Book Title: Luptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 14
________________ શસ્ત્રપરિજ્ઞા અને તે પછીનાં બીજાં અધ્યયનોની વિચારધારા સર્વત્ર પ્રચલિત થઈ ગયા પછી, લોકસાર અધ્યયનની વિચારસરણી લાંબા કાળે પ્રકાશમાં આવી લાગે છે. તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના આધારે વિકસી છે, તેમાં શસ્ત્રપરિજ્ઞાનો ઉલ્લેખ (...પરિણા-વિવેની માહિતે. ૫.૩.૧૫૯, જુઓ ઉપર હું ૧.૪) પણ થયો છે અને તેનાં કેટલાંક સૂત્રો ઉપર શસ્ત્રપરિજ્ઞાનાં કેટલાંક સૂત્રોની (૧:૧.૫,૮ અને ૧.૫.૪૫, ઉપર જુઓ) સ્પષ્ટ અસર થઈ છે. શસ્ત્રપરિજ્ઞાના વિચારોની સાથે સાથે સમગ્ર લોકસારમાં, અને ખાસ તો તેના ચોથા, પાંચમા અને છઠ્ઠા ઉદ્દેશોમાં નવેનવા ભિક્ષુવૃત્તિ અપનાવતા (દીક્ષિત થયેલા) સાધકને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેની શરૂઆત તો ત્રીજા ઉદેશના અંતિમ સૂત્રથી (..પંત તૂ€ વ...૫.૩.૧૬૧) થઈ છે. નવેનવા ભિક્ષુએ ગામેગામ વિહાર કરતી વખતે કેટલાક લોકોના વિચિત્ર વ્યવહાર ટાળવા શું કરવું, અને ભિક્ષા લેવા જતાં કેમ વર્તવું, વગેરે આ બધા ઉદ્દેશોમાં જણાવ્યું છે. આ ઉદેશોની પરિભાષા જુદી તરી આવે છે; જેમ કે તું જૂદું...(૫.૩.૧૬૧), માણુI કૂફનમાપ્ત...તદ્દી-તમુત્તી-તપુરદ્વાર...જય વિહારી...મામમા..પસારમાળ...(૫.૪.૧૬૨, સરખાવો ૫.૬.૧૭૨). ઇત્યાદિ. એણે પોતાની ઇંદ્રિયોને સંસારશ્નોતમાં (કાચબાની જેમ) સર્વત્ર સંકેલી લેવી (૫.૫.૧૬૬). વળી, ૫.૪.૧૬૨માં ઈર્ષા સમિતિ તથા ૫.૪.૧૬૪માં અવમોદરિકા (અનશન વ્રતનો એક પ્રકાર), વગેરેનાં વર્ણનો એકદમ દષ્ટિગોચર થયાં છે (સરખાવો - ઉત્તરાધ્યયન ૨૪.૮). ઉપરાંત, કર્મકોવિદ (૫.૧.૧૫૧), વિગ્રહ (=શરીર, ૫.૨.૧૫૨), શીલ (૫.૩.૧૫૮), જન (૫.૪.૧૬૪), યુદ્ધાર્ડ (પ.૩.૧૫૯), આગારિય (=ગૃહસ્થ, ૫.૧.૧૪૯), વગેરે જેવા શબ્દો આ અધ્યયનમાં નવા છે. તાં પણ શસ્ત્રપરિજ્ઞાના વિચારો લોકસાર અધ્યયનમાં ઠેકઠેકાણે રજૂ થયા છે. તેમાં જણાવ્યું છે કે અવિદ્યામાંથી છુટયા વગર જે મોક્ષની વાત કરે છે (ને અણુવરત્તા વિજ્ઞાણ પતિમોક્ષમાહું...) તેઓ જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે (૫.