________________
શ્લોક ૩) સર્વ - ગાત્ર - નિરોધ (૮.૮ શ્લોક ૧૯), પરીષહ-ઉપસર્ગ (૮.૮.શ્લોક ૨૨), ઇત્યાદિ. વળી, ૮.૮. શ્લોક ૬ સૂત્રકૃતાંગ 1.૮.૧૫ સાથે અને ૮.૮. શ્લોક ૨૪ સૂત્રકૃતાંગ 1.૧.૨.૧૨ સાથે સરખાવી શકાય. વિમોક્ષ અધ્યયનનાં વિષયવસ્તુ - સૂત્રો ખૂબ અસ્તવ્યસ્ત થઈ ગયાં છે, છતાં પણ તેનાં વિષયવસ્તુની સમાંતર જતી વૈદિક વિચારસરણીનાં એક-બે ઉદાહરણો અહીં ખૂબ ધ્યાન ખેંચે એવાં છે સૂત્ર ૮.૨.૨૦૪ જણાવે છે કે ભિક્ષુએ શમશાને કે સૂના ઘરમાં કે વૃક્ષ નીચે કે પર્વતની ગુફામાં કે કાંઈ કુંભાર-વાસ (ઘર)માં રહેવું (સે ઉપવરવૂ...સુસાલિ વા સુન્ની Ifસ વા વર્ષમૂcifસ વા રિયુતિ વા કુંભાતલિ વા...= આચાર ૯.૨.૨૭૯, ઉત્તરાધ્યયન ૨.૨૦; ૩૫.૬). પરમહંસપરિવ્રાજક ઉપનિષદ અને નારદપરિવ્રાજક ઉપનિષદ (૩.૮૬) પણ તેવુંજ જણાવે છેઃ...યથા. निर्ग्रन्थो..शून्यागार...वृक्षमूल-कुलालशाला..गिरिकुहर-कंदर-कोटर...स्थंडिलेषु तेषु-अनिकेतवास्य-प्रयत्न=...देहत्यागं
રતિ = જાબાલ ઉપનિષદ ૬ = ભિક્ષુક ઉપનિષદ; વળી સરખાવો- સવઉમૂર્વ સુસાને વા પબ્ધતાને ગુહાણું વી..સુત્તનિપાત ૫૪.૪). આ બધાં ઉપનિષદોમાં સંલેખનાનું જ વર્ણન થયું છે (તે સંદર્ભમાં જુઓ “હત્યા
તિ” – “દેહત્યાગ કરે છે” જેવા શબ્દો!). ઉપરાંત, વિમોક્ષ ૮.૮ શ્લોક ૪ (વીવિર્ય નમ9ના માં નો લવ પત્થા - જીવિતની ઇચ્છા ન કરવી અને મરણ પણ ન માગવું) સાથે નારદપરિવ્રાજક ઉપનિષદ ૩. ૬૦૬૧ (મૃત્યુ ૨ નામનંત ગીવિત વા વાયંવન...નમિનંત માં નામિત વિત્તમ) સરખાવ હું ૧.૬.૩. આચાર-બ્રહ્મચર્ય-ઉપધાનશ્રુત (આચાર , ઉદ્દેશો ૧-૪) * તપ કે વ્રત જેવાં ધાર્મિક આચરણ માટે ઉપધાન શબ્દ વપરાય છે. બ્રહ્મચર્યના આ છેલ્લા અધ્યયનમાં મહાવીરે પોતાના જીવનકાળ દરમિયાન સાધેલાં તપશ્ચર્યા, તિતિક્ષા, ધ્યાન, વ્રતો, ભિક્ષાવિહાર, ઇત્યાદિનું વર્ણન આવે છે, તેથી તેને ઉપધાનશ્રુત (કે ઉપધાનસૂત્ર) નામ આપ્યું છે. આ અધ્યયન સંપૂર્ણ પદ્યમય (આર્ષ-આર્યા રચાયું છે, અને બ્રહ્મચર્યનાં બધાં અધ્યયનોથી ભિન્ન તરી આવે છે. આ અધ્યયન વિષેના સંશોધનાત્મક વિવેચન માટે જુઓ છીંગ-આચાર પૃ.૫૧, ૫૯-૬૩. અહીં તેનું વિવેચન યોગ્ય નથી. હું ૧.૭ આચાર-બ્રહ્મચર્ય : વિભાગ ૧-૨
બ્રહ્મચર્યનાં ઉપર જણાવેલાં છેલ્લાં ત્રણ અધ્યયનોનાં વિષયવસ્તુ (ભિક્ષુઓનાં ખાનપાન, વસ્ત્ર, ઈત્યાદિ) તેમનાં પૂર્વવર્તી ૨-૫ અધ્યયનોમાં આવતાં શસ્ત્રપરિજ્ઞાને અનુરૂપ સામાન્ય વિવેચનોથી ભિન્ન તરી આવે છે. તે બધાં તેમનાં પૂર્વવર્તી ૧-૫ અધ્યયનો કરતાં સમયમર્યાદાની દૃષ્ટિએ પણ “નવાં” છે, તેવા સંકેતો કંઈક લોકસાર અધ્યયનમાં (ડુ ૧.૫) પણ જોવા મળે છે. આથી, ૧-૫ અધ્યયનો ૬-૮ અધ્યયનો કરતાં કંઈક પ્રાચીન ગણાય. ૬-૯ અધ્યયનોમાં વિમોક્ષ કરતાં ઉપધાનશ્રત પ્રાચીન ગણી શકાય. ધૂત, વિમોક્ષ, જેવાં અધ્યયનોમાં મળતા ભિક્ષુઓની દૈનિક ચર્યા, વગેરે માટેના નિયમો મહદંશે બ્રાહ્મણ પરંપરામાંથી અપનાવવામાં આવ્યા છે. આવા વિષયના જૈન આગમગ્રંથો ઉપર શબીંગનું પ્રદાન મહત્વનું છે. વળી જૈનદર્શનમાં સંલેખના જેવાં જૈન તપ પણ બ્રાહ્મણ પરંપરાની અસર નીચે વિકસ્યાં છે તે ઉપર કુર્ત ફોન કાપ« (uber die sterbefasten...આમરણ અનશનવ્રત ઉપર.... હાસ્બર્ગ ૧૯૨૯) અને મેડમ કેયાનાં વિશિષ્ટ પ્રદાન થયાં છે (Fasting Unto Death According to the Jaina Tradition Acta Orientalia ૧૯૭૭; વળી જુઓ પેટ્રીક ઓલીવલેનું Ritual Suicide...વીએના જર્નલ ૧૯૭૮, પૃ. ૧૯-૪૪).
બ્રહ્મચર્યનાં ૨-૫ અધ્યયનોમાં પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞાની વિચારસરણીનો આદર્શ લઈ જીવ-આત્મા, લોક-સંસાર, કર્મ પરિજ્ઞા અને મોક્ષ જેવા વિષયોની ચર્ચા થઈ છે. તે પછીનાં ૬-૯ અધ્યયનોમાં ભિક્ષુઓનાં વિહાર, ચર્યા, નીતિનિયમો (અધ્યયનો ૬,૮, મહાપરિશા નામનું સાતમું અધ્યયન લુપ્ત થયું ગણાય છે) તથા મહાવીરની ચર્યા (અધ્યયન ૯) પર વધારે ભાર મૂક્યો છે. આથી આપણે સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધને બે વિભાગોમાં વહેંચી શકીએ; વિભાગ ૧ (અધ્યયનો ૧-૫) અને વિભાગ ૨ (અધ્યયનો ૬-૯).
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]
[ ૧૭