Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુષ્ટિ ન જાણું આ તો રાન. ભયંકર, નજરે ન આવે પ્રેમ પ્યારે સુપથ સખી ! સમેત. ૪ હું તે દાસી છું મારા પાર્થપ્રભુની, સહજ સલુણે હારી કેડી કંથ સખી ! સમેત. ૫ હિંસા ઉલૂક જ્યાં ત્યાં શોર કરે છે, આળસ અજગરકેરે ભારે છે ત્રાસ સખી ! સમેત. ૬ કુટુંબ કબિલે સાચાં શિયાળવાં છે, ઘેરી રહ્યાં છે મુજને આવી ચોપાસ સખી ! સમેત. ૭ અંતરના બેલી મુજને કયારે ઉગારશે ? હૈયામાં હવે મને કાંઈ નથી હામ સખી ! સમેત. ૮ કરના સાગર પ્રભુજી જ્ઞાન ઉજાગર, વહાલું લાગે છે વહાલા આપનું ધામ સખી ! સમેત, ૯ અમીરસ ઝરતી મૂર્તિ પ્યારી લાગે છે, કુમુદને હાલે જેવો શરદને ચંદ સખી ! સમેત. ૧૦ સમેતશિખર વાસી શામળીયા વહાલા ? વામા માતાના રૂડાં લાડીલા નંદ સખી ! સમેત. ૧૧ નટડીની દેર ઉપર સુરતા છે જેવી, એવી પ્રભુમાં બહેની ! મહારી છે પ્રીત સખી! સમેત. ૧૨ અજિતસાગર સૂરિ એ રીતે બેલે; પ્રભુએ સંભાળી રૂડી રાખી ને રીત સખી ! સમેત. ૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only