાં આ સિદ્ધાલય કે સિદ્ધક્ષેત્રનું એક નામ બ્રહ્મ છે (જુઓ શુલ્કીંગ હુ ૧૮૭). જૈનો તેને ઇષીપભાર (ઇષ-પ્રભાર- “વિશ્વથી જરાક આગળ”-“લોકાગ્ર”, સરખાવો ઔપપાતિક ઠું ૧૬૯ = ઉત્તરાધ્યયન ૩૬.૫૭, જુઓ ઉત્તરાધ્યયન ૨૩. ૮૧-૮૫) કહે છે. મુક્ત જીવાત્માની સ્થિતિ કોઈ ધામ વિશેષમાં હોય છે તેમ ઉપનિષદો પણ માને છે. તેઓ કોઈવાર તેને એક “પદ”-સ્થાન તરીકે જણાવે છે (કઠ ઉપનિષદ ૧.૩.૮), કોઈવાર ‘‘વિષ્ણુના
” તરીકે (કઠ ઉપનિષદ ૧.૩.૯), તો કોઈવાર “બ્રહ્મપુર” તરીકે (છાંદોગ્ય ઉપનિષદ ૮.૧.૫), તો ઘણીવાર ““બ્રહ્મલોક' તરીકે તેનો ઉલ્લેખ કરે છે.૨૦ ઔપનિષદ વિચારધારામાં મુક્તિના ધામરૂપ બ્રહ્મલોક, અને જૈનોના સિદ્ધક્ષેત્ર - ઈષીપભાર - એ બંનેનાં આદિમૂળ ઘોર આંગિરસના તત્ત્વદર્શનમાં કે તે સંદર્ભમાં ઉલ્લેખેલી ઋગ્યેદની ઋચાઓમાં મળે છે. (સરખાવ - વેબર: જગવલી ૫-૧૫ મન ગમતાપજી
૨૦ ]
. [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