Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચામાસાં અને ધર્મનું આરાધન. ૫
સવપૂર્વક મોટા ડ્રામાથી શ્રી સુખસાગરજી મહારાજનાં વરદ હસ્તે સકલ સંઘની ઘણી જ રાજીખુશીથી ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમનું નામ શ્રી પ્રજ્ઞાશ્રીજી રાખ્યુ અને એમને સાધ્વીજી શ્રી હરખશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યા. આ રીતે પાટણમાં ધર્મવૃધ્ધિ થઇ. ત્યાંથી શ્રી સુખસાગરજી મહારાજ વગેરે સાધુએ ચામણું કરવા માટે સુરત પધાયા અને સાધ્વીજી શ્રી હરખશ્રી, શ્રી લાભશ્રીજી અને શ્રી પ્રજ્ઞાશ્રીજીએ પાટણથી વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ તપધર્મનું રૂડી રીતે આરાધન કરતાં કરતાં સાણંદ પધાર્યા, સાણુંદના સંઘની વિનતિ ઉપરથી સંવત ૧૯૫૭ ની સાલનું ચેમાસું સાણંદમાં કર્યું. ત્યાંથી સંવત ૧૯૫૮ના કાર્તિક વૃદ્ધિ એકમે વિહાર કરીને શ્ર હરખશ્રીજી આદિ સાધ્વીજીએ ગ્રામાનુગ્રામ આત્માને ભાવતાં ભાવતાં સુરત શહેરમાં પધાર્યાં. અને સુરતના ભાઈઓ તથા મ્હેન વગેરે સકલ સંઘના આગ્રહથી સંવત ૧૯૫૮ નું ચામાસું સુરતમાં કર્યું. સદ્ગુરુ શ્રી સુખસાગરજી મહારાજે શ્રી બુધ્ધિસાગરજી મહારાજ આઢિ શિષ્ય મડલી સાથે એ સાલતુ ચામાસુ પાદરામાં કર્યું. ત્યાં શ્રી બુધ્ધિસાગરજી મહારાજે ગ્રંથા રચવાની પ્રવૃત્તિ શરૂ કરી. ‘ ષડદ્રવ્યવિચાર ' ઉપદેશરત્નાકર રહસ્ય ' વગેરે ગ્રંથ રચ્યા. શ્રી ષડદ્રવ્ય વિચાર ગ્રંથને છેડે કથન છે કે:“ એગણીસે· અડાવનની, વિક્રમ સાલ રસાલ; ફાગણ માસની પંચમી, રૂા શુકરવાર;
•
1
–
www.kobatirth.org
For Private And Personal Use Only