૧.૧૫૧). બંધ અને મોક્ષ મનુષ્યની અંદર જ છે (વંદપોવો તુટ્ટSત્થવ ૫.૨.૧૫૫). મન પર્વ મનુષ્યાળાં વાર વંશનોયો: (મૈત્રાયણ ઉપનિષદ ૪.૧૧ : મન જ મનુષ્યનાં બંધ અને મોક્ષનું કારણ છે). વિરત થયેલો મુનિ લાંબા કાળ સુધી તિતિક્ષા કરે છે (તિતિ+9તે ૫.૨.૧૫૬), અને સંસાર-ઓઘ તરી જાય છે (૫.૩.૧૬૧). મુનિએ વાણી ઉપર સંયમ રાખવો અને પોતાનામાં સુરક્ષિત રહેવું (વગુત્તે પસંવુડેસૂત્રકૃતાંગ ા.૨.૨.૧૨ માંથી અહીં પ્રક્ષિપ્ત) અને પાપ ત્યજી દેવાં; આ રીતે મુનિવૃત્તિ અપનાવવી (૫.૪.૧૬૫). સૂત્રકૃતાંગ પણ સર્વ સંગોને છોડી, સર્વ દુઃખો સહન કરતાં અ-સંસારી થવાનું કહે છે (I.૭.૨૮, 1.૮.૨૬, ૫૧). સૂત્ર ૫.૫.૧૭૦ અને ૫.૫.૧૭૧ - એ બંને સૂત્રો સ્થાન ફેર થયાં છે, તે બંનેનું યોગ્ય સ્થાન કદાચ સૂત્ર ૫.૫.૧૬૬ પછી હોય એમ શૂઝીગે સૂચવ્યું છે (વો.મ. પૃ.૯પ-ટિ.૭ અને પૃ.૯૬). આ સૂત્રોમાં વૈદિક વિચારોનો દર્શન થાય છે એવી મુનિ જંબૂવિજયે પણ એમની આચાર-આવૃત્તિમાં નોંધ કરી છે (અથ તુનના તત ત્વત્તિ' રૂત્તિ વૈવુિં સિદ્ધર વાન સદ વિધેયા. આચાર પૃ.૫૫, ટિ.૧). તે સૂત્રો જણાવે છે: “સાચે, તું જ તે છે કે જેને તારે હણવું છે તેમ તું માને છે...તે (મરનાર અથવા મારનાર) ઋજુ અને પ્રતિબદ્ધજીવી (જીવંત તત્ત્વ) છે. તેથી તું ન હણનાર છે, (ક) ન હણાવનાર પણ છે.” (તુમ સિ નામ તે વેવ = દંતત્રં તિ મન્નસિ...ગં યં-પડિવુદ્ધનીવી. તા ર હંતા વિ થાય). આચાર ૩.૩.૧૨૨માં (સાતતો વહિયા પાસ. ત 3 હંતા 7 વિ થાય, - આત્માથી – આત્મરૂપે – બહાર જો. તેથી ન તો હણનાર છે કે ન તણાવનાર પણ છે) પણ આવો જ આશય સ્પષ્ટ છે (જુઓ ઉપર હું ૧.૩)". કઠ ઉપનિષદ પણ કંઈક આવા જ શબ્દોમાં આવો જ વિચાર વ્યક્ત કરે છેઃ દન્તા રેન્મતે હતું તથ્રેમચતે હત...નાય નિ ચતે. હણનાર જો (આત્માને) હણવાનું માને અને હણાયેલો જો (આત્માને) હણેલો (હણાયેલો) માને...તે હણતો નથી અને હણાતો નથી (કઠ ઉપનિષદ ૧.૧૯, સરખાવો - વં પાયત હન્તિ મું. ગીતા ૨.૨૧ વિસ્તાર માટે જુઓ થીમેની નોંધ, પૃ. ૯૭ લોકસાર આગળ જણાવે તથા મોઈન મથક પ-૧૬૦ નૉર) ૧૪] [ સામીપ્યું : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49