Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
અવતરેલાં તેથી લાંબો સમય જીવ્યાં નહિ. એથી શ્રી માણેકલાલ શેઠના મનમાં આ અસાર અને ક્ષણભંગુર સંસાર પ્રત્યે વિરાગ્ય પ્રગટ્યો અને પોતે મેળવેલી ધન સંપત્તિને સદુપયોગ કરવાની શુભ ભાવના પ્રગટી? એવામાં સંવત ૧૯૧ ની સાલમાં ભાદરવા શુદિ એકાદશીનાં રોજ હૃદય બંધ પડી જવાથી અકસ્માત સ્વર્ગવાસ પામ્યા. એથી સારાયે માણસા ગામમાં અને આજુબાજુમાં સર્વત્ર હાહાકાર થઈ રહ્યો. આવા માઠા બનાવથી શ્રી ચંચળબાઈને ઘરે જ આઘાત લાગ્યા પણ સગાંવહાલાએ દિલાસો આપીને માંડ માંડ સ્થિર કર્યા.
શ્રી ચંચલબાઈ મળથી જ જેનધર્મ પરાયણ હતાં. સામાયિક, પ્રતિક્રમણ. પૌષધ, વ્રતપશ્ચખાણ, ઉપવાસાદિ ઉપર એમની ઘણી પ્રીતિ હતી. જિનંદ્રદેવની પૂજા કરવામાં તે અને તે લાભ માનતાં હતાં. શ્રી માણેકલાલ શેઠના અકાળ સ્વર્ગવાસ પછી એમના દિલમાં ઉત્કૃષ્ટી વિરાગ્ય જાગ્રત થયે. સંસારની અસારતા સંપૂર્ણ પણે સમજાઈ અને પિતાની ધન સંપતિને સદુપયોગ કરવાની શરુ આત કરી દીધી.
શ્રી માણેકલાલ શેઠની પછવાડે પુણ્યદાનમાં રૂા. ૧૭૨૦) કહેલા તે પ્રથમ વાપરી નાંખ્યામાણસા પાંજરાપોળમાં રૂા. પ૦૦) આપીને પાખી પળાવી. સંવત ૧૯૨ ને સાલમાં માણેકપુરને સંઘ કાઢ્યો તેમાં રૂા. ૧૦૦૦ વાપર્યો. એ જ સાલમાં લાગતાવળગતાં સઘળા કુટુંબી જનેને
www.kobatirth.org
For Private And Personal Use Only