Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay Author(s): Balchandracharya Publisher: ZZZ Unknown View full book textPage 4
________________ પ્રરતાવના, અમલમાં ન મુકાય ત્યાં સુધી બેગસ બાલદીક્ષા સંપૂર્ણ રીતે અટકાવવી અશક્ય છે. કારણ બગસદીક્ષા આપનાર છાત્રછાત્રીઓને ગાયકવાડ સ્ટેટની સરહદ બહાર પહોંચાડીને પણ દીક્ષા આપશેજ ત્યાં ગાયકવાડ સ્ટેટ શું કરી શકશે ? માટે એસેંબ્લીને ટકે હવે જોઈએ અને તેને અનુસરી દેશી રાજ્યો તેમ કરે તે વધારે લાભદાયક નિવડે. છતાં હર્ષને વિષય એટલેજ છે કે-ગાયકવાડ સ્ટેટ આ ઠરાવ પાસ કરી અમલમાં મુકે તે ડાઘણે અંશે બેગસ બાલદીક્ષાને ફટકો જરૂર લાગે તેમ છે. અને તેનું અનુકરણ બીજા દેશી રાજ્યમાં થવાને સંભવ રહેલો છે. માટે આ ઠરાવ સ્તુતિને પાત્ર છે. ૪ મારે આ નિબંધ પ્રેસમાં મોકલાવ્યા પછી જામનગરના સંઘને અને ટંકારા સંઘને ઠરાવ બહાર પડેલો જોઈ મને એમ જાણવામાં આવ્યું કે મારા આ નિબંધમાં લખેલા વિચારોની ભાવના કુદરત અન્યત્ર સ્થલે પણ પ્રસાર કરી રહી છે ખરી અને સાધુ સંસ્થાથી અસહકાર કરવાના વિચારે સર્વત્ર ઉદ્દભવવા લાગ્યા છે ખરા. એ શુભ ચિન્હજ ગણી શકાય. ૫ કૃત્રિમદીક્ષા અટકાવવા માટે સહુથી પહેલાં પાટણના સંઘે ઠરાવ કરેલો ખરે પણ સંદિગ્ધ શબ્દોમાં અને અપૂર્ણ હોવાથી તથા સાધુઓ માટે સંમ્માનની લાગણી ભરેલો હોવાથી અસહકારનું અંગ તેમાં દેખાતું નથી છતાં પણ તેણે સહુથી પહેલાં આ કાર્યને હાથ ધર્યું અને ત્યાંના નગરશેઠ અને ન્યાતના શેઠેએ તેમજ મુંબઈમાં વસતા પાટણના વતની શ્રીમાન બાબુ દૌલતચંદજી અમીચંદજી ઝવેરી આદિ ઘણાખરા ગૃહસ્થાએ આ ચલવલમાં ભાગ લઈ ધૈર્યતા અને હિમ્મતપૂર્વક ઠરાવ કરેલો છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. પાટણમાં અલ્પ સંખ્યકવર્ગ આ ઠરાવના વિરૂદ્ધમાં છે પણ ઠરાવને તોડી શકે તેવી હિમ્મત તેનામાં દેખાતી નથી. અને તેથી પણ સ્વલ્પ ગણ્યાગાંઠ માધ્યસ્થભાવ રાખવાને દાવો કરે છે તેવાઓ માટે આ આક્ષેપ લાગુ પડે છે કે જો તેઓ ખરા સ્વતંત્ર (ઈન્ડીપે ટે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32