Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧)
ગુરુપરંપરા કે નધર્મ અનાદિ કાળથી ચાલ્યા આવે છે અને અનંત
કાળ સુધી કદી પણ અંત પામ્યા વગર જેમને તેમ શાશ્વતપણે ચાલ્યા જ કરશે, એવું અનંત–સર્વ જ્ઞાનીઓનું સંપૂર્ણ સત્ય કથન છે. આપણું આ ભારતવર્ષમાં અનંતી ચોવીશીઓ તીર્થકર દેવાની થઈ ગઈ અને અનંતી થશે. વર્તમાન ચોવીશીના છેલ્લા-ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી થયા. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને નિર્વાણ પધાર્યાને ૨૭૦ વર્ષ થઈ ગયાં. વિક્રમ સંવત્ ૨૦૦૦ બે હજારની સાલ કાર્તિક સુદિ એકમ પ્રતિપદા-પડવેથી શરૂ થાય છે. વિકમ સંવત શરૂ થવાની પૂર્વે ૪૭૦ વરસે શ્રો વીરપ્રભુનું નિર્વાણ થયું. હાલમાં જે જૈનશાસન ચાલી રહ્યું છે તે ભગવાન મહાવીર દેવનું પ્રકાશેલું છે. આ શાસન એકવીશ હજાર વર્ષ સુધી ચાલશે એવું “ભગવતીજી” સૂત્રમાં ભગવાન સૂત્રકારે ભાખેલું છે તે સંપૂર્ણ સત્ય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only