Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થાશ્રમ
૧૯
આવે છે. જે ધર્મનું આરાધન ન થાય તે એકલા લુખાસુકા ગૃહસ્થાશ્રમની કિંમત કશીયે નથી. એ ગૃહસ્થાશ્રમ તે આત્માને સંસારસાગરમાં ડૂબાડનાર છે. ભગવાન સૂત્રકારે પંદર પ્રકારે “સિદ્ધ થઇ શકાય એમ ફરમાવેલું છે. “પ્રિસ્ટિને રા” ગૃહસ્થ વેશમાં પણ તિવ્ર ગતિને પામી શકાય એમ સ્પષ્ટ કહેલું છે. તથા ભરત મહારાજાનું દષ્ટાંત આપવામાં આવે છે. જેમ અરિસાભુવનમાં ભરત મહારાજા ને ઉત્કૃષ્ટ વૈરાગ્યની પ્રાપ્તિ પૂર્વભામાં કરેલા ધર્મના શુભ-શુદ્ધ ઉદયવડે થઈ તેમ ઉત્કૃષ્ટ વૈરાગ્યની પ્રાપ્તિ ભવ્ય ભાગ્યશાળી ગૃહસ્થને થાય. તેમજ ગૃહસ્થાશ્રમમાં મોક્ષ થાય કે કેવલજ્ઞાન પ્રગટે. ત્યાર પછી દે તેવા મહાભાગ્યશાળીને મુનિનો વેશ,રજોહરણ, મુહપત્તિ, વગેરે અર્પણ કરે છે. છેવટે તે તેવા ગૃહસ્થને સર્વ સંગ પરિત્યાગરૂપ મુનિયણું ગ્રહણ કરવું જ પડે છે.
ભમડાથી ગુજરાતમાં મહેસાણા ગામે શ્રીલક્ષ્મીબાઈ આવ્યા તે સમયે તેમની ઉમર બાર વર્ષની હતી, એ વાત આગળ આવી ગઈ છે. તે દેશકાળમાં ગુજરાતમાં બાળલગ્નને પ્રચાર સર્વત્ર શરૂ હતું. બાળલગ્ન કરવામાં કેવી જાતનું નુકસાન છે તે તે સમયના બીન કેળવાયેલ લેકે જાણતા ન હતા. શ્રી લક્ષમીબાઈનું પણ બાર વરસની કુમળી વયમાં ચગ્ય વર જોઈને તેમની સાથે લગ્ન કરી નાખ્યું. તે કાળમાં સંબંધ કરતાં વિવાહ કરતાં કે લગ્ન કરતાં દીકરા કે દીકરીને કી યે અભિપ્રાય પૂછવામાં
www.kobatirth.org
For Private And Personal Use Only