Book Title: Luptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 13
________________ સમૂહરૂપ લોકની પરીક્ષા કરીને બ્રાહ્મણે સંસારથી) નિર્વેદ પામવાનું મુંડક ઉપનિષદનું વચન છે (પરીક્ષ્ય નોવેશન વિતાન વીહાળો નિર્વમયાત્ ૧.૨.૧૨). મુંડક ઉપનિષદ જૈન-બૌદ્ધ મત કરતાંય પ્રાચીન છે અને તેની ઉપર જૈન-બૌદ્ધોની અસર નથી તેમ હેર્ટેલ (પૃ.૬૫-૬૭) અને સૅલૉમેન (પૂ.૧૦૧-૧૦૨) પણ જણાવે છે. ગીતા (૨.૫૨) પણ મોહ દુર થતાં નિર્વેદ પામવાનું (જન્તાનિ નિર્વ..) જણાવે છે. બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે - तमात्मानं विदित्वा ब्राह्मणाः...लोकैषणायाश्च व्युत्थाय भिक्षाचर्यं चरन्ति...तस्मात्...बाल्यं तुं पांडित्यं च निविद्याथ મુન: મૌન વામીનં નિર્વિદ્યાથ બ્રાહિક (તે આત્માને જાણીને બ્રાહ્મણો - બ્રહ્મને જાણનારા - લોકૈષણામાંથી છૂટી જઈ ભિક્ષાચર્યા - ગૃહત્યાગ - આચરે છે... તેથી બાળકબુદ્ધિ અને પંડિતાઈથી નિર્વેદ પામીને મુનિએ, મુનિત્વ તથા અમુનિતથી નિર્વેદ પામીને બ્રહ્મ-જાણનાર-બ્રાહ્મણ-થવું જોઈએ. ૩.૫.૧). થીમેના મતે (પૃ.૯૫) આ ઉપનિષદના વિચારો મૂળ પ્રાચીન ઇશ ઉપનિષદ ૯-૧૦ ના આધારે વિકસ્યા છે. (મૌન એટલે “મુનિનું આચરણ”, આચાર ચૂર્ણિ-પૃ.૭૬ -પણ આ જ અર્થ જણાવે છે.) સૂત્ર ૪.૪.૧૪૫માં (નસ્ય ત્નિ પુરે પછી મત્તે તસ #ો સિયા - જેને પહેલાં કે પછી - જ્ઞાન - નથી હોતું, તેને મધ્ય-ગાળામાં તો ક્યાંથી હોય ?) આવતી તર્કપ્રક્રિયાને માંડૂક્ય ઉપનિષદ - કારિકાની (વતથ્ય પ્રકરણ-૬ : ઝાલાવને યત્રાપ્તિ વર્તમાનેfપ તત્તથ - જે શરૂઆતમાં અને અંતે નથી તે વર્તમાનમાં પણ તેમ જ હોય છે) તર્ક-પ્રક્રિયા સાથે સરખાવી શકાય તેવળી જુઓઃ તેજોબિંદુ ઉપનિષદ - અંતર્યઃિ વહિદ સત્યમત્તામાવે વહિર્ત . ૫.૨૮; વળી સરખાવો થસ્થ પુરે પછી ૨ મ૨ે ૨ સ્થિ વિન, સુત્તનિપાત ૩૫.૫૨ બ્રહ્મચર્યમાં રહી જે સમુરબ્રૂય - શરીર - ખંખેરી દે છે તે વીર છે - સ..વીરે ને ધુણાતિ સમુસ્મથે વસતાં વંમતિ (૪.૪.૧૪૩, જુઓ ૫.૨.૧૫૫, ૬.૨.૧૮૩, ૬.૪.૧૯૦). બૌદ્ધ પરિભાષામાં પણ સમુરયને શરીર કહ્યું છે (બ્રહ્મચર્ય માટે જુઓ શૂબીંગ વો.મ. પૃ.૮૯). કઠ ઉપનિષદ પણ બ્રહ્મચર્યનું માહાત્મ દર્શાવે છે (દા.ત. છિન્તો વ્રતવર્ય વન્તિ ૨.૧૫, વિસ્તાર માટે જુઓ આગળ શું ૧.૮). સમ્યકત્વ અધ્યયનમાં કોઈવાર સંલેખનાનો (આમરણ અનશન વ્રત) નિર્દેશ મળે છે. ૪.૩.૧૪૧માં પોતાને કસવું અને જીર્ણ કરી દેવું અને જેમ જીર્ણ કાષ્ઠને હવ્યવાહ (અગ્નિ, વૈદિક યજ્ઞયાગાદિકની પરિભાષા !) બાળી મૂકે છે તેમ શરીર ખંખેરી દેવું, એવો આદેશ આપ્યો છે. આના સંકેતો લોકરિચય અધ્યયનમાં (..ધૂણે મસરીર ૨.૬.૯૯ * = ૫.૩.૧૬ ૧) અને શીતોષ્ણીય અધ્યયનમાં (તિરણી પરિવ્ર ૩.૨.૧૧૯, = ઉત્તરાધ્યયન ૬.૧૪, નાવëતિ નીવિર્ય ૩.૪.૧૨૯, જુઓ ૫.૫.૧૬૬, સૂત્રકતાંગ- I. ૩.૨.૧૩, I.૩.૪,૧૫, I.૫.૨.૨૫) પણ મળે છે. તે રીતે નારદપરિવ્રાજક ઉપનિષદ પણ કાળની પ્રતીક્ષા કરવાનું (નમેવ પ્રતીક્ષેત ૩.૬૧) જણાવે છે. જો કે બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં બ્રહ્મચર્ય અપનાવી સંસારત્યાગ કરવાના આદર્શ પ્રત્યે વધારે ઝોક આપ્યો છે, પરંતુ કોઈ કોઈ સ્થળે આમરણ અનશનનો પણ ઉલ્લેખ થયો છે, બ્રહ્મચર્યાના ધૂત અને વિમોક્ષ નામે અધ્યયનોનાં મુળ આવા અનશનના ઉલ્લેખોમાં રહ્યાં છે તે વિષે આગળ ( ૧.૬. ૧-૨) વિચાર કરવામાં આવશે. હું ૧.૫ આચાર-બ્રહ્મચર્ય-લોકસાર (આચાર ૫, ઉદ્દેશો ૧-૬) બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના પાંચમા અધ્યયન લોકસારનું બીજું નામ આવંતી છે, કારણ કે તેનાં કેટલાંય સૂત્રોની શરૂઆત સાવંતી ચ-સાવંતી (કેટલાક ૫.૧,૧૪૭.૧૫૦: ૫.૨ ૧૫૨ ૧૫૪. ૫ ૩ ૧૫૭) જેવા થાય છે. આવા પ્રકારની શરૂઆત આચાર ૧.૧.૫,૮માં (વ્યાવંતી સવ્વાવતી...) જોવા મળે છે. લોકસાર સૂત્ર ૫.૨.૧૫૩ (...મધુવં...વિપરિણામધH) પણ આચાર ૧.૫.૪૫નું પુનરાવર્તન કરે છે. લોકસાર અધ્યયનના પહેલા સૂત્રમાં લોક-પરામર્શ કે તેનો સાર રજૂ કરવાનું સૂચવ્યું છે. (...ત્નોસિ વિપરીમુસંતી...વિપરીમુવંતી. ૫૧-૧૪૭) તેના આધારે પણ આ અધ્યયનનું નામ લોકસાર રાખ્યું હોય. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૧૩

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49